ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

દ્વિપક્ષી વ્યાપારી કરાર

દ્વિપક્ષી વ્યાપારી કરાર : બે દેશો વચ્ચે વ્યાપાર અંગે કરવામાં આવતા વિશિષ્ટ કરારો. આર્થિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિકાસની સાથોસાથ કેટલીક બાબતોને કરારો દ્વારા નિયંત્રિત કરવાનો પ્રશ્ન બે વિશ્વયુદ્ધો વચ્ચેના ગાળામાં વધુ ધ્યાન ખેંચે તેવો બન્યો હતો. આવા કરારોનો મુખ્ય ઉદ્દેશ બે દેશો વચ્ચેના વ્યાપારમાં એકબીજાને વિશિષ્ટ સવલતો આપવાનો હોય…

વધુ વાંચો >

ધંધાકીય એકત્રીકરણ

ધંધાકીય એકત્રીકરણ (business integration) : સમાન આર્થિક હેતુ સિદ્ધ કરવા માટે ઔદ્યોગિક અથવા વ્યાપારી એકમોનું ધંધાકીય જોડાણ (combination) અથવા વિલયન (merger, amalgamation). મોટા પાયાના ઉત્પાદનના એટલે કે કદવિકાસના લાભ હાંસલ કરવા માટે અને કિંમતોનું નિયમન તથા ઉત્પાદનના કદ પર નિયંત્રણ દ્વારા હરીફાઈ ટાળવા માટે ઔદ્યોગિક તથા વ્યાપારી ઘટકોનું એકત્રીકરણ કરવામાં…

વધુ વાંચો >

ધંધાકીય મૂલ્યાંકન

ધંધાકીય મૂલ્યાંકન : વ્યાપારી સંસ્થા કે પેઢીની અસ્કામતો અને જવાબદારીઓનું સાફી મૂલ્યાંકન. વર્ષાન્તે ધંધામાં થયેલા નફા કે નુકસાનની ગણતરી કરવી હોય, ધંધાનું વેચાણ કરવાનું હોય, વ્યક્તિગત માલિકીના કે પેઢીના ધંધાનું લિમિટેડ કંપનીમાં રૂપાંતર કરવાનું હોય, એક કંપનીનું બીજી કંપનીમાં વિલીનીકરણ (merger) કરવાનું હોય અથવા બે કંપનીઓનું એકબીજી સાથે જોડાણ કે…

વધુ વાંચો >

ધ્યેયલક્ષી સંચાલન

ધ્યેયલક્ષી સંચાલન : પૂર્વનિર્ણીત ધ્યેયો અને હેતુઓને સિદ્ધ કરવા માટે સંગઠનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પરસ્પર સમજૂતીથી નિર્ધારિત કરવામાં આવતી સંચાલનની યોજનાબદ્ધ પદ્ધતિ. તેનાં બે મુખ્ય પાસાં હોય છે. સંગઠનનાં ધ્યેયો નક્કી કરવાં તથા તે ધ્યેયો કાર્યાન્વિત કરવા માટેની વ્યૂહરચના ઘડવી. આ અર્થમાં ધ્યેયલક્ષી સંચાલન એ ધ્યેયસિદ્ધિ માટેની વ્યૂહરચનાને…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નફો

નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો…

વધુ વાંચો >

નાનજી, પ્રાણલાલ દેવકરણ

નાનજી, પ્રાણલાલ દેવકરણ (જ. 11 જૂન 1894, પોરબંદર; અ. 22 જુલાઈ 1956, મુંબઈ) : જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના…

વધુ વાંચો >

નામું

નામું : નાણાકીય લેવડદેવડનો હિસાબ રાખવાની પદ્ધતિ. વેપારીઓ, ઉત્પાદકો કે અન્ય વ્યક્તિઓ બીજા લોકો સાથે નાણાંને લગતી અથવા નાણાંના મૂલ્યવાળી વાણિજ્ય પ્રકારની લેવડદેવડ કરે છે. તેની વિશ્લેષણાત્મક વિગતો યોગ્ય માળખાવાળા હિસાબી ચોપડામાં નિયમિત પદ્ધતિસર રાખવામાં આવે છે. વેપારધંધા દરમિયાન વાણિજ્ય પ્રકારની બધી લેવડદેવડોનું (1) કાયમી અને સંપૂર્ણ દફતર રાખવું, અને…

વધુ વાંચો >

નારાયણમૂર્તિ, એન. આર.

નારાયણમૂર્તિ, એન. આર. (જ. 20 ઑક્ટોબર 1946, સિદ્દલઘાટ, જિલ્લો કોલાર, કર્ણાટક) : વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની ઇન્ફોસિસ ટૅકનૉલૉજી સૉફ્ટવેર કંપનીના સ્થાપક  ચૅરમૅન. પિતા શાળાના શિક્ષક તથા માતા જમીનદાર પરિવારમાં જન્મેલાં. કુટુંબમાં બે પુત્રો તથા પાંચ પુત્રીઓ; જેમાં નારાયણમૂર્તિ પાંચમું સંતાન. પરિવારનું કદ મોટું, પિતાની માસિક આવક આશરે…

વધુ વાંચો >

નિકાસ

નિકાસ : દેશમાં પેદા કરવામાં આવેલી વસ્તુ કે સેવા અન્ય દેશના નાગરિકોને વેચવામાં આવે છે. આવું વેચાણ બે રીતે થઈ શકે : એક, દેશની વસ્તુઓને પરિવહન દ્વારા વિદેશોમાં મોકલવામાં આવે, એટલે કે વસ્તુઓનું દેશાન્તર થાય. બીજું, વિદેશના નાગરિકો આપણા દેશમાં આવીને આપણા દેશની ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદે તે પણ આપણી…

વધુ વાંચો >