ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

જકાત

જકાત : ચીજવસ્તુઓની પ્રાદેશિક હેરફેર દરમિયાન તેના પર લેવાતો કર. વિદેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર દેશમાં નાખવામાં આવતા કરને આયાત જકાત, દેશમાંથી વિદેશો ખાતે નિકાસ થતી ચીજવસ્તુઓ પર નાખવામાં આવતા કરને નિકાસ જકાત અને કોઈ ત્રીજા દેશની આયાતી અથવા નિકાસી ચીજવસ્તુઓ દેશની રાષ્ટ્રીય સરહદમાંથી પસાર થતી હોય તેના પર નાખવામાં…

વધુ વાંચો >

જકાત મંડળ

જકાત મંડળ : જુઓ કસ્ટમ યુનિયન

વધુ વાંચો >

જથ્થાબંધ વેપાર

જથ્થાબંધ વેપાર : માલસામાનના વેચાણ-વિતરણની પરોક્ષ રીતમાં ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટેની એક કડી. જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરી, સંગ્રહ કરી, બજારને અમુક અમુક ભાગમાં વિભાજિત કરી, માગ અને પુરવઠાને સમતુલિત કરી વેચાણ કરે છે તથા યોગ્ય માહિતીસંચાર કરવાનું અને છૂટક વેપારીઓને મદદ કરવાનું કાર્ય કરે છે.…

વધુ વાંચો >

જનરલ ઍગ્રિમેન્ટ ઑન ટ્રૅડ ઍન્ડ ટેરિફ

જનરલ ઍગ્રિમેન્ટ ઑન ટ્રૅડ ઍન્ડ ટેરિફ : જુઓ ગૅટ

વધુ વાંચો >

જમશેદજી જીજીભાઈ, સર

જમશેદજી જીજીભાઈ, સર (જ. 15 જુલાઈ 1783, નવસારી; અ. 1859) : ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં સાર્વત્રિક ઉદારતા અને પરોપકારી સખાવતો માટે ખ્યાતિ પામેલ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય પારસી સદગૃહસ્થ. તેમના પિતાનો હાથવણાટના કાપડનો વ્યવસાય હતો. આર્થિક સંકડામણને કારણે જમશેદજી ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા હતા; પરંતુ પ્રામાણિકતા, ધર્મપરાયણતા અને સદાચારી માતાપિતાના સંસ્કાર…

વધુ વાંચો >

જમા તથા ઉધાર-ચિઠ્ઠી

જમા તથા ઉધાર-ચિઠ્ઠી : જમાચિઠ્ઠી (credit note) : ખરીદીના હિસાબની સરભર અંગે વેપારી તરફથી મોકલાતી નોંધ. વેચાણ કરેલો માલ ગ્રાહક કોઈ કારણસર વિક્રેતાને પરત કરે ત્યારે વિક્રેતા તરફથી ગ્રાહકને મોકલવામાં આવતો દસ્તાવેજ. તેને જમાચિઠ્ઠી કહે છે; તે ચિઠ્ઠી મુજબની રકમ વિક્રેતાના હિસાબી ચોપડામાં ગ્રાહક ખાતે જમા થાય છે. વળી નીચેનાં…

વધુ વાંચો >

જમીનદારી પદ્ધતિ

જમીનદારી પદ્ધતિ : ભારતમાં જમીનમહેસૂલની આકારણી તથા વસૂલાત કરવા સારુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1793માં બંગાળામાં દાખલ કરેલી યોજના. 1765માં બંગાળામાં પ્રાદેશિક સાર્વભૌમતા પ્રાપ્ત કર્યા પછી કંપનીનો તાત્કાલિક હેતુ તે સમયે ભારતમાં જમીનમહેસૂલની જે પદ્ધતિ હતી, તે ચાલુ રાખવાની સાથોસાથ તેમાં સુરક્ષા અને શક્ય તેટલી એકસૂત્રતા દાખલ કરવાનો હતો. રાજ્યવહીવટ હાથમાં…

વધુ વાંચો >

જમીનમાર્ગી પરિવહન

જમીનમાર્ગી પરિવહન : વાણિજ્યમાં પરિવહનના ત્રણ પ્રકારોમાંનો એક. પરિવહનનું કાર્ય વસ્તુ કે વ્યક્તિની ભૌતિક હેરફેર કરવાનું છે. વસ્તુની જરૂરિયાત વધુ હોય તે સ્થળે તેની હેરફેર કરવાથી તેની સ્થળઉપયોગિતા વધે છે. આ હેરફેરનું કાર્ય સમયસર, કરકસરપૂર્વક અને સલામતીપૂર્વક કરવાનું હોય છે. આજે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે. જુદાં જુદાં…

વધુ વાંચો >

જવાબદારીઓ (નાણાકીય)

જવાબદારીઓ (નાણાકીય) : વ્યાપારી કે ઔદ્યોગિક એકમ માટે વર્ષાન્તે તૈયાર કરેલા સરવૈયામાં એકમે ચૂકવવાપાત્ર હોય તેવા દેવાની વિગતો બતાવતું શીર્ષક. કોઈ પણ વ્યાપારી કે ઔદ્યોગિક એકમ, તેના નાણાકીય વર્ષ દરમિયાન કરેલા વિવિધ નાણાવ્યવહારોનું વર્ષાન્તે એક સરવૈયું તૈયાર કરે છે જેથી તે એકમની નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનું સરવૈયું…

વધુ વાંચો >

જહાજવહન પત્ર (bill of lading; B/L)

જહાજવહન પત્ર (bill of lading; B/L) : માલ નિકાસ કરતી વખતે માલ જહાજ પર ચડાવ્યા અંગેનો દસ્તાવેજ. એમાં જહાજનું નામ, જહાજી કંપનીનું નામ, જ્યાં માલ મોકલવાનો હોય તે બંદરનું નામ, જહાજનો માર્ગ, માલનું વજન, માલથી રોકાયેલી જગ્યાનો નિર્દેશ, પાર્સલ પરની નિશાની વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એમાં જહાજી…

વધુ વાંચો >