ઈસ્માઈલ કરેડિયા
માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી
માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી (અ. 1625, સિરહેદ) : ફારસી કવિ. તે ઈરાનના માઝદરાન પ્રદેશના નિવાસી હતા. સમ્રાટ અકબરના સમયમાં હિંદ આવીને ગુજરાતમાં સ્થાયી થયા. તેમણે લગભગ સમગ્ર ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ સૂફીવાદી વિચારો ધરાવતા હતા અને તેને અનુસરતા હતા. તેમણે અનેક વાર મક્કાની હજ કરી હતી. પોતાના જીવનનાં અંતિમ…
વધુ વાંચો >માલિકરામ બવેજા
માલિકરામ બવેજા (જ. 1906, ફાલિયર, ગુજરાત પ્રાંત, પાકિસ્તાન; અ. 1993, દિલ્હી) : ઉર્દૂ સાહિત્યકાર. ઉર્દૂ સાહિત્યમાં તેઓ માલિકરામ તરીકે પ્રસિદ્ધ છે. તેમના જન્મના માંડ 10થી 12 દિવસ પછી તેમના પિતા લાલા નિહાલચંદનું 35 વર્ષની યુવાન વયે અવસાન થયું હતું. તેમની માતાએ તેમનો ઉછેર કર્યો. બાળપણથી જ સતેજ બુદ્ધિપ્રતિભા અને યાદશક્તિને…
વધુ વાંચો >મિનુચહરી
મિનુચહરી (અ. 1042) : ગઝનવી યુગના એક અગ્રણી કસીદાકાર. મૂળ નામ અબુનજમ એહમદ મિનુચહરી. ઈરાનના દામગાન પ્રદેશના નિવાસી. નાનપણથી કાવ્ય-સંસ્કારો સાંપડેલા હતા. સૌથી પહેલાં તેમનો સંબંધ તબરિસ્તાનના હાકેમ મલેકુલ મઆલી અમીર મિનુચહર બિન કાબૂસના દરબાર સાથે હતો. અમીર સાથેના આ સંબંધને લઈને તેમણે પોતાનું ઉપનામ ‘મિનુચહરી’ રાખ્યું હતું. અમીર મિનુચહરીના…
વધુ વાંચો >મિર્ઝા, અઝીઝ કોકા
મિર્ઝા, અઝીઝ કોકા (જ. 1542; અ. 1624, અમદાવાદ) : ફારસીના વિદ્વાન અને હાકેમ અમીર-ઉમરાવ. તેઓ આતિકખાનના પુત્ર અને અકબરના પિતરાઈ ભાઈ હતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને નીડર વ્યક્તિત્વ ધરાવતા હતા. અકબરે તેમને અનેક હોદ્દા અને ખિતાબોથી નવાજ્યા હતા. તેઓ ગુજરાત અને પંજાબમાં પણ હાકેમ તરીકે રહ્યા હતા. અકબરે પોતાના શાસનના…
વધુ વાંચો >મિર્ઝા, મોહંમદ તાહિર ‘આશના’
મિર્ઝા, મોહંમદ તાહિર ‘આશના’ (જ. 1628; અ. 1671, કાશ્મીર) : ફારસી ભાષાના સાહિત્યકાર. પિતાનું નામ ઝફરખાન બિન ખ્વાજા અબુલહસન. કવિનામ ‘આશના’. તેમના દાદા અબુલહસન જહાંગીરના એક વજીર હતા. શાહજહાંના રાજ્યઅમલ દરમિયાન તેમણે કાબુલ અને કાશ્મીરના ગવર્નર તરીકે ફરજ બજાવી હતી. પોતે એક કવિ હોવા ઉપરાંત કવિઓ અને વિદ્વાનોના આશ્રયદાતા પણ…
વધુ વાંચો >મુહસિનફાની
મુહસિનફાની (જ. અ. આશરે 1671–72) : મુઘલ શહેનશાહ શાહજહાંના સમયના પ્રસિદ્ધ કવિ અને સૂફી સંત. પોતાના સમયના મહાન વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તે સમયનાં પ્રચલિત તમામ શાસ્ત્રોમાં તેઓ પારંગત હતા. કાશ્મીરના અમીર-ઉમરાવો અને હાકેમો તેમની સાથે મિત્રતાનો સંબંધ રાખતા તથા અવારનવાર તેમની મુલાકાત પણ લેતા. શાહજહાંને પણ તેમના પ્રત્યે…
વધુ વાંચો >મોહમ્મદ સાલિહ કમ્બૂહ
મોહમ્મદ સાલિહ કમ્બૂહ (જ.–; અ. 1651) : મુઘલ યુગના ફારસી લેખક. મુઘલ યુગમાં શહેનશાહ શાહજહાઁનો સમય ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. સ્થાપત્યની સાથે કલા અને સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું. લાહોર જેવા ઐતિહાસિક શહેરે અનેક સાહિત્યકારો અને વિદ્વાનોની ભેટ ધરી છે. મોહંમદ સાલિહ કમ્બૂહ પણ આ જ ઐતિહાસિક નગરના રહેવાસી હતા.…
વધુ વાંચો >મૌલાના શકેબી
મૌલાના શકેબી (જ. 1557, ઇસ્ફહાન નજીક; અ. 1614, દિલ્હી) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ રિઝા છે. તેમના પિતા ખ્વાજા ઝહીરુદ્દીન અબ્દુલ્લાહ ઇસ્ફહાનના એક પ્રસિદ્ધ સંતપુરુષ હતા. મૌલાના જામીએ પણ તેમની કૃતિ ‘નફહાતુલ ઉન્સ’માં શકેબીના જીવનની થોડી વિગતો નોંધી છે. મૌલાના શકેબી જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ઇસ્ફહાનથી ખુરાસાન આવ્યા અને શીરાઝના…
વધુ વાંચો >