ઈન્દિરા ઘનશ્યામ જોશી
બાલમનોવિજ્ઞાન
બાલમનોવિજ્ઞાન જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (13–14 વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. વીસમી સદીની શરૂઆતમાં તેનો આરંભ થયો. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનુષ્યના અસ્તિત્વને આવરી લેતું સમગ્ર વર્તન. હવે મનુષ્યના સમગ્ર વર્તનનો અભ્યાસ એટલે ગર્ભાધાનથી જન્મ અને જન્મથી મૃત્યુ સુધીના…
વધુ વાંચો >મનશ્ચિકિત્સા
મનશ્ચિકિત્સા (psychotherapy) : માનસિક ઉપચારની તાલીમ પામેલા વ્યાવસાયિક નિષ્ણાત દ્વારા મનોવૈજ્ઞાનિક સાધનોની મદદથી લાગણીજન્ય સમસ્યાઓની સારવાર કરવાની પદ્ધતિ. તેને માનસોપચાર પણ કહે છે. તેની મદદથી દર્દીની તકલીફો ઘટે છે, દૂર થાય છે અથવા તેમાં ફેરફાર થાય છે. દર્દીના બગડેલા વર્તનમાં ફેરફાર થાય છે અને/અથવા તેના વ્યક્તિત્વનાં વૃદ્ધિ અને વિકાસને યોગ્ય…
વધુ વાંચો >મનોનાટ્ય
મનોનાટ્ય (psychodrama) : દર્દીને તેનો વર્તનવિકાર સમજાવીને તે જાતે તેમાં સુધારો લાવી શકે તે માટે નાટક ભજવવારૂપ માનસિક સારવારની પદ્ધતિ. મનશ્ચિકિત્સાવિદ્યામાં ઘણા પ્રકારની સારવારપદ્ધતિઓ ઉપલબ્ધ છે. મનોનાટ્ય પણ તેમાંની એક છે. વર્તનવિકારના કોઈ પણ દર્દીની સારવાર કરતા પહેલાં તેના મનોવિકાર વિશે પૂરેપૂરો ખ્યાલ મેળવવામાં આવે છે. દર્દીમાં મનોવિકાર ક્યારે અને…
વધુ વાંચો >મનોવિશ્લેષણ
મનોવિશ્લેષણ (psychoanalysis) (આયુર્વિજ્ઞાન) : મનની અંદરનાં દ્વંદ્વો અથવા વિરોધિતાઓ(conflicts)નો અભ્યાસ અને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ. મન તથા વ્યક્તિત્વના વિકાસની છેલ્લી વિભાવના (hypothesis) મુજબ મનના અચેતન-સ્તરમાં પારસ્પરિક વિરોધિતા અથવા દ્વંદ્વો રહેલાં છે. મનોવિશ્લેષણની પ્રક્રિયામાં આ વિભાવનાને આધારે માનસિક ક્રિયાઓનો અભ્યાસ કરીને તેનો માનસિક રોગોના ઉપચારમાં ઉપયોગ કરાય છે. મનોવિશ્લેષણની પ્રક્રિયા…
વધુ વાંચો >