ઇતિહાસ – ભારત
સ્મિથ વિન્સન્ટ
સ્મિથ, વિન્સન્ટ (જ. 3 જૂન 1843, ડબ્લિન, આયરલૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1920, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : આધુનિક ભારતના પ્રતિષ્ઠિત ઇતિહાસકાર. તેમના પિતા એક્વિલ સ્મિથ પ્રાચીન વસ્તુઓના અભ્યાસી હતા. વિન્સન્ટ સ્મિથે ટ્રિનિટી કૉલેજ, ડબ્લિનમાં અભ્યાસ કરીને ડી.લિટ્.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1871માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા અને જુદા જુદા હોદ્દા પર કામ…
વધુ વાંચો >સ્વરાજ્ય પક્ષ
સ્વરાજ્ય પક્ષ : ધારાસભાઓમાં ચૂંટાઈને સરકારને ‘અંદરથી’ બંધારણીય લડત આપવા કૉંગ્રેસની અંદર જ દેશબંધુ ચિત્તરંજન દાસ તથા મોતીલાલ નેહરુએ જાન્યુઆરી, 1923માં સ્થાપેલો રાજકીય પક્ષ. ગાંધીજીએ અસહકારનું આંદોલન ફેબ્રુઆરી 1922માં બંધ રાખ્યું અને તે પછી તેમની ધરપકડ થઈ. ત્યાર બાદ દેશ સમક્ષ કોઈ કાર્યક્રમ રહ્યો નહિ. તેથી લોકોમાં હતાશા ફેલાઈ અને…
વધુ વાંચો >સ્વામી શ્રદ્ધાનંદ
સ્વામી શ્રદ્ધાનંદ (જ. 1856, તલવન, જાલંધર, પંજાબ; અ. 23 ડિસેમ્બર 1926, દિલ્હી) : સ્વાતંત્ર્યસૈનિક, આર્યસમાજી, હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી, ગુરુકુલ કાંગડીના સ્થાપક. તેમનો જન્મ જાણીતા ખત્રી કુટુંબમાં થયો હતો. તેમના પિતા નાનકચંદ ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં હતા. શરૂઆતમાં સ્વામીજીનું નામ બૃહસ્પતિ રાખવામાં આવ્યું હતું; પરંતુ પછીથી તેમના પિતા તેમને મુંશીરામ નામથી…
વધુ વાંચો >હકીમ અજમલખાન
હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને…
વધુ વાંચો >હક્ક ફઝલુલ
હક્ક, ફઝલુલ (જ. 26 ઑક્ટોબર 1873, ચખાર, જિ. બારિસાલ, બાંગલાદેશ; અ. 27 એપ્રિલ 1962, ઢાકા, બાંગલાદેશ) : ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક, પાકિસ્તાનના ગૃહમંત્રી, પૂર્વ પાકિસ્તાનના ગવર્નર, કૃષક પ્રજા પાર્ટીના (1937) અને કૃષક શ્રમિક પાર્ટી(1954)ના સ્થાપક. અબ્દુલ કાસમ ફઝલુલ હક્ક, તેમના પિતા કાજી મોહંમદ વાજેદના એકમાત્ર પુત્ર હતા. ફઝલુલ હક્કના…
વધુ વાંચો >હઝરા માતંગિની
હઝરા, માતંગિની (જ. 1870, હોગલા, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 સપ્ટેમ્બર 1942, તામલુક, જિ. મિદનાપોર) : દેશભક્ત, મહિલા સ્વાતંત્ર્ય-સૈનિક. માતંગિની ગરીબ ખેડૂત કુટુંબમાં જન્મી હતી. તે અશિક્ષિત હતી. નાની ઉંમરે, તેનાં લગ્ન, પાસેના ગામના આશરે 60 વર્ષના વિધુર ત્રિલોચન હઝરા સાથે થયાં હતાં. તે માત્ર 18 વર્ષની વયે વિધવા…
વધુ વાંચો >હઝારીબાગ
હઝારીબાગ : ઝારખંડ રાજ્યમાં ઉત્તર છોટાનાગપુર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 59´ ઉ. અ. અને 85° 21´ પૂ. રે.ની આજુબાજુનો 5,965 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કોડર્મા, પૂર્વમાં ગિરિદિહ અને બોકારો, દક્ષિણમાં રાંચી તથા પશ્ચિમમાં ચત્રા જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્ય–પશ્ચિમ ભાગમાં આવેલા જિલ્લામથક…
વધુ વાંચો >હનુમન્તૈયા કે.
હનુમન્તૈયા, કે. (જ. 1908, લક્કાપ્પનહલ્લી, જિ. બેંગલોર; અ. 1 ડિસેમ્બર 1980) : મૈસૂર રાજ્યના મુખ્ય પ્રધાન. પ્રમુખ, મૈસૂર પ્રદેશ કૉંગ્રેસ સમિતિ, ભારતની બંધારણ સભાના સભ્ય. હનુમન્તૈયા સાધારણ ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ 1930માં મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી સ્નાતક થયા અને 1932માં પુણેની લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. તેમના જીવન પર…
વધુ વાંચો >હન્ટર કમિશન (1882)
હન્ટર કમિશન (1882) : ભારતની બ્રિટિશ સરકારે 3 ફેબ્રુઆરી, 1882ના રોજ સર ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. હન્ટરના પ્રમુખપદે નીમેલ કમિશન. તેનો હેતુ 1854ના ડિસ્પૅચ(શિક્ષણ અંગે)ના સિદ્ધાંતોનો અમલ કઈ રીતે કરવામાં આવ્યો છે, તેની તપાસ કરીને તેમાં દર્શાવેલ નીતિને આગળ વધારવા માટે યોગ્ય ઉપાયો સૂચવવાનો હતો. હન્ટર કમિશનની તપાસનો મુખ્ય હેતુ પ્રાથમિક તથા…
વધુ વાંચો >હબીબ ઉલ્લાખાન (સરદાર)
હબીબ ઉલ્લાખાન (સરદાર) (જ. 1890; અ. 1940) : પંજાબમાં જમીનદાર પક્ષના સ્થાપક અને તેના પ્રમુખ; હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી. તેઓ લાહોર જિલ્લાના મુસ્લિમ જમીનદાર કુટુંબમાં જન્મ્યા હતા. તેમણે લાહોરમાં અભ્યાસ કર્યો હતો. શિક્ષણને લીધે તેઓ ઉદાર વિચારસરણીમાં માનતા હતા. તેઓ વિધવાપુનર્લગ્ન અને મહિલાઓને સમાન અધિકારો આપવાના હિમાયતી હતા. વીસમી સદીના પૂર્વાર્ધમાં…
વધુ વાંચો >