ઇતિહાસ – ભારત

બોઝ, રાસબિહારી

બોઝ, રાસબિહારી (જ. 25 મે 1886, પરલા-બિગાતી, જિ. હૂગલી, પશ્ચિમ બંગાળ; અ. 21 જાન્યુઆરી 1945, ટોકિયો, જાપાન) : ભારતના જાણીતા ક્રાંતિકારી. રાસબિહારીના પિતા વિનોદબિહારી બસુ સિમલાના સરકારી મુદ્રણાલયમાં નોકરી કરતા હતા. રાસબિહારીએ પ્રાથમિક શિક્ષણ પોતાના દાદા કાલીચરણ સાથે રહીને ચન્દ્રનગરમાં લીધું. ચન્દ્રનગરમાં તેઓ યુગાન્તર જૂથના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. એમના…

વધુ વાંચો >

બોઝ, સત્યેન્દ્રનાથ

બોઝ, સત્યેન્દ્રનાથ (1) (જ. 30 જુલાઈ 1882, મિદનાપુર, બંગાળ; અ. 21 નવેમ્બર 1908, અલીપુર) : ભારતીય ક્રાંતિકારી. તેમના પિતા અભયચરણ મિદનાપુર કૉલેજિયેટ સ્કૂલના આચાર્ય હતા. સત્યેને 1897માં પ્રવેશ પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને કૉલકાતાની સિટી કૉલેજમાં જોડાયા, પરતુ માંદગીને કારણે તેઓ આખરી પરીક્ષા આપી શક્યા નહિ. તેમના કાકા રાજનારાયણ…

વધુ વાંચો >

બોઝ, સુભાષચંદ્ર (નેતાજી)

બોઝ, સુભાષચંદ્ર (નેતાજી) (જ. 23 જાન્યુઆરી 1897, કટક, ઓરિસા; અ. 18 ઑગસ્ટ 1945, તાઇપેઇ, ફૉર્મોસા ?) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની. સુભાષચંદ્રનો જન્મ ધનિક પરિવારમાં થયો હતો. તેમના પિતા જાનકીનાથ બંગાળના ચોવીસ પરગણા જિલ્લાના મહાનગરના વતની અને કટકમાં સરકારી વકીલ હતા. માતા પ્રભાવતી રામકૃષ્ણ પરમહંસનાં ભક્ત હતાં. સરકારી અમલદાર હોવા છતાં…

વધુ વાંચો >

બ્રહ્મદત્ત

બ્રહ્મદત્ત : પુરાણો અનુસાર કાશી જનપદનો પ્રતાપી રાજા. આવા જનપદના રાજાઓ બ્રહ્મદત્તો તરીકે પણ ઓળખાતા. રાજોવાદ જાતક અનુસાર કાશી અને કોસલનાં રાજ્યો રાજા બ્રહ્મદત્ત અને મલ્લિકની સત્તા હેઠળ શક્તિશાળી બન્યાં હતાં. કુરુપ્રદેશ(ઇન્દ્રપ્રસ્થ)ની પૂર્વે આવેલા દક્ષિણ પંચાલમાં એક મહત્વનો રાજા પણ બ્રહ્મદત્ત નામનો હતો. એ નીપ વંશના રાજા અનુહ અને શુક-પુત્રી…

વધુ વાંચો >

ભગતસિંહ

ભગતસિંહ [જ. 28 સપ્ટેમ્બર 1907, બંગા, જિ. લાયલપુર (હાલમાં પાકિસ્તાન); અ. 23 માર્ચ 1931, લાહોર] : ભારતના અગ્રણી ક્રાંતિકાર. તેમના પિતા કિશનસિંહ, કાકા અજિતસિંહ, અને પિતામહ અરજણસિંહ દેશભક્તો હતા. તેઓ શીખ જાટ ખેડૂત હતા. આ પરિવારના સભ્યો દેશ માટે કુરબાની આપવા તત્પર રહેતા હતા. બંગામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી ભગતસિંહ…

વધુ વાંચો >

ભગવતીચરણ

ભગવતીચરણ (જ. 1907, લાહોર; અ. 28 મે 1930, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. પિતા શિવચરણ વહોરા ગુજરાતના નાગર બ્રાહ્મણ; લાહોરમાં રેલવે અધિકારી અને ‘રાયસાહેબ’નો ખિતાબ ધરાવતા હતા. ભગવતીચરણ લાહોરની નૅશનલ કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે ભગતસિંહ, યશપાલ, સુખદેવ વગેરે તેમના સહાધ્યાયીઓ અને નિકટના સાથીઓ હતા. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર તેમના રસના વિષયો…

વધુ વાંચો >

ભટ્ટીય

ભટ્ટીય (ઈ.પૂ. છઠ્ઠી સદી પહેલાં) : પ્રાચીન સમયમાં મગધનો રાજા. મગધની પૂર્વમાં આવેલા અંગદેશના રાજા બ્રહ્મદત્તે તેને હરાવ્યો હતો; પરંતુ ભટ્ટીયના પુત્ર બિંબિસારે પિતાના પરાજયનું વેર વાળ્યું અને અંગદેશના રાજા બ્રહ્મદત્તને મારી નાખીને અંગનું રાજ્ય તેણે જીતી લીધું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

ભરત

ભરત : ઋગ્વેદના સમયની આર્યોની એક જાતિ, ટોળી કે સમૂહ. ભરત ટોળીના ત્રિત્સુ પરિવારમાં સુદાસ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેનો રાજ્યવિસ્તાર પાછળથી બ્રહ્માવર્ત તરીકે જાણીતો થયો. ભરતોના કુશિક પરિવારના અગ્રણી વિશ્વામિત્ર સુદાસના ધર્માચાર્ય કે પુરોહિત હતા. તેમણે રાજા સુદાસને વિપાશ (બિયાસ) અને સુતુદ્રી પાસે (સતલજ) નદીઓ પાસે વિજયો અપાવ્યા…

વધુ વાંચો >

ભરત

ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ. જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય…

વધુ વાંચો >

ભરત (રઘુવંશી)

ભરત (રઘુવંશી) : રામાયણનું પ્રસિદ્ધ પાત્ર. ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુ-બંધુ હતો. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં, રામનાં લગ્ન મિથિલાધિપ જનકની પુત્રી સીતા સાથે થયાં, ત્યારે ભરતનાં લગ્ન પણ જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયાં હતાં. ત્યારપછી તુરત જ તે મામા યુધાજિત સાથે કેકય…

વધુ વાંચો >