ઇતિહાસ – ભારત
બિસ્મિલ, રામપ્રસાદ
બિસ્મિલ, રામપ્રસાદ (જ. 1897, શાહજહાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 19 ડિસેમ્બર 1927, ગોરખપુર) : ભારતીય ક્રાંતિકારી. રામપ્રસાદના પિતાનું નામ મુરલીધર તિવારી હતું. રામપ્રસાદે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુવાન વયે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તે હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન નામની ક્રાંતિકારી સંસ્થાના સભ્ય બન્યા. ઑક્ટોબર 1924માં ક્રાંતિકારીઓની પરિષદ કાનપુરમાં…
વધુ વાંચો >બિંદુસાર
બિંદુસાર (ઈ. પૂ. ત્રીજી સદી) : પ્રાચીન ભારતનો મૌર્યવંશનો રાજવી. શાસનકાળ ઈ. પૂ. 300થી ઈ. પૂ. 273. પિતા ચંદ્રગુપ્ત અને પુત્ર અશોકની યશસ્વી કારકિર્દી વચ્ચે તેનો સમય ઓછો જાણીતો છે. પ્રાચીન ગ્રંથોમાં તેનાં વિભિન્ન નામ મળે છે. જૈન ગ્રંથોએ તેને ચંદ્રગુપ્તની પત્ની દુર્ધરાના પુત્ર સિંહસેન તરીકે ઓળખાવ્યો છે. સંસ્કૃત ગ્રંથોમાં…
વધુ વાંચો >બિંબિસાર
બિંબિસાર (ઈ. પૂ.ની છઠ્ઠી સદી) : મગધના પ્રતાપી રાજવી. શાસનકાળ ઈ. પૂ. 544થી ઈ. પૂ. 492. તેમના પૂર્વજો વિશે પ્રાચીન ગ્રંથોમાં જુદી જુદી માહિતી મળે છે; પરંતુ ‘બુદ્ધચરિત્ર’ના લેખક અશ્વઘોષના ઉલ્લેખને માન્ય રાખીને મોટા ભાગના વિદ્વાનો તે ‘હર્યંક વંશ’ના હોવાનું સ્વીકારે છે. પિતા ભટ્ટીય સામાન્ય સામંત હતા. પડોશી રાજ્ય અંગદેશના…
વધુ વાંચો >બીબી મુઘલી
બીબી મુઘલી : સિંધના નગરઠઠ્ઠાના રાજા જામ જૂણાની પુત્રી. તે ગુજરાતના સુલતાન મુહમ્મદશાહની બેગમ હતી. ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાની તે માતા થાય. સિંધના રાજા જામને બે પુત્રીઓ હતી – મીર્ઘી(મરકી)બીબી અને મુઘલીબીબી. જામ પોતાની આ પુત્રીઓનાં લગ્ન અનુક્રમે મુહમ્મદશાહ અને શાહઆલમ સાથે કરાવવા ઇચ્છતા હતા અને તે માટે તેમણે…
વધુ વાંચો >બીરબલ
બીરબલ (જ. 1528; અ. 1586) : મુઘલ બાદશાહ અકબરના દરબારનાં વિખ્યાત નરરત્નોમાંનું એક. તેનું મૂળ નામ મહેશદાસ કે બ્રહ્મદાસ હતું અને જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તેનું મૂળ વતન કાલ્પી હતું. તે કવિ હતો. તેણે સંસ્કૃત, ફારસી અને હિંદી ભાષાનો અભ્યાસ કર્યો હતો. તે હિંદીમાં કાવ્ય-રચના કરતો. ઈસવીસન 1573માં અકબરે તેને ‘કવિરાજ’ની…
વધુ વાંચો >બુધગુપ્ત
બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના…
વધુ વાંચો >બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર)
બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર) : ઈ. પૂ. 1લી સદીનો મગધનો રાજા. કલિંગના પ્રતાપી રાજા ખારવેલના હાથીગુફા અભિલેખમાં પોતે મગધના રાજા બૃહસ્પતિમિત્રને પાદ-વંદન કરાવ્યું એવો નિર્દેશ આવે છે. એનું આ પરાક્રમ ખારવેલના રાજ્યકાલના 12મા વર્ષે થયું હોવાનું એમાં જણાવ્યું છે. કેટલાક વિદ્વાનોએ આ બૃહસ્પતિમિત્રને શુંગ વંશનો સ્થાપક પુષ્યમિત્ર માનેલો, માત્ર બૃહસ્પતિ ગ્રહ પુષ્ય…
વધુ વાંચો >બેલગામ
બેલગામ : કર્ણાટક રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 15° 23´થી 17° 00´ ઉ. અ. અને 74° 05´થી 75° 28´ પૂ. રે. વચ્ચેનો 13,415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રાજ્યનો તે સરહદી જિલ્લો હોઈ નૈર્ઋત્ય તરફ ગોવા સાથે તો ઉત્તર…
વધુ વાંચો >બૈરામખાન
બૈરામખાન (જ. 1524, બલ્ખ; અ. 31 જાન્યુઆરી 1561, અણહિલવાડ, ગુજરાત) : સગીર શહેનશાહ અકબરનો વાલી અને રાજ્યનો સંચાલક. મુઘલયુગનો મહત્વનો અમીર. પૂર્વજો મૂળ ઈરાનમાં વસતા તુર્ક કબીલાના હતા. દાદા થારઅલી અને પિતા સૈફઅલી મુઘલ સમ્રાટ બાબરની સેવામાં હતા (ઈ. સ. 1524માં). તેનો જન્મ થયા પછી ટૂંકસમયમાં પિતાનું અવસાન થતાં બાળપણ…
વધુ વાંચો >બોઝ, ખુદીરામ
બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…
વધુ વાંચો >