ઇતિહાસ – ભારત

તામ્રલિપ્તિ

તામ્રલિપ્તિ : પૂર્વ ભારતમાં ગંગા નદીના મુખ પાસે આવેલું પ્રાચીન અગ્રગણ્ય વાણિજ્યિક કેન્દ્ર તથા દરિયાઈ બંદર. હાલ એ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રૂપનારાયણ નદીના પશ્ચિમ તટ પર આવેલ તામલુક નામે ગામ રૂપે જળવાઈ રહ્યું છે; પરંતુ સમય જતાં દરિયો ત્યાંથી દક્ષિણે દૂર ખસી ગયો છે. નગરના નામ પરથી તેની આસપાસનું…

વધુ વાંચો >

તારાચંદ, ડૉ.

તારાચંદ, ડૉ. (જ. 17 જૂન 1888, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 14 ઑક્ટોબર 1973) : ભારતના એક અગ્રણી ઇતિહાસવિદ. મુનશી કૃપાનારાયણના પુત્ર. દિલ્હીની મિશન સ્કૂલ અને મ્યુર સેન્ટ્રલ કૉલેજ, અલ્લાહાબાદમાં  અભ્યાસ કર્યા બાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીના એમ.એ. તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલૉસૉફી-(ડી.ફિલ)ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ અલ્લાહાબાદની કાયસ્થ પાઠશાળા કૉલેજમાં ઇતિહાસના…

વધુ વાંચો >

તારાબાઈ

તારાબાઈ (જ. 1675; અ. 9 ડિસેમ્બર 1761) : કોલ્હાપુરના છત્રપતિની ગાદીનાં સંસ્થાપિકા. તે હંબીરરાવ મોહિતેની પુત્રી હતાં. તેમનાં લગ્ન છત્રપતિ શિવાજીના નાના પુત્ર રાજારામ સાથે 1683–84માં થયાં હતાં. માર્ચ, 1700માં રાજારામનું મૃત્યુ થયું ત્યારથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ, તારાબાઈએ પોતાના ચાર વર્ષના પુત્રને શિવાજી-બીજાને નામે ગાદી પર બેસાડ્યો. અને…

વધુ વાંચો >

તારીખે દાઊદી

તારીખે દાઊદી : ભારતમાંના અફઘાન શાસનને આવરી લેતો ઇતિહાસનો ગ્રંથ. તેના કર્તા તેમજ તેની રચનાની તારીખ વિશે વિગતવાર માહિતી મળતી નથી, પરંતુ કર્તાના નામ અબ્દુલ્લાહ પરથી તેમજ મુઘલ સમ્રાટ જહાંગીરના તે ઇતિહાસમાંના ઉલ્લેખ પરથી એવું અનુમાન કરી શકાય કે આ ઇતિહાસ જહાંગીર ગાદી પર આવ્યા (1605) પછી લખાયો હશે. સાદી…

વધુ વાંચો >

તારીખે ફિરિશ્તા

તારીખે ફિરિશ્તા (અથવા ‘ગુલશને ઇબ્રાહીમી’) : જહાંગીરના રાજ્યારોહણ (1605) સુધીનો મુસ્લિમ શાસનનો ઇતિહાસ. લેખકનું મૂળ નામ મુલ્લા મુહમ્મદ કાસિમ હિન્દુશાહ અને ઉપનામ ‘ફિરિશ્તા’ હતું. ફિરિશ્તાએ 1606માં ઇતિહાસ લખવાનું શરૂ કર્યું અને 1611માં પૂર્ણ કર્યું. ઇતિહાસ લખતાં પહેલાં તેણે હાથ લાગેલી બધી ઐતિહાસિક સામગ્રીનું અધ્યયન કર્યું હતું. લગભગ 32 કે 35…

વધુ વાંચો >

તારીખે બહાદુરશાહી

તારીખે બહાદુરશાહી (સોળમી સદી) : દિલ્હી સલ્તનતથી માંડીને (ઈ. સ. 1304) સુલતાન બહાદુરશાહના શાસનનો અંત (ઈ. સ. 1526–1537) સુધીનો ઇતિહાસ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક હુસામખાન ગુજરાતી છે. લેખકના આ પુસ્તકની હસ્તપ્રત મળી નથી. ‘મિરાતે સિકંદરી’માં આ ગ્રંથનો ઘણો ઉપયોગ થયેલો છે. હાજી ઉદ્-દબીરે ‘તબકાતે બહાદુરશાહી’ તરીકે અને લેખકના નામ…

વધુ વાંચો >

તારીખે મુબારકશાહી

તારીખે મુબારકશાહી : સુલતાન શિહાબુદ્દીન ઘોરી(1163થી 1205)થી માંડી સૈયદ મુહમ્મદ શાહ બિન ફરીદખાન બિન ખિઝ્રખાનના રાજ્યઅમલના બીજા વર્ષ (1433) સુધીના બનાવો અને ઘટનાઓને આવરી લેતો ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખક યાહિયા બિન એહમદ સરહિન્દી સૈયદ વંશ(1414–1451)ના સમકાલીન ઇતિહાસકાર હતા. આ ગ્રંથની એ વિશિષ્ટતા છે કે મુઘલ કાળના ઇતિહાસકારોએ પણ…

વધુ વાંચો >

તાંજાવુર

તાંજાવુર (તાંજોર) : ભારતના અગ્નિખૂણે આવેલા તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો, જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 10 °48´ ઉ. અ. અને 79° 09´ પૂ. રે.. આ જિલ્લાની ઉત્તરે આરિયાલુર, ઈશાને નાગપટ્ટિનમ્, પૂર્વમાં થિરુવરુર, દક્ષિણે પાલ્કની સામુદ્રધુની, નૈર્ઋત્યે પુડુકોટ્ટાઈ, પશ્ચિમે તિરુચિરાપલ્લી જિલ્લા આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 3476 ચોકિમી. તથા…

વધુ વાંચો >

તિરુવલ્લુવર

તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર.…

વધુ વાંચો >

તિષ્યરક્ષિતા

તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે  શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન…

વધુ વાંચો >