ઇતિહાસ – ભારત

છત્રસાલ

છત્રસાલ (જ. 4 મે 1649, કકર-કચનગામ, બુંદેલખંડ; અ. 4 ડિસેમ્બર 1731) : મુઘલ કાળના પ્રસિદ્ધ બુંદેલા યોદ્ધા અને પન્ના રાજ્યના સંસ્થાપક. બુંદેલા સરદાર ચંપતરાયના ચોથા પુત્ર. બચપણમાં અસ્ત્રસંચાલન, મલ્લયુદ્ધ અને ઘોડેસવારીની તાલીમ લીધી. યુવાન વયે પંવારવંશની કન્યા દેવકુંવર સાથે લગ્ન થયાં. પિતા ચંપતરાયને મુઘલો સાથેની અથડામણને લઈને નિર્વાસિત થઈને સપરિવાર…

વધુ વાંચો >

જગત્તુંગ

જગત્તુંગ : જુઓ ગોવિંદ 3જો

વધુ વાંચો >

જયસ્વાલ, કાશીપ્રસાદ

જયસ્વાલ, કાશીપ્રસાદ (જ. 27 નવેમ્બર, 1881 ઉ. પ્ર.; અ. 4 ઑગસ્ટ 1937) : પ્રસિદ્ધ ઇતિહાસવિદ. કાશીપ્રસાદ જયસ્વાલનું શિક્ષણ મુખ્યત્વે વિલાયતમાં ઑક્સફર્ડમાં થયું. અભ્યાસ દરમિયાન તેમના ત્યાંના અનુભવો વિશે તેઓ હિન્દીમાં લેખો પ્રગટ કરવા લાગ્યા અને ત્યારથી જાણીતા થયા. ત્યાં રહી ચીની ભાષા અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એ.…

વધુ વાંચો >

જરથોસ્તી સન

જરથોસ્તી સન : જુઓ સંવત

વધુ વાંચો >

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું…

વધુ વાંચો >

જશવંતસિંહ મહારાજા

જશવંતસિંહ મહારાજા (જ. ?  અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).…

વધુ વાંચો >

જસ્ટિનિયન–1

જસ્ટિનિયન–1 (જ. 483 ટોરેસિયસ, મેસિડોનિયા; અ. 14 નવેમ્બર, 565 કૉન્સ્ટૅન્ટિનોપલ) : વિખ્યાત બિઝેન્ટાઇન રોમન સમ્રાટ (527–565) અને રોમન ધારા સંહિતાનો રચયિતા. પૂર્ણ નામ : ફ્લેવિઅસ નીસ્ટનિયેનસ. મૂળ નામ : પેટ્રસ સેબેટિયસ હતું. તેના કાકા રોમન સમ્રાટ જસ્ટિને-1(518–527) તેને દત્તક લીધો હતો. જસ્ટિન-1ના મૃત્યુના થોડા મહિના પહેલાં જ તેણે સત્તાનાં સૂત્રો…

વધુ વાંચો >

જહાંગીર બાદશાહ

જહાંગીર બાદશાહ (જ. 30 ઑગસ્ટ 1569 ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627, લાહોર) : મુઘલ બાદશાહ અકબરનો પુત્ર અને બાબરના વંશમાં ચોથો બાદશાહ. મૂળ નામ સલીમ પણ ઈ. સ. 1605ના ઑક્ટોબરની 24મી તારીખે નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીરનું બિરુદ ધારણ કરી આગ્રાના રાજતખ્ત ઉપર એ બેઠો. તે અરબી, ફારસી, સંસ્કૃત અને તુર્કી…

વધુ વાંચો >

જાબાલિપુર (જાલોર)

જાબાલિપુર (જાલોર) : રાજસ્થાનમાં જોધપુરથી લગભગ 120 કિમી. દક્ષિણે આવેલું જાલોર જિલ્લાનું વડું મથક. શક વર્ષ 700 (ઈ. સ. 778)માં ઉદ્યોતનસૂરિએ જાબાલિપુરમાં ‘કુવલયમાલા’ રચી ત્યારે ત્યાં પ્રતીહાર રાજા વત્સરાજનું શાસન પ્રવર્તતું હતું. 10મી સદીમાં ત્યાં માળવાના પરમાર વંશની સત્તા સ્થપાઈ હતી. પરમાર રાજાઓએ બંધાવેલો ટેકરા પર આવેલો જાલોરનો ગઢ 720…

વધુ વાંચો >

જાલોન (Jalaun)

જાલોન (Jalaun) : ઉત્તર પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન તે 26° 09’ ઉત્તર અક્ષાંશ અને 79° 21’ પૂર્વ રેખાંશની આજુબાજુનો 4565 ચોકિમી. જેટલો (પૂર્વ પશ્ચિમ 93 કિમી લંબાઈ અને ઉત્તર-દક્ષિણ 68 કિમી. પહોળાઈ) વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું નામ જિલ્લા મથક જાલોન પરથી પડેલું છે. જિલ્લા મથક જાલોન…

વધુ વાંચો >