ઇતિહાસ – ગુજરાત
કટચ્યુરિ (કલચુરિ) વંશ
કટચ્યુરિ (કલચુરિ) વંશ : દક્ષિણ ગુજરાતનો પ્રાચીન રાજવંશ. ત્રૈકૂટકોની સત્તાનો અસ્ત થતાં સૂરત જિલ્લાના દક્ષિણ ભાગ અને વલસાડ જિલ્લામાં કટચ્યુરિ વંશનું આધિપત્ય પ્રવર્ત્યું. તેમની રાજધાની પ્રાય: માહિષ્મતી હતી ને તે હૈહય જાતિના ગણાતા. દક્ષિણ ગુજરાતના આ કટચ્યુરિ રાજાઓ પરમ માહેશ્વર હતા. આ રાજાઓની વિજયછાવણી, ઉજ્જયિની, વિદિશા અને આનંદપુરમાં હતી. કવિ…
વધુ વાંચો >કડિયા ઉમાકાન્ત
કડિયા, ઉમાકાન્ત (જ. 15 નવેમ્બર 1921, અમદાવાદ; અ. 9 ઑગસ્ટ 1942, અમદાવાદ) : 1942ની ‘હિન્દ છોડો’ ચળવળના ગુજરાતના પ્રથમ શહીદ. તે અમદાવાદના માજી મ્યુનિસિપલ કાઉન્સિલર મોતીલાલ મગનલાલ કૉન્ટ્રાક્ટરના પુત્ર હતા. તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને કૉલેજના વિદ્યાર્થી હતા. તેમને વ્યાયામપ્રવૃત્તિમાં રસ હતો, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે તેમણે પોતાના વિસ્તાર…
વધુ વાંચો >કરવેરા-સત્યાગ્રહ (સુરત)
કરવેરા-સત્યાગ્રહ (સુરત), 1860 : નવા આવકવેરા સામે સૂરતના વેપારીઓએ કરેલો સત્યાગ્રહ. 29 નવેમ્બર 1860ના રોજ સૂરતના વેપારીઓએ સરકાર દ્વારા નવા દાખલ કરવામાં આવેલા આવક-વેરાનો વિરોધ કર્યો. એ દિવસે લગભગ 3,000થી 4,000 જેટલા લોકોએ બુરહાનપુર ભાગોળ પાસે ભેગા મળીને જાહેર કર્યું કે તેઓ આવકવેરાનાં પત્રકો નહિ ભરે અને જ્યાં સુધી આવકવેરો…
વધુ વાંચો >કર્ણદેવ (પહેલો)
કર્ણદેવ (પહેલો) (1064-1094) : ગુજરાતના સોલંકી વંશનો રાજા. એ ભીમદેવ પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. એણે લાટના ચાલુક્ય રાજા ત્રિલોચનપાલને હરાવી નાગસારિકા (નવસારી) મંડલમાં પોતાની સત્તા પ્રસારી. 1074માં ત્યાંના એક ગામનું દાન દીધું. પરંતુ લાટના રાજપુત્ર ત્રિવિક્રમપાલના કાકા જગત્પાલે લાટ પાછું લઈ ત્યાંના ગામનું દાન દીધું (1077). કર્ણદેવે ‘ત્રૈલોક્યમલ્લ’ બિરુદ…
વધુ વાંચો >કર્ણદેવ (વાઘેલો)
કર્ણદેવ (વાઘેલો) (શાસનકાળ 1296થી 1304) : સારંગદેવનો ભત્રીજો અને ઉત્તરાધિકારી. તે કર્ણદેવ 2જો કહેવાય છે. એ 1296માં ગુજરાતની ગાદીએ આવ્યો. એનાથી નારાજ થયેલા માધવ મંત્રીની પ્રેરણાથી દિલ્હીના અલાઉદ્દીન ખલજીના સૈન્યે 1299માં પાટણ પર ચડાઈ કરી. કર્ણદેવ છીંડું પાડી નાસી ગયો, પણ મુસ્લિમ ફોજ પાછી જતાં કર્ણદેવ પાછો ફર્યો ને પાટણનો…
વધુ વાંચો >કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી)
કસ્તૂરભાઈ લાલભાઈ (શેઠશ્રી) (જ. 19 ડિસેમ્બર 1894, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 1980, અમદાવાદ) : શિક્ષણ અને કલા-અનુરાગી, ધર્મનિષ્ઠ લોકહિતેચ્છુ મહાજન મોવડી, કુશળ વિષ્ટિકાર, સફળ ઉદ્યોગપતિ અને દાનવીર. પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ શાળામાં લીધું. રમતગમતમાં વિશેષ રસ. મૅટ્રિકની પરીક્ષામાં સારા ગુણો મેળવી ગુજરાત કૉલેજમાં દાખલ થયા; પરંતુ પિતા લાલભાઈનું અચાનક અવસાન થતાં…
વધુ વાંચો >કાકરગામ
કાકરગામ : બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું ગામ. ‘પ્રબંધચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’માં વનરાજની આરંભિક કારકિર્દીને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગોના સંદર્ભમાં કાકરગામનો પ્રાચીન ઉલ્લેખ આવે છે. એ અનુસાર વનરાજ પોતાના મામા સાથે બધે ધાડો પાડવા લાગ્યો. એક દિવસ કાકરગામમાં એક વણિકને ત્યાં ખાતર પાડી ધન ચોરતાં વનરાજનો હાથ દહીંના વાસણમાં પડ્યો,…
વધુ વાંચો >કાઝી અબ્દુલ વહ્હાબ
કાઝી અબ્દુલ વહ્હાબ : પાટણ(ગુજરાત)ના ખ્યાતનામ મુસ્લિમ વિદ્વાન શેખ મોહમ્મદ તાહિરના પૌત્ર. મુઘલ સમ્રાટ શાહજહાનના સમયમાં પાટણના મુફતી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. ઔરંગઝેબે તેમને પોતાના સૈન્યના કાઝી અને પાછળથી કાઝી-ઉલ-કઝાત (મુખ્ય ન્યાયાધીશ) બનાવ્યા હતા. તે મુસ્લિમ કાયદા ‘ફિક્હ’ના નિષ્ણાત હતા અને પોતાની ફરજો પ્રામાણિકતાથી બજાવતા. કાયદાપાલનની બાબતમાં તેમની સખ્તાઈને…
વધુ વાંચો >કાઝી અહમદ જોધ
કાઝી અહમદ જોધ (જ ?; અ. 1445) : અમદાવાદ શહેરનો પાયો નાખનાર ચાર અહમદો પૈકીના એક. તેમનું નામ અહમદ અને લકબ કુત્બુદ્દીન. તે સુલતાન હાજી હૂદના વંશના હતા. સરખેજના સંત ગંજે અહમદ સાહેબના મુરીદ ને ખલીફા હતા. તેમની કબર પાટણના ખાન સરોવર પાસે છે. તેમના પુત્ર શાહ હસન ફકીહ ગૌસુલ્પરા…
વધુ વાંચો >