ઇતિહાસ – ગુજરાત

મુઝફ્ફરશાહ બીજો

મુઝફ્ફરશાહ બીજો (શાસનકાળ : 1511–1526) : ગુજરાતનો સુલતાન અને મહમૂદશાહ બેગડાનો શાહજાદો. તેણે ઈરાની રાજદૂતને સન્માન સહિત પોતાના દરબારમાં બોલાવી, એની કીમતી ભેટો સ્વીકારી. તેણે ઈડરના રાવ ભીમસિંહને મોડાસા આગળ હરાવી, ઈડર જઈ લૂંટ કરીને મંદિરો તથા મકાનો જમીનદોસ્ત કર્યાં. માંડુથી નાસીને આવેલા સુલતાન મહમૂદશાહ બીજાનો સત્કાર કર્યો. માંડુનો કિલ્લો…

વધુ વાંચો >

મુઝફ્ફરશાહ ત્રીજો

મુઝફ્ફરશાહ ત્રીજો (શાસનકાળ : 1561–1573; અ. 1592) : ગુજરાતનો છેલ્લો સુલતાન. સુલતાન અહમદશાહ ત્રીજાના મૃત્યુ બાદ, તેને વારસ ન હોવાથી, રાજ-રક્ષક તરીકે વહીવટ કરનાર ઇતિમાદખાને શાહી ખાનદાનના નન્નૂ નામના છોકરાને ‘મુઝફ્ફરશાહ ત્રીજા’નો ખિતાબ આપી ગાદીએ બેસાડ્યો. તે સમયે અમીરોનાં અનેક રાજ્યોમાં પ્રદેશ વહેંચાઈ ગયો હતો. અમીરોમાં સત્તા માટે ખેંચતાણ થતી…

વધુ વાંચો >

મુનશી, કનૈયાલાલ માણેકલાલ

મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…

વધુ વાંચો >

મુનસર તળાવ

મુનસર તળાવ : સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીના સ્મરણાર્થે વીરમગામ(જિલ્લો અમદાવાદ)માં બંધાયેલું તળાવ. તે ‘માનસર તળાવ’ તરીકે પણ ઓળખાય છે. સહસ્રલિંગ તળાવ બંધાયું તે જ અરસામાં આ તળાવ બંધાયું હોવાનું મનાય છે. આ તળાવ સહસ્રલિંગની પ્રતિકૃતિ સમાન છે, પરંતુ કદમાં નાનું છે. આ તળાવનો આકાર શંખાકૃતિ જેવો છે. તળાવમાં પાણીની આવજા…

વધુ વાંચો >

મુલ્લા, અલી કારી

મુલ્લા, અલી કારી (જ. –, હિરાત, અફઘાનિસ્તાન; અ. 1605) : મુસ્લિમોના હનફી સંપ્રદાયના વિદ્વાન અને કાયદાશાસ્ત્રી. આધુનિક સમયમાં પણ તેમનાં વિચારો-લખાણોનો લાભ લેવાય છે. તેમની અરબી કૃતિ ‘મિર્કાત’ ઇસ્લામી ધર્મશાસ્ત્રના અભ્યાસ માટે પાયાની કૃતિ ગણાય છે. તેમનું નામ અલી અને તેમના પિતાનું નામ સુલતાન મુહમ્મદ હતું. તેમણે જામે હિરાત નામની…

વધુ વાંચો >

મુલ્લાં, જીવણ

મુલ્લાં, જીવણ : મુઘલ શહેનશાહ ઔરંગઝેબ(1658–1707)ના અધ્યાપક તથા અરબીના વિદ્વાન. તેમણે ‘અલ્-તકસિર અલ્-અહમદિયા ફી બયાન અલ્-આયાત અલ્ શરૈયા’ નામનો ગ્રંથ લખ્યો છે. તેમાં કુરાનની આયાતોમાં જણાવેલા આદેશો તથા પ્રતિબંધો વિશેની સમજૂતી આપી છે. તેમનો બીજો ગ્રંથ ‘નૂર અલ્-અન્વાર’ છે. તેમાં તેમણે નસફીના પ્રસિદ્ધ ગ્રંથ ‘અલ્-અન્વાર’ વિશે ટીકા (ભાષ્ય) લખી છે.…

વધુ વાંચો >

મુસ્તફાબાદ

મુસ્તફાબાદ : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ સ્થાપેલું શહેર. જૂનાગઢના રાજવી રા’ માંડલિકને ઈ. સ. 1469માં હરાવી જૂનાગઢ જીતીને મહમૂદ બેગડાએ જે નવું શહેર વસાવ્યું તે આ. ‘મુસ્તફા’ એટલે ‘અલ્લાહની પ્રસન્નતા પામેલ પયગંબર’ એવો અર્થ થાય છે. આ શહેર તેણે જૂનાગઢ આસપાસના કુદરતી સૌંદર્યથી પ્રસન્ન થઈને જૂનાગઢના તત્કાલીન વસવાટથી દૂર ગિરનારની…

વધુ વાંચો >

મુહમ્મદ અમીનખાન

મુહમ્મદ અમીનખાન (શાસનકાળ : ઈ. સ. 1672–1682) : ઔરંગઝેબે નીમેલો ગુજરાતનો સૂબેદાર. અગાઉ તે મુઘલ દરબારના શ્રેષ્ઠ મનસબદારોમાંનો એક હતો. તેણે સળંગ દસ વર્ષ જેટલો સમય વહીવટ કર્યો તે નોંધપાત્ર ઘટના ગણાય. તેણે મોકલેલા લશ્કરી અધિકારી મુહમ્મદ બહલોલ શેરવાનીએ જંગલમાં નાસી ગયેલા ઈડરના રાવ ગોપીનાથની હત્યા કરી. તેની સૂબેદારી દરમિયાન…

વધુ વાંચો >

મુહમ્મદશાહ, સુલતાન 1લો

મુહમ્મદશાહ, સુલતાન 1લો (રાજ્યઅમલ : 1403–1404) : ગુજરાતનો પ્રથમ સત્તાવાર સુલતાન. દિલ્હી સલ્તનત ઉપર કબજો મેળવવાની તાતારખાનની મહત્વાકાંક્ષા હતી; પરંતુ એના પિતા ઝફરખાને તેને સંમતિ આપી નહિ. આથી તાતારખાને પિતાને અસાવલમાં કેદ કરાવી દીધા. ઈ. સ. 1403ના ડિસેમ્બરથી 1404ના જાન્યુઆરી દરમિયાન ‘મુહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરીને તે પોતે તખ્ત ઉપર બેઠો.…

વધુ વાંચો >

મુહમ્મદશાહ, સુલતાન 2જો

મુહમ્મદશાહ, સુલતાન 2જો (રાજ્યઅમલ : 1442–1451) : ગુજરાતનો સુલતાન. સુલતાન અહમદશાહ પછી એનો સૌથી મોટો શાહજાદો મુહમ્મદખાન ‘ગિયાસુદ દુનિયા વ દીન મુહમ્મદશાહ’ ખિતાબ ધારણ કરી તખ્ત-નશીન થયો. ગુજરાતના હિંદુ રાજાઓને શરણે લાવવાનું પિતાનું અધૂરું કાર્ય તેણે ચાલુ રાખ્યું. ઈ. સ. 1446માં એણે ઈડરના રાજ્ય ઉપર ચડાઈ કરી. મુસ્લિમ તવારીખ પ્રમાણે…

વધુ વાંચો >