ઇતિહાસ – ગુજરાત
મહેતા, મણિભાઈ જશભાઈ
મહેતા, મણિભાઈ જશભાઈ (જ. 1844, નડિયાદ; અ. 1900, પેટલાદ) : કચ્છ તથા વડોદરા રાજ્યના દીવાન. પિતા જશભાઈ હરિભાઈ મહેતા લોકપ્રિય ફોજદાર હતા. માતા ગંગાબા કુશળ ગૃહિણી હતાં. તેમના ભક્તિભાવના સંસ્કારોએ બાળક મણિભાઈને પ્રભાવિત કર્યા. મહુધા, નડિયાદ અને પેટલાદમાં અભ્યાસ કરીને મૅટ્રિક થયા. 18 વર્ષની વયે પોતાની જ શાળામાં મદદનીશ શિક્ષક…
વધુ વાંચો >મહેતા, મનુભાઈ નંદશંકર (સર)
મહેતા, મનુભાઈ નંદશંકર (સર) (જ. 22 જુલાઈ 1868, સૂરત; અ. 1946, મુંબઈ) : વડોદરા અને બીકાનેર રાજ્યના મુખ્ય દીવાન, વિચક્ષણ અને વિદ્વાન રાજપુરુષ. વડનગરા નાગર બ્રાહ્મણ. પિતા ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક રાવબહાદુર નંદશંકર તુળજાશંકર મહેતા. તેઓ પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા માટે જાણીતા તથા વિદ્યાવ્યાસંગી અને સંસ્કારી હતા. પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં.…
વધુ વાંચો >મહેતા, રમણલાલ નાગરજી
મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા…
વધુ વાંચો >મહેતા, શારદાબહેન
મહેતા, શારદાબહેન (જ. 26 જૂન 1882, અમદાવાદ; અ. 13 નવેમ્બર 1970) : સમાજસુધારક, સ્વાતંત્ર્યસૈનિક, મહિલા-ઉત્કર્ષનાં પ્રણેતા. શિક્ષિત મધ્યમ વર્ગના નાગર પરિવારમાં જન્મેલાં શારદાબહેનના પિતા તે ગોપીલાલ મણિલાલ ધ્રુવ. તેમની માતા બાળાબહેન ગુજરાતના પ્રસિદ્ધ સામાજિક સુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનાં પૌત્રી હતાં. શારદાબહેને 1897માં મૅટ્રિક અને 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી વિષયો…
વધુ વાંચો >મહેતા, (ડૉ.) સુમંતભાઈ
મહેતા, (ડૉ.) સુમંતભાઈ (જ. 1 જુલાઈ 1877, સૂરત; અ. 15 ડિસેમ્બર 1968) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર કાર્યકર, સમાજસુધારક. તેમનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગર બ્રાહ્મણ પરિવારમાં. પિતા ડૉ. બટુકરામ શોભારામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમની માતા ડાહીગૌરી સૂરતના સંસ્કારી પરિવારનાં સભ્ય હતાં. સુમંતભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા…
વધુ વાંચો >મહેમદાવાદ
મહેમદાવાદ : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 44´થી 22° 57´ ઉ. અ. અને 72° 35´થી 73° 00´ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમદાવાદ જિલ્લાની સીમા; ઈશાનમાં ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણે નડિયાદ તાલુકો;…
વધુ વાંચો >મંકણિકા
મંકણિકા : એક પ્રાચીન નગરી. કટચ્ચુરિ રાજા તરલસ્વામીએ કલચુરી (સંવત 346) ઈ. સ. 595માં એક ભૂમિદાન કરેલું, તેના દાનશાસનમાં આ નગરીનો નિર્દેશ આવે છે. આ નગરી તે હાલ વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલું માંકણી નામે ગામ છે, જ્યાંથી આ દાનશાસનનું પહેલું પતરું મળ્યું છે. એનું બીજું પતરું પણ સંખેડા તાલુકામાંથી…
વધુ વાંચો >માણસા
માણસા : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ.અ. અને 72° 40´ પૂ. રે. તે તાલુકામથક વિજાપુરથી નૈર્ઋત્યમાં 22 કિમી.ને અંતરે આવેલું છે. માણસા દરિયાથી દૂર, કર્કવૃત્તની નજીક આવેલું હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં મે માસમાં તેનું મહત્તમ અને લઘુતમ સરેરાશ…
વધુ વાંચો >માણસા સત્યાગ્રહ
માણસા સત્યાગ્રહ (1938) : જમીન-મહેસૂલનો ગેરવાજબી વધારો દૂર કરાવવા માટે માણસાના ખેડૂતોએ કરેલો સત્યાગ્રહ. હાલના મહેસાણા જિલ્લામાં આવેલ માણસા આઝાદી પહેલાં ચાવડા વંશના રજપૂત રાજાઓનું ત્રીજા વર્ગનું રાજ્ય હતું. માણસા રાજ્યમાં મહેસૂલની દરેક આકારણી વખતે વધારો કરવામાં આવતો. 1937માં થયેલી આકારણીમાં બેથી અઢીગણો વધારો કરવામાં આવ્યો, જે ખેડૂતો માટે ઘણો…
વધુ વાંચો >માણાવદર
માણાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 30´ ઉ. અ. અને 70° 08´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 592 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં…
વધુ વાંચો >