ઇતિહાસ – ગુજરાત
મહારાજ લાયબલ કેસ
મહારાજ લાયબલ કેસ (ઈ. સ. 1861) : વલ્લભ સંપ્રદાયમાં પ્રવેશેલાં અનિષ્ટોમાંથી સર્જાયેલો અભૂતપૂર્વ બદનક્ષીનો મુકદ્દમો. આ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીઓનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર પણ કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલુ રહી હતી. કરસનદાસ…
વધુ વાંચો >મહારાજા અજિતસિંહ
મહારાજા અજિતસિંહ : મુઘલ બાદશાહ ફર્રુખસિયરના ગુજરાતના સૂબેદાર (1715–17 અને 1719–21). ગુજરાતમાં શાહજાદા મુહમ્મદ આઝમશાહની સૂબેદારી દરમિયાન દુર્ગાદાસની આગેવાની નીચે બાદશાહ ઔરંગઝેબે રાઠોડો સાથેનું સમાધાન સ્વીકાર્યું હતું; પરંતુ મહારાજા અજિતસિંહને પોતાને મળેલી જાગીરોથી સંતોષ નહોતો. તેઓ મારવાડનું સમગ્ર રાજ્ય જીતી લેવા આતુર હતા. સુજાતખાનના અવસાન(ઈ. સ. 1701)થી એમના પર રહેલો…
વધુ વાંચો >મહારાજા જશવંતસિંહ
મહારાજા જશવંતસિંહ (ઈ. સ. 1659–62 અને 1670–72) : જોધપુરના મહારાજા અને ઔરંગઝેબના ગુજરાતના સૂબેદાર. શાહજહાંના નાના પુત્ર મુરાક્ષના સમય(ઈ. સ. 1657)માં જોધપુરના મહારાજા જશવંતસિંહ માળવાના સૂબેદાર નિમાયેલા. ઈ. સ. 1659માં ઔરંગઝેબે ગુજરાતની સૂબેદારી મહારાજા જશવંતસિંહને સોંપી. દખ્ખણમાં શિવાજી સામે કામગીરી કરી રહેલા શાઇસ્તખાનને મદદ કરવા અને સોરઠના ફોજદાર કુત્બુદ્દીનને નવો…
વધુ વાંચો >મહુવા
મહુવા : ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં મહુવા શહેર ઉપરાંત 130 જેટલાં ગામ આવેલાં છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 2,39,645…
વધુ વાંચો >મહેતા, કલ્યાણજીભાઈ
મહેતા, કલ્યાણજીભાઈ (જ. 7 નવેમ્બર 1890, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 11 જુલાઈ 1973, સૂરત) : સ્વાતંત્ર્ય-સેનાની, સમાજસેવક, મુંબઈ અને ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ. કલ્યાણજી પટેલના પિતા વિઠ્ઠલભાઈ સમૃદ્ધ ખેડૂત અને વેપારી હતા. તેમના મોટા ભાઈ કુંવરજી નામાંકિત સમાજસુધારક અને રાષ્ટ્રવાદી કાર્યકર હતા. કલ્યાણજીએ વાંઝની પ્રાથમિક શાળામાં અને અમદાવાદની પ્રેમચંદ…
વધુ વાંચો >મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ
મહેતા, કુંવરજી વિઠ્ઠલભાઈ (જ. 1886, વાંઝ, તા. ચોર્યાસી, જિ. સૂરત; અ. 18 ફેબ્રુઆરી 1982, મુંબઈ) : સૂરત જિલ્લાના લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત, સમાજસુધારક. વાંઝ ગામે અભ્યાસ કરીને ત્યાં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા. બંગભંગની ચળવળ (1905) વખતથી તેઓ દેશસેવા કરવા લાગ્યા અને સ્વદેશી પ્રચારનું કાર્ય શરૂ કર્યું. 1907માં સૂરતમાં ભરાયેલા…
વધુ વાંચો >મહેતા, ગિરધરલાલ દયારામ
મહેતા, ગિરધરલાલ દયારામ (જ. 5 સપ્ટેમ્બર 1879, માળવા; અ. 18 જાન્યુઆરી 1966, વિસનગર) : ઉત્તર ગુજરાતના જાણીતા સમાજસેવક. વિસનગરના નાગર પરિવારમાં જન્મેલા ગિરધરલાલ પિતાના દ્વિતીય પુત્ર હતા. પ્રાથમિક શિક્ષણ આબુ અને વિસનગરમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવીને 1896માં તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ત્યારપછી સરકારી કૉલેજમાં દાખલ થયા, પરંતુ કુટુંબની…
વધુ વાંચો >મહેતાજી, દુર્ગારામ
મહેતાજી, દુર્ગારામ (જ. 1809; અ. 1876, સૂરત) : ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક, સુધારકોમાં અગ્રેસર. તેઓ વડનગરા નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ સૂરતમાં લીધું અને તે પછી મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં તાલીમ લઈને ત્યાંથી પાછા ફરી 1826માં સૂરતમાં તેઓ શિક્ષક બન્યા. મુંબઈના વસવાટ દરમિયાન તેમના ઉપર પોતાના સમયના સુધારક…
વધુ વાંચો >મહેતા, જીવરાજ (ડૉ.)
મહેતા, જીવરાજ (ડૉ.) : (જ. 29 ઑગસ્ટ 1887, અમરેલી, ગુજરાત; અ. 7 નવેમ્બર 1978, મુંબઈ) : કુશળ તબીબ, સંનિષ્ઠ રાજનીતિજ્ઞ અને ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન. પિતા નારાયણ મહેતા. માતા ઝમકબહેન મહેતા. અંધ પિતામહીએ પણ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાવું પડે તેવી ગરીબીમાં તેમનો જન્મ થયો હતો. કિશોરાવસ્થા દરમિયાન અમરેલીના સિવિલ સર્જન ડૉ.…
વધુ વાંચો >મહેતા, બળવંતરાય
મહેતા, બળવંતરાય (જ. 19 ફેબ્રુઆરી 1899, ભાવનગર, સૌરાષ્ટ્ર; અ. 19 સપ્ટેમ્બર, 1965, કચ્છ) : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની. બળવંતરાયનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં ઘોઘારી દશા પોરવાડ વૈશ્ય જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા ગોપાળજી ત્રિભુવનદાસ ભાવનગર રાજ્યની રેલવેમાં નોકરી કરતા હતા. તેમણે ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને…
વધુ વાંચો >