ઇટાલિયન સાહિત્ય
આવાં ગાર્દ
આવાં ગાર્દ (Avant Garde) : કલા અને સાહિત્યના ઇતિહાસમાં વપરાતી સંજ્ઞા. મૂળે આ સંજ્ઞા યુદ્ધક્ષેત્રમાંથી આવેલી છે. ઇટાલિયનમાં ‘અવાન્તિ’ અને ફ્રેન્ચમાં ‘આવાં’નો અર્થ છે ‘મોખરે’. ‘મોખરે રહેતા સૈનિક’ સંદર્ભે પ્રયોજાતી આ સંજ્ઞા ઓગણીસમી સદીની છેલ્લી પચ્ચીસીમાં યુદ્ધક્ષેત્રમાંથી ખસીને સાંસ્કૃતિક અને રાજકીય ક્ષેત્રે પ્રવેશીને, ક્રમશ: કલા અને સાહિત્યના ક્ષેત્રમાં સ્થિર થયેલી…
વધુ વાંચો >ઇટાલિયન ભાષા અને સાહિત્ય
ઇટાલિયન ભાષા અને સાહિત્ય : ભારત-યુરોપીય ભાષા-પરિવારની રોમાન્સ ઉપજૂથની ઇટાલિક ભાષાઓમાંની એક ભાષા અને તેનું સાહિત્ય. આજે તે ઇટાલીની અને સાન મેરીનોની વહીવટી અને અધિકૃત ભાષા છે. તે ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં જે કેટલીક અધિકૃત ભાષાઓ છે તેમાંની પણ તે એક છે. ઇટાલીમાં લગભગ સાડા પાંચ કરોડ લોકો, સાન મેરીનોમાં અંદાજે વીસ…
વધુ વાંચો >ઉંગારેત્તિ જ્યુસેપ
ઉંગારેત્તિ, જ્યુસેપ (જ. 10 ફેબ્રુઆરી 1888, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 1 જૂન 1970, મિલાન) : ઇટાલિયન કવિ. સાહિત્યના નોબેલ પારિતોષિકવિજેતા ઇટાલિયન કવિઓ યૂજેન મોન્તાલે અને ક્વાસીમોદો સાથે ઉંગારેત્તિ આધુનિક નવીન ઇટાલિયન કવિતા અને ‘હર્મેટિક’ આંદોલનના ઘડવૈયા ગણાય છે. તે 24 વર્ષના થયા ત્યાં સુધી ઍલેક્ઝાંડ્રિયામાં વસતા હતા. 1912માં તે પૅરિસ આવ્યા અને…
વધુ વાંચો >ઍન્તૉનિયોની માઇકલએન્જેલો
ઍન્તૉનિયોની માઇકલએન્જેલો (જ. 29 સપ્ટેમ્બર 1912, ફેરારા, ઇટાલી; અ. 20 જુલાઈ 2007, રોમ, ઇટાલી) : ઇટાલિયન ફિલ્મસર્જક. બૉલોના યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સાથે 1935માં સ્નાતક થયા. કારકિર્દીની શરૂઆત વર્તમાનપત્ર માટેનાં લખાણોથી થઈ. શરૂઆતમાં મેન્ટલ હૉસ્પિટલ ઉપર એક વૃત્તચિત્ર બનાવવાનો પ્રયત્ન કર્યો. 1935થી 1939 સુધી બૅન્કમાં નોકરી કરી. 1939માં રોમમાં વસવાટ…
વધુ વાંચો >કાર્દૂચી, જૉઝૂએ
કાર્દૂચી, જૉઝૂએ (જ. 27 જુલાઈ 1835, વાલ દિ કાસ્તેલ્લો, પિસા નજીક, ડચી ઑવ્ લુક્કા, ઇટાલી; અ. 16 ફેબ્રુઆરી 1907, બોલોના, ઇટાલી) : ઇટાલિયન કવિ. 1906ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા ડૉ. માઇકેલ કાર્દૂચી ડૉક્ટર અને ઇટાલીની એકતા માટેના છૂપા રાજકીય સંગઠનના સભ્ય હતા. માતા બુદ્ધિશાળી અને આધુનિક વિચારમાં સન્નારી…
વધુ વાંચો >કેવલકાન્તી – ગ્વિદો
કેવલકાન્તી, ગ્વિદો (જ. સંભવત: 1255; અ. 1300) : ઇટાલીના પ્રસિદ્ધ કવિ અને સક્રિય રાજકારણી. ફ્લૉરેન્સમાં રાજકીય શાન્તિ સ્થાપવાના ઉદ્દેશથી 1267માં વિરોધી પક્ષની કન્યા બિયાટ્રિસ દેગ્લી સાથે લગ્ન કર્યાં. 1280માં કાર્દિનલ લૅટિનો દ્વારા શાન્તિ સંઘના સભ્ય બન્યા. 1283થી પ્રસિદ્ધ મહાકવિ ડૅન્ટી સાથે મૈત્રી સધાઈ. 1284માં ગ્રાન્ડ કાઉન્સિલના અને ગ્વેલ્ફ પક્ષના સભ્ય…
વધુ વાંચો >ક્વાસીમોદો, સાલ્વાતોર
ક્વાસીમોદો, સાલ્વાતોર (જ. 20 ઑગસ્ટ 1901, મોદિકા, ઇટાલી; અ. 14 જૂન 1968, નેપલ્સ) : નોબેલ પુરસ્કારવિજેતા, ઇટાલિયન કવિ, વિવેચક તથા અનુવાદક. મૂળે તે ગૂઢવાદી કવિજૂથના અગ્રેસર હતા; પણ બીજા વિશ્ર્વયુદ્ધ પછી તે આધુનિક સામાજિક સમસ્યાઓ વિશે લખનારા પ્રભાવશાળી કવિ બની રહ્યા. 1959માં તેમને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો. જન્મ રેલ-કર્મચારીના…
વધુ વાંચો >ક્વૉ વાદિ (નિર્માણવર્ષ 1951)
ક્વૉ વાદિ (નિર્માણવર્ષ 1951) : નોબેલ પુરસ્કાર વિજેતા પૉલિશ સાહિત્યકાર હેન્રિક શેનક્યેવીચ- (1846-1916)ની લોકપ્રિય નવલકથા પરથી તૈયાર થયેલ સિનેકૃતિ. રોમન સમ્રાટ નીરોનું વિલાસિતામય સત્તાશોખીન શાસન અને લઘુમતી યહૂદીઓના ખ્રિસ્તી સંપ્રદાયની સ્થાપના પછીનાં આરંભનાં કુરબાનીનાં વર્ષોના સંક્રાન્તિકાળને મૂર્ત સ્વરૂપ આપતી મહત્વની સિનેકૃતિ. આ સિનેકૃતિ ભૂતકાળમાં ત્રણ વાર સર્જાઈ ચૂકી છે. સર્વપ્રથમ…
વધુ વાંચો >ડિવાઇન કૉમેડી, ધ
ડિવાઇન કૉમેડી, ધ : ઇટાલિયન કવિ ડૅન્ટી ઍલિગિરી(1265–1321)નું રચેલું વિશ્વસાહિત્યનું મહાકાવ્ય. 14000 પંક્તિનું આ કાવ્ય નરકલોક, શુદ્ધિલોક અને સ્વર્લોક નામક ત્રણ ખંડ તથા 100 સર્ગમાં વહેંચાયેલું છે. 1300થી 1320 દરમિયાન પોતાના આયુના ઉત્તરાર્ધમાં કવિએ આ કાવ્ય આરંભ્યું અને પૂરું કર્યું. કાવ્યનાયક તરીકે કવિ પોતે હોઈ, કેટલાકને મતે આ પરંપરાગત મહાકાવ્ય…
વધુ વાંચો >