આયુર્વેદ
અભયારિષ્ટ
અભયારિષ્ટ : આયુર્વૈદિક ઔષધ. હરડે, કાળી દ્રાક્ષ, વાવડિંગ અને મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવી ગાળી તેમાં ગોળ તથા ગોખરુ, નસોતર, ધાણા, ધાવડીનાં ફૂલ, ઇન્દ્રવારુણીનાં મૂળ, ચવક, વરિયાળી, સૂંઠ, દંતીમૂળ અને મોચરસનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી રાખી મૂકવાથી આ ઔષધ તૈયાર થાય છે. 10 થી 20 ગ્રામની…
વધુ વાંચો >અમૃતા ગુગ્ગુલુ
અમૃતા ગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધ. ગળો 3 ભાગ તથા ગૂગળ, હરડે, બહેડાં, આંબળાં અને સાટોડી; દરેક એક એક ભાગ લઈ તેનો ક્વાથ તૈયાર કરી, ગાળીને તેને ફરી પકવતાં ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં દંતીમૂળ, ચિત્રકમૂળ, પીપર, સૂંઠ, હરડે, બહેડાં, આંબળાં, ગળો, તજ, વાવડિંગ અને નસોતરનું ચૂર્ણ મેળવી એક એક ગ્રામની…
વધુ વાંચો >અમૃતાદિ ક્વાથ
અમૃતાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. ગળો, સૂંઠ, આંબળાં, અશ્વગંધા અને ગોખરુ સરખે ભાગે લઈ અધકચરાં ખાંડી તૈયાર થયેલા મિશ્રણમાંથી બેથી ચાર તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમો ભાગ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ક્વાથ તૈયાર કરવામાં આવે છે. તેને બેથી ચાર તોલાની માત્રામાં પાણી સાથે શૂળ અને મૂત્રકૃચ્છ્ર…
વધુ વાંચો >અમૃતારિષ્ટ
અમૃતારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. લીમડાની ગળો એક ભાગ તથા દશમૂળ એક ભાગ, તેનો દસગણા પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ગોળ ત્રણ ભાગ તથા જીરું, પિતપાપડો, સપ્તપર્ણની છાલ, સૂંઠ, મરી, લીંડીપીપર, નાગરમોથ, નાગકેસર, કડુ, અતિવિષની કળી અને ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવી માટીના વાસણમાં એક મહિના સુધી બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે…
વધુ વાંચો >અમ્લપિત્ત
અમ્લપિત્ત (આયુર્વેદ) : આહારમાંથી ઉત્પન્ન થતું વિષ પિત્ત સાથે ભળતાં પેદા થતું દર્દ. ખારા, ખાટા, તીખા અને દાહ કરે તેવા ભોજનના વધુ ઉપયોગની ટેવ; વિરુદ્ધ આહારની ટેવ; વાસી, ખાટું, ખરાબ ભોજન; ખૂબ તાપ-તડકામાં રખડપટ્ટી; ખોટા ઉજાગરા; શરદ ઋતુનો પ્રભાવ; માદક પદાર્થોનાં વ્યસન વગેરેથી પિત્તદોષ વિદગ્ધ (કાચો-પાકો) થાય છે અને તેને…
વધુ વાંચો >અરડૂસો
અરડૂસો (અરલવો, મોટો અરડૂસો) : દ્વિદળી વર્ગના સીમારાઉબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ailanthus excelsa Roxb (સં. महानिम्ब, आरलु, महावृक्ष; હિં. महानिम्ब; મ. મહારૂખ; અં. એઇલેન્ટો) છે. મહાકાય, ખૂબ ઝડપથી વધનારું, અત્યંત ઓછી કાળજી માગી લેતું, વિશાળ છાયાવાળું વૃક્ષ. 10થી 15 મી. ઊંચાઈ. થડ અને ડાળીઓનો રંગ ફિક્કો પીળો,…
વધુ વાંચો >અરણી
અરણી : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ lerodendron multiflorum (Burm. f.) O. Ktze. Syn. C. phlomidis L. (સં. अरणिक, अग्निमन्थ, वातघ्न, હિં. अरनी, अगेथु, गणियारी; મં. ટાકળી, નરવેલ; અં. ટ્યૂબ ફ્લાવર) છે. ઇન્દ્રધનુ, સાગ, સેવન, નગોડ વગેરે તેનાં સહસભ્યો છે. વાડમાં ઊગતો નાનો ક્ષુપ. ત્રિકોણાભ (deltoid),…
વધુ વાંચો >અરીઠી/અરીઠો
અરીઠી/અરીઠો : દ્વિદળી વર્ગના સૅપિંડેસી કુળની એક વનસ્પતિ. તેની બે જાતિઓ છે : (1) Sapindus mukorossi Gaertn. (ઉત્તર ભારતનાં અરીઠાં) અને (2) S. trifoliatus Linn syn. S. laurifolius Vahl. (સં. अरिष्ट, अरिष्टक, फेनिल, गर्भपातनमंगल्य; હિં. रिठा ગુ., દક્ષિણ ભારતનાં અરીઠાં.) કાગડોળિયાનાં વેલ. લીચી, ડોડોનિયા વગેરે તેનાં સહસભ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં…
વધુ વાંચો >અર્જુન (2)
અર્જુન (2) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia arjuna (Roxb.) W. & A. (સં. अर्जुन; હિં. – अर्जुना; મ. અર્જુન સાદડા, બંર્જુનગાછ; ગુ. અર્જુન, અર્જુન સાજડ) છે. T. tomentosa W & A syn. T. alata Heyne ex. Roth. નો પણ આર્યભિષક્માં ‘અર્જુન સાજડ’ કે ‘અર્જુન’…
વધુ વાંચો >