આયુર્વિજ્ઞાન
આઘાત
આઘાત (shock) : તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર માગી લેતું લોહીના ભ્રમણનું બંધ થવું કે ખૂબ ઘટી જવું તે. શરીરમાંના લોહીના ભ્રમણને રુધિરાભિસરણ (blood circulation) કહે છે. તેનો ભંગ થવાથી શરીરના કોષોને જીવનજરૂરી દ્રવ્યો મળતાં બંધ થાય છે. તે કોષોમાંનાં હાનિકારક દ્રવ્યો ત્યાં જ પડી રહે છે. પરિણામે કોષપટલો(cell membranes)ની કાર્યક્ષમતા ઘટે…
વધુ વાંચો >આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય
આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય (anaphylactic shock) : થોડીક જ મિનિટમાં સખત ઍલર્જીને કારણે થતું લોહીના ભ્રમણનું ભંગાણ. તેને તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય આઘાત પણ કહે છે. ઈસુ ખ્રિસ્તથી 2,6૦૦ વર્ષ પહેલાં, ઇજિપ્તનો રાજા મેનેસ ભમરાના ડંખથી તત્કાલ મૃત્યુ પામ્યો હતો તે કદાચ આ વિકારનો સૌપ્રથમ નોંધાયેલો દાખલો છે. નોબેલ પારિતોષિકવિજેતાઓ રિચેટ અને પૉર્ટિયરે…
વધુ વાંચો >આઘાતની ઔષધચિકિત્સા
આઘાતની ઔષધચિકિત્સા (drug therapy of shock) : આઘાતની ઔષધો વડે સારવાર. આઘાતની ઔષધચિકિત્સા માટે વિવિધ ઔષધો ઉપયોગી છે. ઔષધો વડે લોહીનું દબાણ જાળવી રાખી શકાય છે, હૃદયની કામગીરીમાં તકલીફ ઊભી થયેલી હોય તો તેને સુધારી શકાય છે, ચેપને કારણે આઘાત થયો હોય તો ચેપકારી જીવાણુઓનો નાશ કરી શકાય છે, તીવ્ર…
વધુ વાંચો >આઘાત, સપૂયરુધિરતાજન્ય
આઘાત, સપૂયરુધિરતાજન્ય (septicaemic shock) : જીવાણુઓ(bacteria)ના વિષથી લોહીના ભ્રમણમાં ઊભી થતી તકલીફ. જીવાણુઓના અભિરંજન(staining)ની વૈજ્ઞાનિક ગ્રામની પદ્ધતિમાં અભિરંજિત ન થતા, ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુઓનું અંત:વિષ (endotoxin) જ્યારે લોહીમાં પ્રવેશે ત્યારે રુધિરાભિસરણમાં ખલેલ પડે છે અને પેશીઓને મળતા લોહીનો પુરવઠો ઘટે છે. ક્યારેક ગ્રામ-અભિરંજિત (gram-positive) જીવાણુઓ પણ આવી પરિસ્થિતિ સર્જે છે. મહદ્…
વધુ વાંચો >આઘાત, હૃદયજન્ય
આઘાત, હૃદયજન્ય (cardiogenic shock) : હૃદયના વિકારને કારણે ઘટી ગયેલા લોહીના દબાણનો વિકાર. હૃદયના વિવિધ રોગોમાં આ પરિસ્થિતિ સર્જાય છે; દા. ત., હૃદયરોગનો હુમલો (acute myocardial infarction), હૃદ્સ્નાયુશોથ (myocarditis), પ્રાણવાયુ-અલ્પતા (hypoxia), અમ્લતા (acidosis), હૃદયના વાલ્વ(કપાટ)ની ખામી, હૃદયના પડદામાં છિદ્ર પડવું, પેપિલરી સ્નાયુનું ફાટવું, હૃદયની અતિ ઝડપી, અતિ ધીમી કે અનિયમિત…
વધુ વાંચો >આધાશીશી
આધાશીશી (migraine) : માથાના અર્ધ ભાગમાં થતો દુખાવો. તેને અર્ધશીર્ષપીડા (hemicrania) પણ કહે છે. માથું દુખવું એ એક સામાન્ય ફરિયાદ છે. મોટેભાગે તેમાં ગંભીર રોગ હોતો નથી. પણ કોઈક દર્દી એવો હોય જેમાં મગજમાં ગાંઠ (brain tumour) જેવી ભયંકર બીમારી નીકળી આવે એટલે બધા જ દર્દીઓને ખૂબ ઝીણવટથી તપાસવામાં આવે…
વધુ વાંચો >આનુવંશિકતા અને જનીનવિદ્યા
આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…
વધુ વાંચો >આપઘાત
આપઘાત : ઇરાદાપૂર્વક પોતાના જીવનનો અંત લાવવાની ક્રિયા અથવા સ્વયં અકુદરતી રીતે વહોરેલું મૃત્યુ. આપઘાત એ વ્યક્તિગત અને સામાજિક ગુનો બને છે. ભારત સંવિધાનનો આ એકમાત્ર એવો ગુનો છે કે જેની અપૂર્ણતા સજાને પાત્ર છે. આપઘાત કરાવવો અથવા કરવા પ્રેરવું તે પણ ફોજદારી ગુનો છે. બળી મરવું, ઝેર પીવું, ડૂબી…
વધુ વાંચો >આમાપન
આમાપન (Assay) (આયુર્વિજ્ઞાન) : મિશ્રણમાંના કોઈ એક દ્રવ્યનું પ્રમાણ નક્કી કરવું તે. આ દ્રવ્ય ઔષધ, અંત:સ્રાવ (hormone), ધાતુતત્વ, પ્રોટીન, ઉત્સેચક (enzyme) કે વિષ હોઈ શકે. આમાપન બે પ્રકારનાં હોય છે : (1) મિશ્રણમાંનાં દ્રવ્યોનું વિશ્લેષણ (analysis) કરી કોઈ ચોક્કસ દ્રવ્યનું પ્રમાણ જાણવું. (2) જ્ઞાત દ્રવ્ય સાથે સરખામણી કરીને બીજા દ્રવ્યની…
વધુ વાંચો >આયોડિન (આયુર્વિજ્ઞાન)
આયોડિન (આયુર્વિજ્ઞાન) : શરીરમાં રહેલા કુલ આશરે 20થી 25 મિગ્રા. (157-197 માઇક્રોમોલ) જેટલા આયોડિનમાંનું લગભગ બધું જ આયોડિન ગલગ્રંથિ(thyroid gland)માં હોય છે. તે ગલગ્રંથિના અંત:સ્રાવો ઉત્પન્ન કરવામાં વપરાય છે. સામાન્ય માણસને દરરોજ 15૦ માઇક્રોગ્રામ (1.18 માઇક્રોમોલ) આયોડિનની અથવા 197 માઇકોગ્રામ પોટૅશિયમ આયોડાઇડની જરૂર પડે છે. આયોડિન ધરાવતા મુખ્ય આહારી પદાર્થોને…
વધુ વાંચો >