અર્થશાસ્ત્ર
વલણ-પૃથક્કરણ
વલણ-પૃથક્કરણ : નિશ્ચિત સમયગાળા દરમિયાન બનેલી શ્રેણીબંધ ઘટનાઓએ પકડેલા માર્ગનું વિશ્લેષણ. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ કેટલીક ઘટનાઓની હારમાળા સર્જાય છે અને તે એક તરફની ચોક્કસ દિશા પકડે છે. દા. ત., કોઈ એક ચીજના એક નંગના ભાવ ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂ. 5, બીજા વર્ષે…
વધુ વાંચો >વસ્તી
વસ્તી પૃથ્વી પર વસવાટ કરતી જનસંખ્યા. વીસમી સદીમાં વિશ્વના દેશોએ બે વિશ્વયુદ્ધો જોયાં, તેની ગંભીરતા જાણી અને અનુભવી. અનેક દેશોને ઓછુંવત્તું સહન કરવું પડ્યું. શાંતિ જાળવી રાખવામાં યુદ્ધ કેટલું નુકસાનકારક છે તેનો પણ ખ્યાલ આવ્યો. અણુબૉમ્બથી થયેલી ખુવારી તેમજ તેની દૂરગામી અસરો જોયા પછીથી વિશ્વના દેશો યુદ્ધનો વિરોધ કરતા રહ્યા…
વધુ વાંચો >વસ્તીવિદ્યા (Demography)
વસ્તીવિદ્યા (Demography) : જીવન-મરણ, આરોગ્ય, વગેરે અંગેનું આંકડાશાસ્ત્ર. તે માનવવસ્તીના આંકડાશાસ્ત્ર (demography) તરીકે જાણીતું છે. તેમાં જન્મ-મરણના દર ઉપરાંત લોકોની હેરફેર અને વસ્તીના ફેરફાર પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. 1. વસ્તીવિદ્યાનો ઇતિહાસ અને તેનાં લક્ષણો : પૃથ્વી પર છેલ્લાં વીસથી પચીસ લાખ વર્ષોથી માનવજાતિ વસે છે…
વધુ વાંચો >વસ્તી (પરિસ્થિતિવિદ્યા)
વસ્તી (પરિસ્થિતિવિદ્યા) સજીવની કોઈ એક જાતિનો સમૂહ. કોઈ પણ સજીવની વસ્તીનો પરિસ્થિતિવિદ્યાની દૃષ્ટિએ પણ અભ્યાસ કરવામાં આવે છે; જેમાં એક જ જાતિઓની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે સમુચ્ચયન (aggregation), સજીવનું આંતર-અવલંબન તેમજ વિવિધ પરિબળો કે જે આ પ્રક્રિયાઓ પર અસર કરે છે, તેમનો અભ્યાસ કરવામાં આવે છે. તે આધુનિક પરિસ્થિતિવિદ્યાનું અગત્યનું…
વધુ વાંચો >વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા
વસ્તુ-ઉત્પાદન અને વિકાસ-પ્રક્રિયા વસ્તુની પરિકલ્પનાથી આરંભ કરી તેને ગ્રાહકોના સ્વીકાર સુધી લઈ જવાની પ્રક્રિયા. ગ્રાહકની માંગ સંતોષવા પ્રસ્તુત કરવામાં આવેલ પાર્થિવ (tangible) કે ઇન્દ્રિયાતીત (intangible) વસ્તુ, સાકાર, સેવારૂપ, સંગઠન, કલ્પના, વિચાર કે વ્યક્તિત્વ – એમાંથી કાંઈ પણ હોઈ શકે છે. તેનાં લક્ષણો, ગુણધર્મો, કામગીરી તથા કિંમત ગ્રાહકોની જરૂરિયાત અને અપેક્ષા…
વધુ વાંચો >વસ્તુ-વેરા
વસ્તુ-વેરા : ચીજવસ્તુઓ અને સેવાઓ ઉપર લેવામાં આવતા કરવેરા. ગ્રાહકની જરૂરિયાતોને સંતોષે તેવા કાચા અને તૈયાર માલ તથા વિવિધ પ્રકારની સેવાઓને વસ્તુ કહેવાય છે. મૂલ્યના સિદ્ધાંત અનુસાર કાચો માલ જેવો કે રૂ, ઊન, શણ અને પ્રાણીઓનાં રૂંવાં, તૈયાર માલ જેવો કે કાપડ, ખાંડ અને આઇસક્રીમ તથા સેવાઓ જેવી કે ટેલિફોન,…
વધુ વાંચો >વસ્તુસૂચિ-આવર્ત
વસ્તુસૂચિ-આવર્ત : વેચવા માટેનો પાકો માલ, અર્ધતૈયાર માલ, ઉત્પાદન કરવા માટેનો કાચો માલ તથા ઉત્પાદન-પ્રક્રિયામાં આવશ્યક અન્ય માલસામગ્રીની વર્ષ દરમિયાન એકથી વધારે વાર થતી ફેરબદલીનું ચક્ર. કઈ માલસામગ્રી વસ્તુસૂચિ ગણાય અને કઈ માલસામગ્રી અચળ મિલકત (fixed asset) ગણાય તેનો આધાર ધંધાના પ્રકાર પર છે. ફર્નિચરના વેપારી માટે ટેબલ-ખુરશી વેચાણ માટેનો…
વધુ વાંચો >વહીવટી કાયદો
વહીવટી કાયદો વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં…
વધુ વાંચો >વાઇઝર, ફ્રેડરિક વૉન
વાઇઝર, ફ્રેડરિક વૉન (જ. 1851; અ. 1926) : અર્થશાસ્ત્રમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં પ્રચલિત બનેલી ઑસ્ટ્રિયન વિચારધારાથી પ્રભાવિત અર્થશાસ્ત્રી. ઉમરાવ પરિવારમાં જન્મ. વિયેના, બર્લિન તથા પ્રાગ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ લીધું. ઑસ્ટ્રિયન વિચારધારાના પ્રવર્તક કાર્લ મેન્જર(1840-1921)ના સીમાવર્તી તુષ્ટિગુણના સિદ્ધાંતથી વાઇઝર બહુ પ્રભાવિત થયા હતા. 1903માં વાઇઝરની નિમણૂક વિયેના યુનિવર્સિટીમાં મેન્જરના સ્થાને…
વધુ વાંચો >વાઇનર, જેકોબ
વાઇનર, જેકોબ (જ. 1892; અ. 1970) : આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર અર્થશાસ્ત્રી. તેમનો ઉછેર કૅનેડાના મૉન્ટ્રિયલ નગરમાં થયેલો હતો. મૅકગિલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી તેમણે કૅનેડાના સ્ટીફન લીકૉકના માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. ત્યારપછી તેઓ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા અને…
વધુ વાંચો >