અર્થશાસ્ત્ર

નાણાકીય અર્થશાસ્ત્ર

નાણાકીય અર્થશાસ્ત્ર : નાણાકીય સંસ્થાઓ અને નીતિઓની આર્થિક પ્રવાહો અને પરિમાણો પર પડતી અસરોનું વિશ્લેષણ કરતી અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા. જે આર્થિક પરિમાણો પરની અસરો તપાસવામાં આવે છે તેમાં ચીજ-વસ્તુઓના ભાવો, વેતનદરો, વ્યાજના દરો, રોજગારી, વપરાશ, રાષ્ટ્રીય ઉત્પાદન વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય અર્થશાસ્ત્રમાં સમાવિષ્ટ થતા ઘણા મુદ્દાઓનો અભ્યાસ સમગ્રલક્ષી…

વધુ વાંચો >

નાણાકીય ગુણોત્તરો

નાણાકીય ગુણોત્તરો : નાણાકીય પત્રકોની કોઈ પણ બે મહત્વની માહિતી વચ્ચેનો આંકડાકીય આંતરસંબંધ. નાણાકીય પત્રકોના જુદા જુદા બે આંકડાની સરખામણી કરીને એકબીજાનું પ્રમાણ શોધવું એટલે કે બે રકમોનો ભાગાકાર કરવો તે ગુણોત્તર કહેવાય છે. ઉદાહરણ તરીકે રૂ. 1,00,000ના વેચાણ સામે રૂ. 25,000 કાચો નફો થયો હોય તો કાચા નફાનો ગુણોત્તર…

વધુ વાંચો >

નાણાકીય નીતિ

નાણાકીય નીતિ : રાષ્ટ્રીય ઉત્પાદન અને રોજગારીમાં થયા કરતી વૃદ્ધિને આવશ્યક નાણાંનો પુરવઠો પૂરો પાડવાની સાથે રોજગારી અને ભાવોની સ્થિરતાને જાળવી રાખવાના ઉદ્દેશથી ભરવામાં આવતાં નાણાકીય પગલાં. નાણાકીય નીતિ ઉપરના બે ઉદ્દેશો ઉપરાંત અન્ય કેટલાક ઉદ્દેશો હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે; દા. ત., દેશના લેણદેણના સરવૈયામાં સમતુલા જાળવવી અને હૂંડિયામણનો…

વધુ વાંચો >

નાણાકીય પત્રકો

નાણાકીય પત્રકો (financial statements) : ધંધાની કાર્યક્ષમતા, નફાકારકતા અને સધ્ધરતા જાણવા માટે નિશ્ચિત સમયગાળાના અંતે તૈયાર કરવામાં આવતાં હિસાબી પત્રકો; જેમાં વેપાર ખાતું, નફાનુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. ધંધાની ઉપાર્જનશક્તિનો અંદાજ મેળવવા, તેની ઉત્પાદનશક્તિનું મૂલ્યાંકન કરવા, કંપનીની આર્થિક શક્તિનો લોન આપનાર બૅંકને ખ્યાલ આપવા, ભાવનીતિ ઘડવામાં સંચાલકોને…

વધુ વાંચો >

નાણાકીય વર્ષ

નાણાકીય વર્ષ : હિસાબો સરભર કરવા માટે જે સમયગાળો નિર્ધારિત કરવામાં આવે છે તે એક પૂરા વર્ષનો સમયગાળો. નાણાકીય વર્ષ તારીખ-આધારિત વર્ષ કે પંચાંગના સમયગાળા સાથે એકરૂપ ન પણ હોય; દા. ત., ભારતમાં  બ્રિટિશ શાસનકાળથી દર વર્ષે 1લી એપ્રિલથી નાણાકીય વર્ષની શરૂઆત થાય છે તથા તે પછીના વર્ષે 31 માર્ચે…

વધુ વાંચો >

નાણાપરિમાણનો સિદ્ધાંત

નાણાપરિમાણનો સિદ્ધાંત : ભાવસપાટીમાં અથવા નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી  આપતો એક સિદ્ધાંત. આ સિદ્ધાંતનો પાયાનો અભિગમ નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોની સમજૂતી નાણાંના જથ્થામાં થતા ફેરફારોના આધારે આપવાનો છે. જેમ વસ્તુનું મૂલ્ય માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે તેમ નાણાંનું મૂલ્ય પણ સમાજમાં નાણાંની માંગ અને પુરવઠા દ્વારા નક્કી…

વધુ વાંચો >

નાણાબજાર

નાણાબજાર : ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. ઔદ્યોગિક અને વેપારી વિકાસ માટે લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં – એમ બે પ્રકારનાં ધિરાણોની જરૂર પડે છે. લાંબા ગાળાની મૂડી પૂરી પાડતા બજારને મૂડીબજાર કહેવામાં આવે છે જ્યારે ટૂંકા ગાળા માટે ભિન્ન ભિન્ન સ્વરૂપે ધિરાણ પૂરું પાડતી પેઢીઓ અને સંસ્થાઓના સમૂહને…

વધુ વાંચો >

નાણાવટું

નાણાવટું : વ્યાજ, વટાવ વગેરેથી નાણાંની હેરફેર કે ધીરધાર કરતો નાણાવટીનો કે શરાફનો ધંધો. ભારતમાં નાણાવટાનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. ગૌતમ, બૃહસ્પતિ અને બોધાયને વ્યાજના દરનો ઉલ્લેખ કર્યો છે. મનુના કાયદામાં નાણાંની ધીરધારનો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વ્યાજવટાવનો ઉલ્લેખ છે. મુઘલોના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ધાતુનાં ચલણો…

વધુ વાંચો >

નાણાવાદ

નાણાવાદ : સમગ્રલક્ષી આર્થિક સિદ્ધાંત અને નીતિ અંગેનો એક પ્રભાવશાળી નીવડેલો અભિગમ. આ અભિગમમાં નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરતા મુખ્ય પરિબળ તરીકે નાણાંના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં માટેની માંગ સ્થિર રહે છે એ તેનું પાયાનું અનુભવમૂલક પ્રતિપાદન છે. ભૂમિકા : મૂડીવાદી દેશોમાં પ્રવર્તતી આર્થિક અસ્થિરતા માટે…

વધુ વાંચો >

નાણાવિભ્રમ

નાણાવિભ્રમ : વ્યક્તિ વિવિધ આર્થિક પરિમાણોનાં નાણાકીય મૂલ્યોને નજર સમક્ષ રાખે અને વધેલા ભાવો પ્રમાણે તેમનાં વાસ્તવિક મૂલ્યોને ધ્યાનમાં ન લે તો તે નાણાવિભ્રમથી પીડાય છે એમ કહેવાય. દા. ત. સીંગતેલની કિંમત 1961માં એક કિગ્રા.ના રૂ. 2 હતી અને 1996માં તે રૂ. 40 હતી એ હકીકતને વ્યક્તિ ધ્યાનમાં લે, પરંતુ…

વધુ વાંચો >