અરવિંદ ભટ્ટ

ફ્રેઝર, સર જેમ્સ જ્યૉર્જ

ફ્રેઝર, સર જેમ્સ જ્યૉર્જ (જ. 1 જાન્યુઆરી 1854, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 7 મે 1941, કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : વિદ્વાન બ્રિટિશ માનવશાસ્ત્રી. તેમણે ક્ષેત્રકાર્ય આધારિત સંશોધન-કાર્ય કર્યું ન હતું કે આદિમ સમુદાયો સાથે તેમને પરિચય પણ થયો ન હતો. તેમણે જે કાંઈ લખ્યું કે જે કેટલાક સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન કર્યો તે બધું…

વધુ વાંચો >

બેનેડિક્ટ, રૂથ ફુલ્ટન

બેનેડિક્ટ, રૂથ ફુલ્ટન (જ. 5 જૂન 1887, ન્યૂયૉર્ક સિટી; અ. 17 સપ્ટેમ્બર 1948, ન્યૂયૉર્ક સિટી) : પ્રખ્યાત અમેરિકન મહિલા માનવશાસ્ત્રી. પિતા તબીબી સંશોધન અને વાઢકાપ-વિદ્યામાં આગળપડતા નિષ્ણાત હતા. પિતાના અવસાન પછી તેઓ સ્થળાંતર કરીને માતા સાથે મધ્યપશ્ચિમ અમેરિકામાં વસ્યાં હતાં. પાછળથી તેઓ બફેલોમાં સ્થાયી થયાં. 1909માં સ્નાતક થયાં અને 1914માં…

વધુ વાંચો >

બોઆસ, ફ્રાન્સ

બોઆસ, ફ્રાન્સ (જ. 9 જુલાઈ 1858, મિન્ડન, જર્મની; અ. 22 ડિસેમ્બર 1942, ન્યૂયૉર્ક સિટી) : પ્રભાવશાળી અમેરિકન માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે વિદ્યાકીય અને વ્યાવસાયિક સ્તરે મૂકવાનો તથા માનવશાસ્ત્રની પ્રશાખાઓને પ્રમાણિત કરવાનો, ‘સંસ્કૃતિ’ વિશેના ખ્યાલને વધુ સ્પષ્ટ કરી માનવશાસ્ત્રને અન્ય પ્રયોગશીલ વિજ્ઞાનોની હરોળમાં મૂકવાનો તેમણે પ્રયત્ન કર્યો. તેઓ હેડલબર્ગ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

મજુમદાર, ધીરેન્દ્રનાથ

મજુમદાર, ધીરેન્દ્રનાથ (જ. 3 જૂન 1903, પટણા; અ. 31 મે 1960) : તાલીમ પામેલા પ્રથમ ભારતીય માનવશાસ્ત્રી. ભારતીય માનવશાસ્ત્રમાં શારીરિક માનવશાસ્ત્ર તથા સાંસ્કૃતિક માનવશાસ્ત્રના ક્ષેત્રે વિશાળ ક્ષેત્રકાર્ય કરીને સૈદ્ધાંતિક પાયો નાખવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. તેઓ 1922માં બી.એ. અને 1924માં એમ.એ. થયા. 1926માં ‘હો જાતિ’ પરના સંશોધનકાર્ય દરમિયાન શરત્ચંદ્ર રૉયનો…

વધુ વાંચો >

માતૃસત્તાક સમાજવ્યવસ્થા

માતૃસત્તાક સમાજવ્યવસ્થા : માનવઇતિહાસ જોતાં વિશ્વમાં આજે સાર્વત્રિક રીતે પુરુષપ્રધાન સમાજ-વ્યવસ્થાનું પ્રભુત્વ દેખાય છે. આમ છતાં કેટલાક આદિમ અને અન્ય સમુદાયોમાં માતૃપ્રધાન સમાજ-વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. જે. જે બેશોફેન, જે. એમ. મેક્લેનન, એલ. એચ. મૉર્ગન અને ફ્રેડરિક એન્જલ જેવા કેટલાક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ સમાજની ઉત્ક્રાંતિના ક્રમને તપાસતાં પ્રથમ માતૃપ્રધાન સમાજવ્યવસ્થા…

વધુ વાંચો >

માનવપ્રજાઓ

માનવપ્રજાઓ (human races) : સરખાં આનુવંશિક તત્વો ધરાવતાં પ્રજાજૂથો. માનવપ્રજાઓમાં શારીરિક દેખાવ–ચામડીનો રંગ, માથાના વાળ અને તેનો આકાર, આંખોની રચના અને તેનો રંગ, નાકની લંબાઈ-પહોળાઈ, હોઠનું જાડાપણું-પાતળાપણું, ચહેરો, ઊંચું-નીચું કદ વગેરે શારીરિક લક્ષણોને કારણે કેટલાક સ્પષ્ટ ભેદ દેખાય છે. આવી શારીરિક ખાસિયતોના–લક્ષણોના અભ્યાસીઓ બે ભેદ પાડે છે : (1) અનિશ્ચિત…

વધુ વાંચો >

માનવશાસ્ત્ર (anthropology)

માનવશાસ્ત્ર (anthropology) માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતા વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર. વસ્તુત: આ શાસ્ત્ર એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરે છે તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા…

વધુ વાંચો >

મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર

મૅલિનૉવ્સ્કી, બ્રૉનીસ્લાવ કાસ્પર (જ. 7 એપ્રિલ 1884, ક્રાકોવ, પોલૅન્ડ; અ. 16 મે 1942, ન્યૂ હેવન, અમેરિકા) : બ્રિટિશ માનવશાસ્ત્રી અને સંશોધક. ઉત્તમ શિક્ષક. માનવશાસ્ત્રમાં કાર્યાત્મક (functional) વિચારધારાનો ખ્યાલ આપનારા અને માનવશાસ્ત્રને આધુનિક સ્વરૂપ આપનારા વિશ્વવિખ્યાત વિદ્વાન. 1908માં સ્નાતક અને પછી ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી. માંદગી દરમિયાન જેમ્સ ફ્રેઝરનું ‘ગોલ્ડન બૉ’…

વધુ વાંચો >

મૉર્ગન, લોવી હેન્રી

મૉર્ગન, લોવી હેન્રી (જ. 21 નવેમ્બર, 1818, ન્યૂયૉર્ક; અ.17 ડિસેમ્બર, 1881, ન્યૂયૉર્ક; ) : અમેરિકન ઉત્ક્રાંતિવાદી માનવશાસ્ત્રી અને સગાઈ-વ્યવસ્થાના અભ્યાસના પિતા. તેમનો જન્મ ન્યૂયૉર્કના અઉરોરા વિસ્તારમાં થયો હતો. કાયદાનો અભ્યાસ કરીને તેઓ એક સારા વકીલ તરીકે રોચેસ્ટરમાં સ્થાયી થયા હતા. વકીલાતના વ્યવસાય દરમિયાન તેમને અમેરિકન ઇન્ડિયન-ઇરોક્યુઅસ જાતિનો સંપર્ક થયો. તેમણે…

વધુ વાંચો >

લીચ, એડ્મન્ડ રૉનાલ્ડ

લીચ, એડ્મન્ડ રૉનાલ્ડ (જ. 6 નવેમ્બર 1910, સિડમથ, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1969) : બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી. તેમણે ઐતિહાસિક પ્રકાર્યવાદને સમર્થન આપ્યું ન હતું. તેમણે પરિવર્તનના સંદર્ભમાં માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમના પિતા આર્જેન્ટીનામાં શેરડીનાં ખેતરોના ઉત્પાદનના મૅનેજર હતા. તેમનું શિક્ષણ મેર્લબોરોહ અને ક્લારે કૉલેજ તથા કેમ્બ્રિજમાં…

વધુ વાંચો >