અમિતાભ મડિયા

સાલિમ્બેની બંધુઓ

સાલિમ્બેની બંધુઓ (સાલિમ્બેની, લૉરેન્ઝો : જ. 1374, ઇટાલી; અ. 1420, ઇટાલી; સાલિમ્બેની, જેકોપો : જ. આશરે 1385, ઇટાલી; અ. 1427 પછી, ઇટાલી) : પોથીમાંનાં લઘુચિત્રો અને દેવળોમાં ભીંતચિત્રો આલેખવા માટે જાણીતા ઇટાલિયન ગૉથિક ચિત્રકાર બંધુઓ. એમનાં ચિત્રોમાં મુખ પર નાટ્યાત્મક હાવભાવ જોઈ શકાય છે. બોલોન્ચા, લૉમ્બાર્દી અને જર્મની તથા હૉલેન્ડનાં…

વધુ વાંચો >

સાલૉમૉન એરિખ

સાલૉમૉન એરિખ (જ. 1886, બર્લિન, જર્મની; અ. આશરે 1944) : છબી-પત્રકારત્વ(‘ફોટો જર્નાલિઝમ’)નો પાયો નાંખનાર પ્રસિદ્ધ જર્મન છબીકાર. સાલૉમૉન એરિખ શાલેય અભ્યાસ દરમિયાન સાલૉમૉનને સુથારીકામ અને પ્રાણીશાસ્ત્ર(zoology)નો શોખ હતો. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી 1928માં તેમણે નાનકડો કૅમેરા ખરીદ્યો. એ કૅમેરાને એક બૅગમાં છુપાવીને એક ખૂન…

વધુ વાંચો >

સાલોં (Salon)

સાલોં (Salon) (17મીથી 19મી સદી) : લુવ્ર મહેલ ખાતે અગ્રણી ફ્રેન્ચ કલા-સંસ્થા ફ્રેન્ચ રૉયલ અકાદમીનાં યોજાતાં કલા-પ્રદર્શનો. આરંભમાં આ કલા-પ્રદર્શનો લુવ્ર ખાતે ઍપૉલોં (Apolon) નામના ખંડમાં યોજાતાં હોવાથી એ પ્રદર્શનો ‘સાલોં દાપોલોં’ નામે ઓળખાયાં. મૂળે અનિયત કાળે યોજાતાં આ પ્રદર્શનો 1737થી 1795 સુધી દ્વિ-વાર્ષિક ધોરણે યોજાયાં. ફ્રેન્ચ ક્રાંતિ પછી તે…

વધુ વાંચો >

સાલ્ઝિલો ફ્રાન્સિકો

સાલ્ઝિલો, ફ્રાન્સિકો (જ. મે 1707, મુર્સિયા, સ્પેન; અ. 2 માર્ચ 1783, મુર્સિયા, સ્પેન) : સ્પેનનો અઢારમી સદીનો સૌથી વધુ પ્રસિદ્ધ તથા કેટલાક્ધો મતે શ્રેષ્ઠ શિલ્પી. રંગીન શિલ્પ : ‘ધ લાસ્ટ સપર’ જેની હેઠળ ફ્રાન્સિકો સાલ્ઝિલોએ તાલીમ લીધેલી. એ પછી એમણે ડોમિનકન સાધુ બનીને મઠનિવાસ સ્વીકાર્યો, પણ 1727માં પિતાનું મૃત્યુ થતાં…

વધુ વાંચો >

સાલ્વિયાતી જુસેપે

સાલ્વિયાતી, જુસેપે (Salviati, Giuseppe) (જ. આશરે 1520થી 1525, તુસ્કની, ઇટાલી; અ. આશરે 1575) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ જુસેપે પૉર્તા. 1535માં રોમ જઈ તેમણે ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો સાલ્વિયાતી પાસે કલા-અભ્યાસ કર્યો અને ગુરુની ‘સાલ્વિયાતી’ અટક અપનાવી લીધી. 1539માં ગુરુ ફ્રાન્ચેસ્કો સાથે જુસેપે વેનિસ ગયા અને ચિત્ર ‘રેઇઝિન્ગ ઑવ્ લાઝારુસ’ ચીતર્યું.…

વધુ વાંચો >

સાલ્વિયાતી ફ્રાન્ચેસ્કો

સાલ્વિયાતી, ફ્રાન્ચેસ્કો (જ. 1510, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1563) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. મૂળ નામ ફ્રાન્ચેસ્કો રૉસી. પિતા માઇકેલાન્યાલો (Michelaynalo) રૉસી વણકર હતા અને પુત્ર ફ્રાન્ચેસ્કોને પણ વણકર જ બનાવવા માગતા હતા, પણ ફ્રાન્ચેસ્કોને વણકરની વણાટકલામાં કોઈ જ દિલચસ્પી હતી નહિ; તેથી તેણે એક સોની હેઠળ સુવર્ણકલાના પાઠ લેવા માંડ્યા. એ હજી…

વધુ વાંચો >

સાવોનારોલા જિરોલામો

સાવોનારોલા, જિરોલામો (Savonarola Girolamo) (જ. 1452, ફેરારા, ઇટાલી; અ. 1498, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-વિરોધી વિચારધારા ધરાવવા માટે જાણીતા રેનેસાંસ-યુગના પ્રખર રૂઢિચુસ્ત ડૉમિનિકન ખ્રિસ્તી સાધુ અને પાદરી. પંદરમી સદીના ફ્લૉરેન્સના રાજકારણમાં એમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જિરોલામો સાવોનારોલા ફ્લૉરેન્સના એક પ્રામાણિક અને નિષ્ઠાવાન પાદરી હોવા સાથે લિયૉનાર્દો દ વિન્ચી અને માઇકેલૅન્જેલોના…

વધુ વાંચો >

સાસેતા

સાસેતા (જ. ચૌદમી-પંદરમી સદી, ઇટાલી; અ. આશરે 1450, સિયેના, ઇટાલી) : ઇટાલીનો પંદરમી સદીનો નામી ગૉથિક ચિત્રકાર. મૂળ નામ સ્તેફાનો દિ જિયોવાની. સિયેના ખાતે સાસેતાએ ચિત્રકળાની તાલીમ લીધી હોય તેમ માનવામાં આવે છે. સિયેના ખાતે આર્તે દેલા લાના ચર્ચમાં વેદી પર મૂકવા માટેનું ચિત્ર તેમણે 1423થી 1426 સુધીમાં ચીતર્યું. ત્યારપછી…

વધુ વાંચો >

સાસોફેરાતો જિયોવાની બાતિસ્તા સાલ્વી

સાસોફેરાતો, જિયોવાની બાતિસ્તા સાલ્વી (જ. 1609, સાસોફેરાતો, ઇટાલી; અ. 1685) : ઇટાલિયન બરોક-ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે નેપલ્સમાં ચિત્રકાર દોમેનિકિનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. એ પછી 1641માં તેમણે રોમ જઈને ચિત્રકારની કારકિર્દી શરૂ કરી. સાસોફેરાતોએ આલેખેલ મધર મેરીનું ચિત્ર  રોમના સાન્તા સાબિના ચેપલ માટે તેમણે ચીતરેલ…

વધુ વાંચો >

સિકર્ટ વૉલ્ટર રિચાર્ડ

સિકર્ટ, વૉલ્ટર રિચાર્ડ (જ. 31 મે 1860, મ્યૂનિક, જર્મની; અ. 22 જાન્યુઆરી 1942, બાથ, સમર્સેટ, બ્રિટન) : બ્રિટનના અગ્રણી પ્રભાવવાદી ચિત્રકાર. 1881માં લંડન ખાતેની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાના અભ્યાસ માટે સિકર્ટ દાખલ થયા. 1882માં તેઓ અમેરિકન પ્રભાવવાદી ચિત્રકાર વિસ્લરના શિષ્ય બન્યા. વૉલ્ટર રિચાર્ડ સિકર્ટ 1883માં તેઓ પૅરિસ ગયા અને…

વધુ વાંચો >