અમિતાભ મડિયા

સન્યાલ, ભાવેશચંદ્ર

સન્યાલ, ભાવેશચંદ્ર (જ. માર્ચ 1901, દિબ્રુગઢ, આસામ, ભારત; અ. 2002) : આધુનિક ભારતીય ચિત્રકાર. આધુનિક ચિત્રકલાને લોકસંપર્કમાં રાખવાના તેમના સતત પ્રયત્ન રહ્યા છે. ભાવેશચંદ્ર ચાર વરસના હતા ત્યારે તેમના પિતાનું દિબ્રુગઢમાં અવસાન થયું. માતા સુભાષિની માટીમાંથી દેવદેવીઓની આકૃતિઓ ઘડતી. આ જોઈને ભાવેશચંદ્રના મનમાં કલા પ્રત્યે રુચિ જાગી. મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર…

વધુ વાંચો >

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ

સમ્રાટ સમ્પ્રતિ મ્યુઝિયમ : અમદાવાદ નજીક કોબા ખાતે આવેલું પ્રાચીન હસ્તપ્રતોનું મ્યુઝિયમ. 1980ના ડિસેમ્બરની છવ્વીસમીએ જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થયેલી. આ મ્યુઝિયમમાં 3,000થી વધુ પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતો છે. તેમાંની સેંકડો હસ્તપ્રતો સચિત્ર છે. આ ઉપરાંત પથ્થર, ધાતુ અને લાકડામાંથી બનેલી મૂર્તિઓ અને હાથીદાંતમાંથી કંડારેલી કોતરણીઓ…

વધુ વાંચો >

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ

સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ : વલ્લભવિદ્યાનગરમાં આવેલું સરદાર પટેલ યુનિવર્સિટીનું બહુહેતુલક્ષી મ્યુઝિયમ. ચારુતર વિદ્યામંડળના ઉપક્રમે ભાઈકાકાએ (ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ પટેલે) આ મ્યુઝિયમની સ્થાપના 1949માં કરી હતી. તેના પ્રથમ ક્યુરેટર અમૃત વસંત પંડ્યાએ 1949થી 1969 સુધી આ મ્યુઝિયમનો કાર્યભાર સંભાળી તેમાં પ્રદર્શિત જણસોનું જતન કરવાની સાથે તેમના વિશે સંશોધન કર્યું હતું. 1960ના…

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ : 1890માં સૂરત ખાતે મૂળમાં ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ’ નામે સ્થપાયેલું મ્યુઝિયમ. હાલમાં તે સૂરત મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તક છે. 1890માં સૂરતના તત્કાલીન કલેક્ટર વિન્ચેસ્ટરે આ મ્યુઝિયમની સ્થાપના કરેલી. મૂળમાં રાણી બાગ (હવે ગાંધી બાગ) પાસે મક્કાઈ બ્રિજ નજીક આ મ્યુઝિયમ હતું; જેને 1952માં તાપી નદીના પૂરના પાણીથી બચાવવા…

વધુ વાંચો >

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક સંગ્રહાલય : સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રણી રાષ્ટ્રીય નેતા, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી, ભારતના નવસર્જન અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક સ્વરૂપનું અમદાવાદમાં આવેલું સંગ્રહાલય. આ સંગ્રહાલયમાં સરદાર પટેલના જીવનદર્શન માટેનું કીમતી સાહિત્ય સંઘરાયેલું છે. કૉંગ્રેસના આગેવાન તરીકેના અનેક પત્રો, દેશી રાજ્યોના…

વધુ વાંચો >

સલી, થૉમસ

સલી, થૉમસ (Sully, Thomas) (જ. 1783, બ્રિટન; અ. 1872) : અમેરિકાના વિખ્યાત વ્યક્તિચિત્રકાર. વ્યક્તિચિત્રકાર ગિલ્બર્ટ સ્ટુઅર્ટ હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના પર અમેરિકન ચિત્રકાર થૉમસ લૉરેન્સનો પ્રભાવ પણ છે. ફિલાડેલ્ફિયામાં સલીએ એક સફળ વ્યક્તિચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમની ખ્યાતિ યુરોપમાં પણ પ્રસરી અને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ પોતાનું…

વધુ વાંચો >

સલીમ, જાવેદ (Salim, Jawed)

સલીમ, જાવેદ (Salim, Jawed) (જ. 1920, અંકારા, તુર્કી) : આધુનિક ઇરાકી ચિત્રકાર અને શિલ્પી. ઇરાકમાં મોસુલ નજીક નાના ગામમાં તેમનો પરિવાર વસતો હતો. પિતા મોહમ્મદ, ભાઈ નિઝાર અને બહેન નઝિહા પાસે કલાના પ્રારંભિક પાઠ ભણી 1938માં કલાના અભ્યાસ માટે તેઓ પૅરિસ ગયા. 1941માં અભ્યાસ પૂરો થતાં પાછા બગદાદ આવી આર્કિયૉલૉજિક…

વધુ વાંચો >

સલ્તનત ચિત્રકલા (1400થી 1600)

સલ્તનત ચિત્રકલા (1400થી 1600) : ભારતની પ્રાદેશિક મુસ્લિમ સલ્તનતોના આશ્રયે પાંગરેલી લઘુચિત્રકલા. 1206માં દિલ્હી ખાતે ભારતની પ્રથમ સલ્તનત કુત્બુદ્દીન ઐબક અને મહંમદ ઘોરીએ સ્થાપી. ત્યારપછી ત્રણ સૈકા સુધી ઉત્તર ભારતમાં ઘણી સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર સલ્તનતો સ્થપાઈ. જેમાંથી કેટલીક સલ્તનતોમાં લઘુચિત્રકલાને આશ્રય અને પોષણ મળ્યાં. ચિત્રકલાને પોષણ આપનાર પ્રથમ ભારતીય સલ્તનત…

વધુ વાંચો >

સંતોકબા દૂધાત

સંતોકબા દૂધાત (જ. 1911, આકોંલવાડી (ગીર), તલાલા તાલુકો, જૂનાગઢ જિલ્લો, ગુજરાત, ભારત) : ગુજરાતના સહજોત્થ મહિલા ચિત્રકાર. સૌરાષ્ટ્રના ખેડૂત પરિવારમાં જન્મેલા સંતોકબાએ સાઠ વરસની ઉંમર સુધી ન તો પીંછી પકડી હતી કે ન તો બીજી કોઈ રીતે ચિત્રસર્જન કર્યું હતું. ખેતમજૂરી છોડીને સાઠ વરસની ઉંમરે કોઈ પણ પ્રકારની કલાકીય ઔપચારિક…

વધુ વાંચો >

સંતોષ, ગુલામ રસૂલ

સંતોષ, ગુલામ રસૂલ (જ. 1929, શ્રીનગર, કાશ્મીર) : આધુનિક ભારતીય ચિત્રકાર. ‘નવતાંત્રિક’ ચિત્રો ચીતરવા માટે તેઓ જાણીતા છે. વડોદરા ખાતેની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં નારાયણ શ્રીધર બેન્દ્રે પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1950માં તેઓ કલાકારજૂથ ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન’માં સભ્ય તરીકે જોડાયા. ત્યાંથી 1954માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો.…

વધુ વાંચો >