અમિતાભ મડિયા

વેબર, કાર્લ મારિયા ફૉન

વેબર, કાર્લ મારિયા ફૉન (જ. 18 નવેમ્બર 1786, યુટીન, જર્મની; અ. 5 જૂન 1826, લંડન, બ્રિટન) : જર્મન રોમૅન્ટિક સંગીતકાર અને જર્મન રોમૅન્ટિક ઑપેરાનો સ્વરનિયોજક. સંગીત અને નાટ્યક્ષેત્રે કારકિર્દી ધરાવતા સભ્યોવાળા પરિવારમાં વેબર જન્મેલો. માતા જિનોવેફા ગાયિકા હતી. કાકાની છોકરી આલોઇસિયા પણ સોપ્રાનો (તારસપ્તકોમાં) ગાયિકા પ્રિમા ડોના (ઑપેરા સ્ટાર) હતી,…

વધુ વાંચો >

વેબર, મૅક્સ

વેબર, મૅક્સ (જ. 18 એપ્રિલ 1881, બિયાલિસ્ટૉક, રશિયા; અ. 4 ઑક્ટોબર 1961, ગ્રેટ નેક, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમૂર્ત શૈલીમાં ચિત્રો અને શિલ્પ સર્જનાર આધુનિક કલાકાર. 1891માં તેઓ દસ વરસની ઉંમરે રશિયા છોડીને ન્યૂયૉર્ક નગરમાં જઈ વસ્યા. ન્યૂયૉર્કમાં બ્રૂકલીન વિસ્તારમાં આવેલી પ્રાટ્ ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે 1898થી 1900 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1905માં…

વધુ વાંચો >

વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von)

વેબર્ન, ઍન્તૉન ફૉન (Webern, Anton Von) (જ. 3 ડિસેમ્બર 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 15 સપ્ટેમ્બર મિટર્સિલ, ઑસ્ટ્રિયા) : આધુનિક યુરોપની અદ્યતન (modern) પ્રશિષ્ટ પદ્ધતિ ‘એટનૅલિટી’માં સર્જન કરનાર સંગીતકાર અને સ્વરનિયોજક. (એટનૅલિટી પદ્ધતિમાં સપ્તકના બારે સ્વરોને સરખું સ્થાન મળે છે, તેમાં એ બારેય સ્વરોમાં કોમળ અને તીવ્ર જેવા ઊંચનીચના ભેદભાવ રાખવામાં…

વધુ વાંચો >

વેરેફ્કીન, મારિયાને

વેરેફ્કીન, મારિયાને (જ. 1860, ટુલા, રશિયા; અ. 1938, ઍસ્કોના, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચળવળ સાથે સંકળાયેલાં મહિલા- ચિત્રકાર. તેમનો ધનાઢ્ય કુટુંબમાં જન્મ થયેલો. નાનપણમાં ચિત્રો દોરવાના શોખને માતાએ ટેકો આપેલો. થોડો વખત ચિત્રોનાં અંગત ટ્યૂશનો લીધા બાદ તેમણે મૉસ્કો સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વિધિવત્ અભ્યાસ આદર્યો. ત્યારબાદ તેઓ સેંટ પિટર્સબર્ગ…

વધુ વાંચો >

વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ

વેરોકિયો, આન્દ્રેઆ દેલ્લ (જ. 1435, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1488, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસની ફ્લૉરેન્ટાઇન શાખાના સોની, ચિત્રકાર અને શિલ્પી. મૂળનામ : આન્દ્રેઆ દી મિકેલી દી ફ્રાન્ચેસ્કો દાચિયોની. ચિત્રકાર કરતાં તેઓ શિલ્પી તરીકે જ વધુ પંકાયા. રેનેસાંસ-શિલ્પી દોનાતેલ્લોના એ સમોવડિયા ગણાય છે. પિતા ઈંટો અને ટાઇલ્સ બનાવનાર કુંભાર હતા. વેરોકિયો મહાન…

વધુ વાંચો >

વેરૉનિઝ પાઓલો (Veronese, Paolo)

વેરૉનિઝ, પાઓલો (Veronese, Paolo) (જ. 1528, વેરૉના, વેનિસ નજીક, ઇટાલી; અ. 9 એપ્રિલ 1588, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન બરોક-ચિત્રશૈલીની વૅનેશિયન શાખાનો એક પ્રમુખ ચિત્રકાર. મૂળનામ પાઓલો કેલિયારી. મોટા કદનાં કૅન્વાસ ચીતરવા માટે તે જાણીતો છે. તેમાં બાઇબલ, પુરાણો અને ઇતિહાસની કથાઓ ભવ્ય પ્રશિષ્ટ સ્થાપત્યની પૃષ્ઠભૂમિકામાં રજૂ થયેલ જોવા મળે છે.…

વધુ વાંચો >

વેર્ને જૉસેફ (Vernet Joseph)

વેર્ને, જૉસેફ (Vernet, Joseph) (જ. 14 ઑગસ્ટ 1714, આવી ન્યોં, ફ્રાંસ; અ. 3 ડિસેમ્બર 1789, પૅરિસ, ફ્રાંસ) : ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર. વેર્નેના પિતા પણ ચિત્રકાર હતા. વીસ વરસની ઉંમરે 1734માં તેઓ ચિત્રકલાની તાલીમ માટે રોમ ગયા. ત્યાં સત્તરમી સદીના ફ્રેંચ નિસર્ગ-ચિત્રકાર ક્લોદ લૉરાંનાં નિસર્ગચિત્રોથી પ્રભાવિત થયા. લૉરાંનાં ચિત્રોમાં તેજથી ઝળહળતા અને…

વધુ વાંચો >

વેલિવર, નીલ (Welliver, Neil)

વેલિવર, નીલ (Welliver, Neil) (જ. 1929, અમેરિકા) : આધુનિક અમેરિકન નિસર્ગ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર જૉસેફ આલ્બર્સ હેઠળ અભ્યાસ કર્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના પૂર્વ વિસ્તારનાં ગીચ જંગલોનું કૅન્વાસ પર આલેખન કરવું શરૂ કર્યું. તેમનાં નિસર્ગ-ચિત્રોમાં ભાવક્ધો વાતાવરણની પૂરી તાસીર અનુભવવા મળે છે અને ઝીણામાં ઝીણી વિગતોનો પણ ચિતાર જોવા મળે…

વધુ વાંચો >

વેલ્ડે પરિવાર

વેલ્ડે પરિવાર (વેલ્ડે એસાઇઆસ જ. 1587 નેધરલૅન્ડ્ઝ; અ. 1630 નેધરલૅન્ડ્ઝ; વેલ્ડે વિલેમ પહેલો જ. 1611 નેધરલૅન્ડ્ઝ; અ. 1693 નેધરલૅન્ડ્ઝ; વેલ્ડે વિલેમ બીજો જ. 1633 નેધરલૅન્ડ્ઝ; અ. 1707 નેધરલૅન્ડ્ઝ; વેલ્ડે ઍડ્રિયાન જ. 1636 નેધરલૅન્ડ્ઝ; અ. 1772 નેધરલૅન્ડ્ઝ) : બરોક ચિત્રશૈલીમાં સર્જન કરનાર ડચ ચિત્રકાર પરિવાર. ઍમ્સ્ટરડૅમ ખાતેના ચિત્રકાર કૉનિક્સ્લૂ પાસેથી એસાઇઆસ…

વધુ વાંચો >

વૅસલ્માન, ટૉમ

વૅસલ્માન, ટૉમ (જ. 1931, અમેરિકા) : આધુનિક ‘એસેમ્બ્લિજ’ (assemblage) કલાકાર. નગ્ન અભિનેત્રીઓના ચેનચાળા રજૂ કરતાં સામયિકો અને ટેલિવિઝનની જાહેરાતો (sexy movie magazines) બનાવનાર તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કરેલો. અલગ અલગ ફોટાઓને જોડીને ફોટોમૉન્ટાજ પદ્ધતિએ કલાકૃતિઓ સર્જવા ઉપરાંત ટેલિવિઝન, ફોન, ઍરકન્ડિશનર, ઘડિયાળો ઇત્યાદિ જેવી સાચી જણસોને ચોંટાડીને પણ તેઓ પોતાની રચનાઓ…

વધુ વાંચો >