અમિતાભ મડિયા

વિલા લૉબૉસ, હીતૉર (Villa Lobos, Heitor)

વિલા લૉબૉસ, હીતૉર (Villa Lobos, Heitor) (જ. 1887, બ્રાઝિલ; અ. 1959) : બ્રાઝિલનો લૅટિન અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક. બ્રાઝિલના સંગીતનો તે પ્રમુખ સંગીતકાર ગણાય છે. પ્રારંભે સ્વશિક્ષિત વિલા લૉબૉસે 1920માં યુરોપની યાત્રા કરી. ત્યાં એ વખતના શ્રેષ્ઠ સંગીતકારો તથા સ્વરનિયોજકો સાથે રૂબરૂ પરિચય કેળવ્યો. 1930માં બ્રાઝિલની નૅશનલ મ્યૂઝિક એકૅડેમીના ડિરેક્ટરપદે…

વધુ વાંચો >

વિલિયમ્સ, વૉહાન

વિલિયમ્સ, વૉહાન (જ. 1872; અ. 1958) : આધુનિક બ્રિટિશ સંગીતના બે પ્રણેતામાંનો એક (બીજો તે ગુસ્તાવ હૉલ્સ્ટ). તેમની રાહબરી હેઠળ બ્રિટિશ સંગીત ત્રણ સદી પછી ડચ, જર્મન અને નૉર્વેજિયન સંગીતના પ્રભાવમાંથી આખરે મુક્ત થયું. શાલેય અભ્યાસ દરમિયાન જ વિલિયમ્સને મધ્યયુગીન ટ્યૂડૉર ચર્ચની પૉલિફોની અને લોકગીતો ભેગાં કરવાનો નાદ લાગેલો. આ…

વધુ વાંચો >

વિલ્બાય, જૉન

વિલ્બાય, જૉન (જ. 1574, બ્રિટન; અ. 1638, બ્રિટન) : બ્રિટનના શ્રેષ્ઠ મૅડ્રિગલ-સર્જકોમાંનો એક ગણાતો સ્વર-નિયોજક. યુવાનીમાં કિટ્સન પરિવારના સંગીતકાર તરીકે તેણે નોકરી કરેલી. 1613માં આ પરિવારે તેને જમીન ભેટ આપી. તેથી તે પોતે જ નાનકડો જમીનદાર બની ગયો અને યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર ન રહેતાં સંગીતસર્જનને તેણે હવે પૂરો સમય…

વધુ વાંચો >

વિલ્માર્થ, ક્રિસ્ટૉફર

વિલ્માર્થ, ક્રિસ્ટૉફર (જ. 1943, અમેરિકા) : અલ્પતમવાદી શિલ્પી. અલ્પતમ પ્રયત્નો વડે તેઓ બળૂકી અભિવ્યક્તિમાં સફળ થયા છે. તેમનાં શિલ્પો મારફતે માનવીય હૂંફનો દર્શકોને સહેલાઈથી અહેસાસ થાય છે; પરંતુ આ અભિવ્યક્તિ અમૂર્ત માર્ગે થાય છે, કારણ કે તેઓ માત્ર ત્રિકોણ, પિરામિડ, વર્તુળ, દડો, પરવલય, ચોરસ, ઘન, લંબચોરસ, નળાકાર, શંકુ જેવા ભૌમિતિક…

વધુ વાંચો >

વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard)

વિલ્સન, રિચાર્ડ (Wilson, Richard) (જ. 1 ઑગસ્ટ 1714, પેનેગૉસ, મૉન્ટ્ગો મેરિશાયર, વેલ્સ; અ. 15 મે 1782, લાન્બેરિસ, કાર્નાવર્તેન્શાયર) : બ્રિટનમાં નિસર્ગચિત્રણાનો પ્રારંભ કરવાનું શ્રેય મેળવનાર ચિત્રકાર. તેમનાં નિસર્ગચિત્રો જોતાં પરમ શાંતિનો અનુભવ થાય છે. 1729માં લંડનમાં થૉમસ રાઇટ નામના ચિત્રકાર હેઠળ વ્યક્તિચિત્રણાની તાલીમ લીધી. 1745 સુધી વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1746માં ઇટાલીની…

વધુ વાંચો >

વિવારિની પરિવાર (Vivarini Family)

વિવારિની પરિવાર (Vivarini Family) [વિવારિની, ઍન્તોનિયો (જ. આશરે 1415, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1480); વિવારિની, બાર્તોલૉમ્યુ (જ. આશરે 1432, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1499); વિવારિની, આલ્વિસે (જ. આશરે 1446, મુરાનો ? વેનિસ નજીક, ઇટાલી; અ. આશરે 1505)] : પંદરમી સદીનો પ્રસિદ્ધ ઇટાલિયન ગૉથિક ચિત્રકાર…

વધુ વાંચો >

વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો

વિવાલ્દી, ઍન્તોનિયો લુચિયો (જ. 4 માર્ચ 1678, વેનિસ, ઇટાલી; અ. 28 જુલાઈ 1741, વિયેના, ઑસ્ટ્રિયા) : પ્રસિદ્ધ ઇટાલિયન વાયોલિનવાદક અને સ્વરરચનાકાર; બરોક સંગીતના અંતિમ તબક્કાનો સૌથી વધુ પ્રભાવક સંગીતકાર. પિતા જિયોવાન બાત્તિસ્તા વિવાલ્દી બ્રેસ્કિયામાં હજામ હતો, પણ તે વાયોલિન સુંદર વગાડતો. તેથી સેંટ માર્કસ કથીડ્રલના ઑર્કેસ્ટ્રામાં દાખલ થવા માટે તે…

વધુ વાંચો >

વિશ્વનાથન્, ટી.

વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે. વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં…

વધુ વાંચો >

વિશ્વનાથન્, વી.

વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી. સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.…

વધુ વાંચો >

વીથ પરિવાર

વીથ પરિવાર (વીથ નિકોલસ – જ. 1886 ?, અ. 1945; વીથ એન. – જ. 1916; વીથ ઍન્ડ્ર્યૂ – જ. 1918; વીથ કૅરોલિના – જ. 1910; વીથ હેન્રિયેત – જ. 1908; વીથ જેઝી – જ. 1946) : વિખ્યાત અમેરિકન ચિત્રકાર કુટુંબ. આ કુટુંબમાં પિતા નિકોલસે ચિત્રકલા વ્યવસાયનો પ્રારંભ કર્યો. અમેરિકન સાહિત્યનાં…

વધુ વાંચો >