અમિતાભ મડિયા

ફ્યૂચરિસ્ટિક કલા

ફ્યૂચરિસ્ટિક કલા : ઇટાલિયન કવિ અને વિચારક ફિલિપ્પો ટૉમ્માસો મારિનેટીના મગજમાં 1908માં ઉદભવેલ ફ્યૂચરિઝમના ખ્યાલ પર આધારિત ઇટાલિયન શિલ્પકારો અને ચિત્રકારોની કલા. આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની નિજી કલાની રચના કરવાની મારિનેટીની નેમ હતી. 1909, 1910 તથા 1911માં બહાર પાડેલા ઢંઢેરાઓમાં મારિનેટીએ પ્રાચીન કે અન્ય કોઈ પણ પ્રણાલીના કલા-વારસા સામે બળવો પોકાર્યો…

વધુ વાંચો >

ફ્રીડરિખ, કાસ્પર ડેવિડ

ફ્રીડરિખ, કાસ્પર ડેવિડ (જ. 1774; અ. 1840) : યુરોપના રંગદર્શિતાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર જર્મન નિસર્ગ-ચિત્રકાર. મૃત્યુ, એકાકીપણું અને વિષાદ ફ્રીડરિખના જીવનમાં આમરણ વણાયેલાં રહ્યાં. રંગદર્શિતાવાદને પ્રોત્સાહિત કરતી આ લાગણીઓને કારણે ફ્રીડરિખનાં ચિત્રો જીવનની ક્ષણભંગુરતાને નિસર્ગની બિહામણી અને વિનાશક શક્તિઓ દ્વારા પ્રતિબિંબિત કરે છે. જર્મનીની ભવ્ય ગૉથિક કળાના રહસ્યવાદ(mysticism)ની ઊંડી અસરો…

વધુ વાંચો >

ફ્રેગૉનાર્દ, ઝ્યાં ઓનૉરે

ફ્રેગૉનાર્દ, ઝ્યાં ઓનૉરે (જ. 1372; અ. 1806, ફ્રાંસ) : રોકોકો શૈલીનો ફ્રેંચ ચિત્રકાર. ગુરુ બૂશર પાસેથી આત્મસાત્ કરેલી રોકોકો શૈલીને વધુ કામુકતા ભરેલી અને કેટલેક અંશે બીભત્સ રૂપ આપીને તેણે ચિત્રો કર્યાં છે. મનોહર પ્રકૃતિની પૃષ્ઠભૂમિકામાં ઝરણાકાંઠે કે સરોવરકાંઠે સ્નાનમગ્ન નગ્ન યૌવનાઓનું ઉન્માદપ્રેરક આલેખન કરવા માટે તે જાણીતો થયો. તેણે…

વધુ વાંચો >

ફ્રેંચ કલા

ફ્રેંચ કલા ફ્રાંસમાં પાંગરેલી ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની કલા. યુરોપની કલાના કેટલાક પ્રવાહો અને શૈલીઓની જન્મભૂમિ ફ્રાંસ રહ્યું છે, તો સાથે સાથે યુરોપના અન્ય દેશોમાં પાંગરેલાં કલાપ્રવાહો અને શૈલીઓએ પણ ફ્રાંસમાં મૂળિયાં જમાવ્યાં હોય એવું પણ બન્યું છે. યુરોપની કલાના સમગ્ર વિકાસમાં ફ્રાંસનો ફાળો નાનોસૂનો ન કહેવાય. કલાના 30,000 વરસ…

વધુ વાંચો >

બદરીનારાયણ

બદરીનારાયણ (જ. 22 જુલાઈ 1929, સિકંદરાબાદ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે બાલવાર્તાઓ અને બાલકાવ્યો પણ લખ્યાં છે. બદરીનારાયણનાં ચિત્રો રૈખિક હોવાથી ડ્રૉઇંગની ખૂબ નજીક હોય એવાં લાગે છે અને મોટેભાગે તેમાં કાળા અને સફેદ રંગો વપરાયા હોય છે. એમનાં આ ચિત્રો કલ્પનાપ્રધાન છે. તેમાં ઊડતાં પાંખાળાં ઘોડા, મનુષ્યો, જલકન્યાઓ, વાદળાં…

વધુ વાંચો >

બરૉક કલાશૈલી

બરૉક કલાશૈલી : ઈ. સ. 1600થી 1750 સુધી વિસ્તરેલી પશ્ચિમ યુરોપની એક કળાપ્રણાલી. પોર્ટુગીઝ શબ્દ ‘બારોકો’ (Baroco) પરથી ઊતરી આવેલો શબ્દ ‘બરૉક’ (Baroque) મૂળમાં ફ્રેંચ ઝવેરીઓ વાપરતા હતા; તેનો અર્થ ‘ખરબચડું મોતી’ એવો થાય છે. આ કળાપ્રણાલી આમ તો નવજાગરણકાળ અને રીતિવાદનાં વલણોનો જ વિસ્તાર છે; પરંતુ ગતિમયતા અને વિગતપ્રાચુર્યના…

વધુ વાંચો >

બર્ગ, મૅક્સ

બર્ગ, મૅક્સ (જ. 1870; અ. 1947) : પોલૅન્ડના આધુનિક સ્થપતિ. પોલૅન્ડના પશ્ચિમ ભાગમાં અગાઉ બ્રૅસ્લૉ નામે ઓળખાતા આજના વ્રૉકલૉ નગરમાં તેમનાં કેટલાંક મહત્વનાં સ્થાપત્યો આવેલાં છે. બર્ગ વ્રૉકલૉના નગરસ્થપતિ હતા. 1912થી 1923 સુધીમાં તેમણે ‘હાલા લુડોયા’ નામના ભવ્ય સભાખંડની ડિઝાઇન તૈયાર કરી. આ બાંધકામ 1925માં પૂરું થયું. અત્યાર સુધીમાં નિર્માણ…

વધુ વાંચો >

બર્નાર્ડ, એમિલે

બર્નાર્ડ, એમિલે (જ. 1868; અ. 1941) : આધુનિક ફ્રેંચ ચિત્રકાર. તેમનાં પ્રારંભિક ચિત્રોમાં નવપ્રભાવવાદ(neoimpressionism)ની ઢબે ટપકાંનો વિસ્તાર જોવા મળે છે. 1886માં તેમને પ્રમુખ નવપ્રભાવવાદી ચિત્રકાર સિન્યે સાથે વિખવાદ થતાં તેમણે પોતાના આ પ્રકારનાં સર્વ ચિત્રોનો નાશ કર્યો. આ પછી તેમને વાન ગૉફ અને પૉલ ગોગાં સાથે મૈત્રી થઈ અને તેમણે…

વધુ વાંચો >

બર્નિની, જિયૉવાની લૉરેન્ઝો

બર્નિની, જિયૉવાની લૉરેન્ઝો (જ. 7 ડિસેમ્બર 1598, નેપલ્સ, ઇટાલી; અ. 28 નવેમ્બર 1680, નૅપલ્સ) : ઇટાલિયન બરૉક શૈલીના મહાન શિલ્પી તથા સ્થપતિ. ફ્લૉરેન્સ નગરના શિલ્પી પિયેત્રો બર્નિનીના પુત્ર. આજીવન રોમમાં કારકિર્દી વિતાવનાર બર્નિનીને શિલ્પ, ચિત્ર અને સ્થાપત્ય – એમ ત્રણ ર્દશ્ય કલાઓનો સફળ સમન્વય કરવા માટેનો યશ આપવામાં આવે છે.…

વધુ વાંચો >

બસાવન (સોળમી સદી)

બસાવન (સોળમી સદી) : ભારતમાંના મુઘલ રાજદરબારના ચિત્રકાર. પોતાનાં ચિત્રોમાં સુરુચિપૂર્ણ રંગઆયોજન અને માનવપ્રકૃતિના આલેખન માટે તેઓ પંકાયેલા છે. તેઓ ઉત્તર ભારતની આહીર જાતિના હતા. તેમનાં મોટાભાગનાં ચિત્રો 1580થી 1600 સુધીમાં સર્જાયાં હતાં. 100થી પણ વધુ મુઘલ ચિત્રોના હાંસિયામાં તેમનું નામ વાંચવા મળે છે. તેમણે અન્ય ચિત્રકારોના સહકાર વડે ઘણાં…

વધુ વાંચો >