અમિતાભ મડિયા

ક્લિમ્ટ, ગુસ્તાવ

ક્લિમ્ટ, ગુસ્તાવ (જ. 14 જુલાઈ 1862, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 6 ફેબ્રુઆરી 1918, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક પ્રતીકવાદી ચિત્રકાર. પિતા સોની હતા. વિયેના ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ્સમાં ક્લિમ્ટે કલા-અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી 1897માં તેમણે ‘વિયેના સેસેશન’ (sesession) નામ હેઠળ વિયેનાના યુવાન ચિત્રકારોનું જૂથ રચ્યું. ક્લિમ્ટની જેમ જ આ…

વધુ વાંચો >

ક્લીન, આઇવ્ઝ

ક્લીન, આઇવ્ઝ (જ. 28 એપ્રિલ 1928, નાઇસ; અ. 6 જૂન 1962, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક કલાની અનેક શાખાઓમાં મહત્વનું પ્રદાન કરનાર કલાકાર. કૅન્વાસ ઉપર અલ્પતમવાદી (minimalist) ચિત્રકામ, પથ્થર કે ધાતુમાંથી અલ્પતમવાદી શિલ્પકામ, માનવશરીર ઉપરનું ‘બૉડી-આર્ટ’ (શરીર પર કરવામાં આવતી ચિતરામણની કળા) ઉપરાંત તૈયાર (ready made) જણસોની ગોઠવણીઓ (installations) માટે તેઓ…

વધુ વાંચો >

ક્લેમેન્તી, ફ્રાન્ચેસ્કો

ક્લેમેન્તી, ફ્રાન્ચેસ્કો (જ. 23 માર્ચ 1952, નેપલ્સ, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો એન્ઝો કુકી અને સાન્દ્રો કિયા સાથે ક્લેમેન્તીની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. પ્રાચીન ઇજિપ્ત, ગ્રીસ, રોમ, ચીન, ભારતની કલાઓ તેમજ અદ્યતન ફિલ્મો, જાહેરાતો, આધુનિક કલા આદિમાંથી…

વધુ વાંચો >

ક્લેમેન્તી, મુત્ઝિયો

ક્લેમેન્તી, મુત્ઝિયો (જ. 24 જાન્યુઆરી 1752, રોમ, ઇટાલી; અ. 10 માર્ચ 1832, એવેશેમ, વૉર્સેસ્ટરશાયર, બ્રિટન) : પિયાનોવાદનના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર ઇટાલિયન પિયાનિસ્ટ તથા સંગીત-નિયોજક. ક્લેમેન્તી નવ વરસની ઉંમરે ઇટાલીમાં ઑર્ગનવાદક તરીકે નિમણૂક પામ્યા. બાર વરસની વયે તેમણે પોતાની પ્રથમ સંગીતરચના એક ઑરેટોરિયો લખી. સોળેક વરસની ઉંમરે લંડન જઈ પિયાનિસ્ટ…

વધુ વાંચો >

ક્લોઝ, ચક

ક્લોઝ, ચક (જ. 5 જુલાઈ 1940, મોન્રો, વૉશિન્ગ્ટન, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 2012 કોલકાતા) : આધુનિક વાસ્તવવાદી ચિત્રકાર. યેલ યુનિવર્સિટી ખાતે 1962થી 1964 સુધી કલા-અભ્યાસ કર્યો. 1967થી તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયા. ફોટોગ્રાફરની મોટા કદમાં અનુકૃતિઓ ચીતરીને તેમણે ‘ફોટો-રિયાલિઝમ’-શૈલીમાં મહત્વનું પ્રદાન કર્યું છે. આ રીતે આધુનિક યાંત્રિક ઉપકરણોની મદદથી સર્જાતી…

વધુ વાંચો >

ક્લોદ, લ જુને

ક્લોદ, લ જુને (Claude, Le Jeune) (જ. આશરે 1527, ફ્રાંસ; અ. 26 સપ્ટેમ્બર આશરે 1600, ફ્રાંસ) : સોળમી સદીના ફ્રાંસના સૌથી વધુ મહત્ત્વના સંગીતકાર અને સ્વરનિયોજક. એમણે લખેલાં સૂરાવલિઓનાં પુસ્તકો ‘બુક્સ ઑવ્ ટ્યૂન્સ’ બીજી એક સદી સુધી ફ્રેંચ સંગીતકારો અને સ્વરનિયોજકોના પ્રેરણાસ્રોત બની રહ્યાં. મોટા ભાગનાં આ પુસ્તકો કાળગ્રસ્ત થયાં…

વધુ વાંચો >

ક્લૉદિયોં

ક્લૉદિયોં (Clodion) (જ. 20 ડિસેમ્બર 1738, નેન્સી, ફ્રાન્સ; અ. 29 માર્ચ 1814, પૅરિસ, ફ્રાંસ) : રોકોકો શૈલીના અગ્રણી ફ્રેન્ચ શિલ્પી. મૂળ નામ ક્લૉદ મિશે. 1775માં ફ્રેન્ચ શિલ્પી લામ્બે-સિગિસ્બે (Lamberl-Sigisbert) હેઠળ ક્લૉદિયોંએ શિલ્પકલા શીખવી શરૂ કરેલી. લામ્બે-સિગિસ્બેના અવસાન પછી પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી જે. બી. પિગાલેના તેઓ શિષ્ય બન્યા. 1759માં ક્લૉદિયોંને શિલ્પસર્જન…

વધુ વાંચો >

ક્ષત્રિય, રશ્મિ

ક્ષત્રિય, રશ્મિ (જ. 21 ફેબ્રુઆરી 1926, વડોદરા, ગુજરાત; અ. ઑગસ્ટ 1986, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના આધુનિક ચિત્રકાર અને કલાશિક્ષક. સામાન્ય સ્થિતિના મધ્યમ વર્ગમાં તેમનો જન્મ થયેલો. બાર વર્ષની કુમળી વય પહેલાં પિતા અને પછી માતાનું અવસાન થતાં કાકાએ તેમને છત્ર પૂરું પાડ્યું. ચિત્રકલાનો અભ્યાસ કરવા અમદાવાદ આવી પહોંચ્યા અને રવિશંકર…

વધુ વાંચો >

ખખ્ખર, ભૂપેન

ખખ્ખર, ભૂપેન (જ. 10 માર્ચ 1934, મુંબઈ; અ. 8 ઑગસ્ટ 2003, વડોદરા) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1954માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1956માં બી.કૉમ. થયા. 1960માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા’માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી કલા-વિવેચનાના વિષય સાથે એમ.એ. થયા. વચગાળામાં થોડો…

વધુ વાંચો >

ખડ્ડા, મુહમ્મદ

ખડ્ડા, મુહમ્મદ (Khadda, Muhammad) (જ. 14 માર્ચ 1930, મોસ્તાગનેમ, અલ્જિરિયા; અ. 4 મે 1991, મોસ્તાગનેમ, અલ્જિરિયા) : આધુનિક અલ્જિરિયન ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત ખડ્ડાએ યુવાવયે પૅરિસ જઈ યુરોપના અત્યાધુનિક કલાપ્રવાહોને નજીકથી પિછાણ્યા. કુફી અને અન્ય અરબી લિપિઓની અક્ષર-આકૃતિઓને તેમણે સુશોભનાત્મક અભિગમથી ચિત્રોમાં અંકિત કરી, જેમાં અક્ષર કે શબ્દના અર્થ અભિપ્રેત હોય…

વધુ વાંચો >