અમિતાભ મડિયા
ઇજિપ્તની કલા
ઇજિપ્તની કલા (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) : ઇજિપ્તની કલા ઈસુ પૂર્વે પાંચમી સહસ્રાબ્દીથી શરૂ થઈ હોવાનું મનાય છે અને તે ઈસુ પછી ત્રીજી શતાબ્દી સુધી, એમ કુલ 5,300 વરસના લાંબા ગાળાનો વિસ્તૃત ઇતિહાસ ધરાવે છે. અત્યંત મૌલિક હોવા ઉપરાંત ઇજિપ્તની કલાનો ગ્રીક કલા ઉપર પણ ઊંડો પ્રભાવ પડ્યો છે. ચિત્રકલા…
વધુ વાંચો >ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ
ઇપ્કોવાલા સંતરામ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ : ગુજરાતમાં વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીની કલા-મહાશાળા. વલ્લભવિદ્યાનગરની આ યુનિવર્સિટીમાં કલાગુરુ રવિશંકર મહાશંકર રાવળ અને એચ. એમ. પટેલની પ્રેરણાથી 1960માં માત્ર એક હૉબીસેન્ટર તરીકે કલાકેન્દ્ર ઊભું થયું, જે 1964માં કલાશિક્ષકોની તાલીમ-કૉલેજ તરીકે કલાકેન્દ્ર આર્ટ ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ફેરવાયું. 1972માં તેમાં ચિત્રકલા, શિલ્પકલા અને…
વધુ વાંચો >ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલ
ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલ (જ. 19 નવેમ્બર 1859, ગેચિના, રશિયા; અ. 28 જાન્યુઆરી 1935, ત્બિલિસી, જ્યૉર્જિયા) : પ્રસિદ્ધ જ્યૉર્જિયન સંગીતકાર. પિતા કારીગર હતા. ગેચિના નગરમાં એક નાનકડા ઑર્ગન પર બીથોવનની કૃતિ ‘ધ રુઇન્સ ઑવ્ ઍથેન્સ’ સાંભળી બાળ મિખાઇલમાં સંગીતરુચિ તીવ્ર બની. નગરના મહેલમાં વાદ્યવૃંદના કાર્યક્રમોમાં શ્રોતા તરીકે હાજરી આપવી તેણે શરૂ કરી…
વધુ વાંચો >ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo)
ઉચ્ચેલો, પાઓલો (Uccello Paolo) (જ. 15 જૂન 1397, ફ્લૉરેન્સ નજીક પ્રેટોવેકિયો, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1475, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રારંભિક રેનેસાંસનો ચિત્રકાર. મૂળ નામ પાઓલો દિ દોનો. (Paolo Di Dono). ઉચ્ચેલો 10 વરસનો થયો તે અગાઉ જ શિલ્પી લૉરેન્ઝો ઘીબર્તીના વર્કશૉપમાં તાલીમાર્થે જોડાઈ ગયો હતો. 1415માં તે ફ્લૉરેન્સના કલાકારોના ટ્રેડ…
વધુ વાંચો >ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa)
ઉતામારો, કિતાગાવા (Utamaro, Kitagawa) (જ. 1753, જાપાન; અ. 31 ઑક્ટોબર 1806, ટોકિયો, જાપાન) : જાપાન અને પશ્ચિમ યુરોપમાં લોકપ્રિય બનેલી અને ‘ઉકીઓ-ઇ’ (Ukio-E) નામે પ્રસિદ્ધિ પામેલી કાષ્ઠ-છાપ-ચિત્રકલાના પ્રમુખ ચિત્રકારોમાંના એક. 1775માં નાની વયે એડો (Edo) નામે ઓળખાતા ટોકિયો નગરમાં આવી વસ્યા અને કાનો ગ્યોકુયનના શિષ્ય ટોરીયામા સિકીનના શિષ્ય બની ચિત્રકલાની…
વધુ વાંચો >ઉત્રિલ્યો, મૉરિસ
ઉત્રિલ્યો, મૉરિસ (જ. 26 ડિસેમ્બર 1883 પેરિસ, ફ્રાંસ; અ. 5 નવેમ્બર 1955, ફ્રાંસ) : નગરચિત્રો(city scapes)ના સર્જન માટે જાણીતો આધુનિક ફ્રૅંચ ચિત્રકાર. ચિત્રકારો રેન્વા (Renoir), દેગા (Degas) અને તુલુસ-લૂત્ર(Toulouse-Lautre)ની નગ્ન મૉડેલ સુઝાને વેલેદોં(Suzanne Valadon)નો તે અનૌરસ પુત્ર. પાછળથી સુઝાને પણ ચિત્રકળા તરફ ઢળેલી. બાળપણથી જ ખૂબ ઢીંચવાની આદત પડી જતાં…
વધુ વાંચો >ઉથુપ, ઉષા
ઉથુપ, ઉષા (જ. 7 નવેમ્બર 1947, મુંબઈ) : જાણીતાં પૉપ ગાયિકા. મુંબઈના તમિળવાસી મધ્યમવર્ગ પરિવારમાં ઉછેર. જન્મથી દક્ષિણ ભારતીય હોવા છતાં બાળપણ મુંબઈમાં વીતેલું હોવાથી નાનપણથી જ પશ્ચિમના પૉપશૈલીના સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સીધા સંપર્કમાં આવ્યાં. મુંબઈની કૅથલિક કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ખ્રિસ્તી યુવક…
વધુ વાંચો >એક્ઝેકિયાસ
એક્ઝેકિયાસ (Exekias) (જ. ઈ. પૂ. આશરે 550, ગ્રીસ; અ. ઈ. પૂ. આશરે 525, ગ્રીસ) : ગ્રીક કુંભકાર અને ચિત્રકાર. માત્ર ઈ. પૂ.ની 6ઠ્ઠી સદીની ગ્રીક કલાનો તે શ્રેષ્ઠ કુંભકાર હોવા સાથે સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ કુંભકારોમાંનો એક ગણાય છે. કુલ 11 કુંભો પર તેની સહી જોવા મળે છે : ‘એક્ઝેકિયાસે મને…
વધુ વાંચો >ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ
ઍટર્સી, ક્રિશ્ચિયન લુડવિગ (Attersee, Christian Ludwig) (જ. 28 ઑગસ્ટ 1940, બ્રેટસ્લાયા, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1951માં ઍટર્સીએ ગીતો તથા લઘુનવલો લખવાનું, કાર્ટૂન-પટ્ટીઓ સર્જવાનું તથા રંગમંચ-સજ્જા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું. 1957માં વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં પ્રો. એડુઅર્ડ બૉમર નીચે કલાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યાંથી 1963માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >એનેસ્કુ, જ્યૉર્જેઝ
એનેસ્કુ, જ્યૉર્જેઝ (જ. 19 ઑગસ્ટ 1881, લિવેની, રુમાનિયા; અ. 4 મે 1955, પૅરિસ, ફ્રાંસ) : બાખની કૃતિઓના સંચાલન માટે તથા રુમાનિયન શૈલીમાં સ્વસર્જિત કૃતિઓ માટે વિશ્વવિખ્યાત સંગીતકાર અને સ્વરનિયોજક. તેઓ ઉત્કૃષ્ટ વાયોલિનવાદક હતા. સાત વરસની ઉંમરે તેઓ વિયેના જઈ ત્યાં વિયેના કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને વાયોલિનનો અભ્યાસ…
વધુ વાંચો >