અમિતાભ મડિયા

ક્રેઇસ્લર, ફ્રિટ્ઝ

ક્રેઇસ્લર, ફ્રિટ્ઝ (જ. 2 ફેબ્રુઆરી 1875, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 29 જાન્યુઆરી 1962, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ વાયોલિનવાદક, વિયેના ખાતેની વિયેના કૉન્ઝર્વેટરીમાં સાત વરસની ઉંમરે ક્રેઇસ્લર વાયોલિનવાદન શીખવા માટે દાખલ થયેલા. 1885માં દસ વરસની ઉંમરે પૅરિસ જઈ પૅરિસ કૉન્ઝર્વેટરીમાં વાયોલિન અને સંગીતનિયોજન શીખવા માટે તેઓ દાખલ થયેલા. ત્યાર બાદ 1888-89માં…

વધુ વાંચો >

ક્રૅનાખ, લુકાસ

ક્રૅનાખ, લુકાસ (જ. 29 સપ્ટેમ્બર 1472, ક્રોનેખ, જર્મની; અ. 16 ઑક્ટોબર 1533, વીમાર, જર્મની) : ખ્રિસ્તી ધાર્મિક વિષયો અને ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે જાણીતા જર્મન બરોક-ચિત્રકાર. પોતાના પિતા પાસે તેઓ ચિત્રકલા શીખ્યા. સેક્સનીના ઇલેક્ટરે તેમની વીમાર ખાતે દરબારી ચિત્રકાર તરીકે 1504માં નિમણૂક કરી. અહીં લ્યૂથર સાથે તેમની મુલાકાત થઈ, જે…

વધુ વાંચો >

ક્રૅનૅક, અર્ન્સ્ટ

ક્રૅનૅક, અર્ન્સ્ટ (જ. 23 ઑગસ્ટ 1900, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 22 ડિસેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ.) : આધુનિક ઑસ્ટ્રિયન સંગીતકાર અને સંગીતનિયોજક. સપ્તકના બારે સ્વરોમાં કોમળ-તીવ્રના ભેદભાવ પાડ્યા વિના સમાન ગણાતી આધુનિક સંગીતપદ્ધતિ ‘ઍટોનાલિટી’ની ચોક્કસ સ્વર શ્રેણીઓનો આગ્રહ ધરાવતી ‘સિરિયાલિઝમ’ શાખાના વિકાસમાં ક્રૅનૅકનું પ્રદાન વિશિષ્ટ છે. વિયેના અને બર્લિનમાં સંગીતનો અભ્યાસ…

વધુ વાંચો >

ક્રૅમ્રિશ, સ્ટેલા

ક્રૅમ્રિશ, સ્ટેલા [જ. 29 મે 1896, નિકોલ્સ્બર્ગ (હવે મિકુલૉવ), ચેક રિપબ્લિક; અ. 31 ઑગસ્ટ, 1993, ફિલાડૅલ્ફિયા, અમેરિકા] : ભારતીય કલાપરંપરામાં ઊંડું સંશોધન કરનાર જર્મન મહિલા કલા-ઇતિહાસકાર, મ્યુઝિયમ ક્યુરેટર, સંપાદક, પત્રકાર અને પ્રાધ્યાપિકા. પશ્ચિમના દેશોમાં ભારતીય અને દક્ષિણ એશિયાઈ કલાની સાચી સમજ અને ઓળખ ઊભી કરવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.…

વધુ વાંચો >

ક્રૅસ્ટૉન, પૉલ

ક્રૅસ્ટૉન, પૉલ (Creston Paul) (જ. 10 ઑક્ટોબર 1906, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 24 ઑગસ્ટ 1985, સાન ડિયાગો, કૅલિફૉર્નિયા) : અમેરિકન સંગીતકાર અને સંગીતનિયોજક. અવનવા જીવંત લય માટે તેઓ ખાસ જાણીતા છે. પિયાનો અને ઑર્ગનવાદન શીખ્યા પછી ક્રૅસ્ટૉને ન્યૂયૉર્ક નગરના સેંટ માલાથીઝ ચર્ચમાં ઑર્ગનવાદક તરીકેની કારકિર્દી શરૂ કરી. નૅશનલ ઍસોસિયેશન ફૉર…

વધુ વાંચો >

ક્રૅસ્પી પરિવાર

ક્રૅસ્પી પરિવાર : [ક્રૅસ્પી, જિયોવાની બાતિસ્તા (Crespi, Giovanni Battista) (જ. 1567 સેરાનો, નોવારા નજીક, ઇટાલી; અ. 23 ઑક્ટોબર 1632, મિલાન, ઇટાલી); ક્રૅસ્પી, ડેનિયાલે (Crespi, Deniale) (જ. આશરે 1598, બૂસ્તો આર્સિત્ઝિયો, ઇટાલી; અ. 1630, મિલાન, ઇટાલી); ક્રૅસ્પી, જુસેપે મારિયા (Crespi Giuseppe Maria) (જ. 16 માર્ચ 1665, બોલોન્યા, ઇટાલી; અ. 16 જુલાઈ…

વધુ વાંચો >

ક્રોમ, જોન

ક્રોમ, જોન (જ. 22 ડિસેમ્બર, 1768, નોર્વીચ, બ્રિટન; અ. 22 એપ્રિલ 1821, નોર્વીચ, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. નિસર્ગચિત્રોના આલેખન માટે તેઓ જાણીતા છે. બ્રિટિશ ચિત્રકારો ગેઇન્સ્બરો અને વિલ્સન તથા ડચ ચિત્રકારો રુઇસ્ડાયેલ, કુઇપ અને હોબેળાનાં ચિત્રોની અનુકૃતિ કરી તેઓ ચિત્રકલા શીખેલા. યુરોપભરમાંથી નેપોલિયોંએ લૂંટી લાવેલાં ચિત્રો અને શિલ્પો નિહાળવા…

વધુ વાંચો >

ક્લાઇન ફ્રાન્ઝ

ક્લાઇન, ફ્રાન્ઝ (જ. 23 મે 1910, પેન્સિલવેનિયા; અ. 13 મે 1962, ન્યૂયૉર્ક) : અમેરિકાના આધુનિક જીવનનું આલેખન કરનાર આધુનિક અમેરિકન ચિત્રકાર.  અમેરિકન નગરોમાં જિવાતા માનવજીવનનું, જાહેર રસ્તાઓ પરની ગતિવિધિ અને અમેરિકન સાંસ્કૃતિક જીવનનું પ્રતિબિંબ તેમનાં ચિત્રોમાં મળે છે. રશિયન સંગીતકાર સ્ટ્રાવિન્સ્કીના બૅલે ‘પેત્રુશ્કા’માં મુખ્ય નર્તક નિજિન્સ્કીને આલેખતું તેમનું ચિત્ર ‘નિજિન્સ્કી…

વધુ વાંચો >

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી

ક્લાર્ક, કૅનિથ મેક્કૅન્ઝી (જ. 13 જુલાઈ 1903, લંડન, બ્રિટન; અ. 21 મે 1983, હાઈથી, કૅન્ટ, બ્રિટન) : યુરોપિયન કલાના ઇતિહાસમાં ઊંડું સંશોધન કરનાર પ્રસિદ્ધ બ્રિટિશ કલા-ઇતિહાસકાર અને મ્યુઝિયમ-ક્યુરેટર. ધનાઢ્ય સ્કૉટિશ પરિવારમાં ક્લાર્ક જન્મ્યા હતા. પિતા કાપડનો ધંધો કરતા હતા. ઑક્સફર્ડ ખાતેની વિન્ચેસ્ટર કૉલેજ અને ટ્રિનિટી કૉલેજમાં તેમણે કલાના ઇતિહાસનો અભ્યાસ…

વધુ વાંચો >

ક્લિન્ગર, મૅક્સ

ક્લિન્ગર, મૅક્સ (જ. 18 ફેબ્રુઆરી 1857, લાઇપઝિગ, જર્મની, અ. 5 જુલાઈ 1920, નૉમ્બર્ગ નજીક, જર્મની) : જર્મન રંગદર્શી ચિત્રકાર અને શિલ્પી. સ્વપ્નિલ સૃષ્ટિ ખડી કરવા માટે તેઓ જાણીતા છે. ક્લિન્ગર તરુણાવસ્થામાં પ્રસિદ્ધ જર્મન ચિત્રકાર આનૉર્લ્ડ બૉક્લીનના પ્રભાવ હેઠળ આવ્યા અને એમનાં એ સમયનાં ચિત્રો સ્વપ્નિલ, કવચિત્ માંદલી કલ્પનાનાં પરિણામ છે.…

વધુ વાંચો >