અમિતાભ મડિયા

કૉલ્વિટ્ઝ કૅથે

કૉલ્વિટ્ઝ, કૅથે (જ. 8 જુલાઈ 1867, કૉનિગ્સ્બર્ગ, જર્મની; અ. 22 એપ્રિલ 1945, બર્લિન, જર્મની) : આધુનિક જર્મન મહિલા-ચિત્રકાર અને શિલ્પી. તેમની કલાકૃતિઓમાં માનવજાતિની યાતનાઓ અને પીડા પ્રત્યે તીવ્ર સહાનુભૂતિ જોવા મળે છે. તેમના પતિ કાર્લ દલિતો, પીડિતો અને ગરીબોની સારવાર કરતા દાક્તર હતા. જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકારો ઑટો ડીક્સ અને જ્યૉર્જ…

વધુ વાંચો >

કોવારુબિયાસ મિગ્વેલ

કોવારુબિયાસ, મિગ્વેલ (Covarrubias, Miguel) (જ. 22 નવેમ્બર 1904, મૅક્સિકો નગર, મૅક્સિકો; અ. 4 ફેબ્રુઆરી 1957, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક મૅક્સિકન ચિત્રકાર અને સાંસ્કૃતિક સંશોધક. શાલેય અભ્યાસ મૅક્સિકોમાં પૂરો કરી ન્યૂયૉર્ક નગર જઈ ત્યાં કલાનો અભ્યાસ કર્યો. એ પછી ન્યૂયૉર્ક નગરથી પ્રકાશિત થતા સ્ત્રીઓનાં વસ્ત્રો, સૌંદર્યપ્રસાધનો અને ફૅશન અંગેના જાણીતા…

વધુ વાંચો >

ક્રાફ્ટ ઍડમ

ક્રાફ્ટ, ઍડમ (Craft, Adam) (જ. આશરે 1455થી 1460, નર્નબર્ગ, જર્મની; અ. 1508 કે 1509, શ્વેબેખ, જર્મની) : પ્રસિદ્ધ જર્મન ગૉથિક શિલ્પી. ભાવવાહી માનવ-આકૃતિઓ કંડારવા માટે તેઓ જાણીતા છે. એમના જીવન અંગે જૂજ માહિતી મળે છે. ‘ક્રાઇસ્ટ્સ પેશન’ (1490) તથા ‘રિઝરેક્શન’ (1492) એમની શ્રેષ્ઠ શિલ્પરચનાઓ ગણાય છે. વળી નર્નબર્ગ ખાતે સેંટ…

વધુ વાંચો >

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો   ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…

વધુ વાંચો >

ક્રિસ્ટો જાવાશૅફ

ક્રિસ્ટો જાવાશૅફ (Christo Javachef) (જ. 13 જૂન 1935, બલ્ગેરિયા; અ. 31 મે 2020, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક) : આધુનિક બલ્ગેરિયન કલાકાર. બાઇસિકલ, મહિલાથી માંડીને મકાન સુધ્ધાંને પૅકેજિંગ (Packaging) કરવાની પ્રવૃત્તિ વડે કલાસર્જન કરવા માટે તેઓ જાણીતા છે. આ વિશ્વમાં માત્ર ખાલીપો છે અને માત્ર સન્નાટો જ આરાધ્ય છે તેવી તેમની ફિલસૂફી…

વધુ વાંચો >

ક્રિસ્ટૉલ, જોશુઆ

ક્રિસ્ટૉલ, જોશુઆ (Cristall, Joshua) (જ. 1768, કમ્બરોન યુ. કે.; અ. 1847, લંડન, યુ. કે.) : નિસર્ગ ચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. 1792માં તેમના પિતાએ તેમને કાચ અને પોર્સેલિનનાં વાસણોના ધંધામાં પરાણે ધકેલ્યા. તેમાંથી મુક્તિ મેળવી તેઓ 1795માં લંડનની રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. 1802માં તેમણે વેલ્સ…

વધુ વાંચો >

ક્રીગર, જોહાન ફિલિપ

ક્રીગર, જોહાન ફિલિપ (Krieger, Johann Philip) (જ. 25 ફેબ્રુઆરી 1649, નર્નબર્ગ, જર્મની; અ. 7 ફેબ્રુઆરી 1725, વીસેન્ફેલ્સ, સેક્સની, જર્મની) : ચર્ચ માટેના કૅન્ટાટા (Cantata), ફ્યુગ (fugue) તથા ક્લેવિયર (Clavier) પર વગાડવાની રચનાઓ માટે જાણીતા જર્મન સંગીતનિયોજક. નર્નબર્ગ તથા કૉપનહેગન ખાતે સંગીતની તાલીમ લીધા પછી 1670માં ક્રીગરે બેરૂથમાં દરબારી ઑર્ગનવાદક તરીકે…

વધુ વાંચો >

ક્રીગૉફ, કૉર્નેલિયસ

ક્રીગૉફ, કૉર્નેલિયસ (જ. 19 જૂન 1815, હોલૅન્ડ; અ. 5 માર્ચ 1872, શિકાગો, ઇલિનૉઇસ, અમેરિકા) : કૅનેડાના રંગદર્શી ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી 1830માં જર્મનીના ડુસેલ્ડોર્ફ નગરમાં એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પાંચ વરસ કલાનો અભ્યાસ કર્યો. 1836માં અમેરિકા જઈ તેઓ અમેરિકન લશ્કરમાં ભરતી થયા. 1840માં લશ્કરમાંથી છૂટા થઈ કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે ચિત્રકાર…

વધુ વાંચો >

ક્રુઇત્ઝર, રુડોલ્ફ

ક્રુઇત્ઝર, રુડોલ્ફ (જ. 16 નવેમ્બર 1766, વર્સાઇલ, ફ્રાંસ; અ. 6 જાન્યુઆરી 1831, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રસિદ્ધ ફ્રેંચ વાયોલિનવાદક, સંગીતનિયોજક તથા સંગીતસંચાલક. સંગીતનિયોજક અને સંગીતસંચાલક ઍન્ટૉન સ્ટૅમિટ્ઝ હેઠળ તેમણે સંગીત અંગેની તાલીમ લીધી હતી. ત્યાર બાદ 1795માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં તેમની  નિમણૂક વાયોલિનના પ્રાધ્યાપક તરીકે થઈ. 1798માં વિયેના ખાતે તેમની મુલાકાત મહાન…

વધુ વાંચો >

ક્રેઇત્ઝ્બર્ગ, હૅરાલ્ડ

ક્રેઇત્ઝ્બર્ગ, હૅરાલ્ડ (જ. 11 ડિસેમ્બર 1902, રિખન્બર્ગ, બોહેમિયા; અ. 24 એપ્રિલ 1968, ગૂમ્લિજેન, બર્ન નજીક, સ્વિટ્ઝર્લૅન્ડ) : આધુનિક જર્મન નર્તક અને કોરિયોગ્રાફર. મૂક એકપાત્રી (mime) અભિનય સાથે નૃત્યનું સંયોજન ધરાવતાં એકલ નૃત્યો માટે તેઓ જાણીતા છે. ડ્રૅસ્ડન બૅલે સ્કૂલમાં ક્રેઇત્ઝ્બર્ગ પ્રશિષ્ટ બૅલે શીખ્યા. ત્યાર બાદ મેરી વિગ્મૅન અને રુડોલ્ફ લૅબૅન…

વધુ વાંચો >