અમિતાભ મડિયા

કુનિસાડા ઉતાગાવા

કુનિસાડા, ઉતાગાવા (જ. 1786, ઇડો; અ. 12 જાન્યુઆરી 1865, ઇડો ) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર ઉતાગાવા ટોયોકુની હેઠળ શાગિર્દ બનીને તેણે તાલીમ મેળવી. કુનિસાડાએ વિવિધ વિષયો ચિત્રમાં આલેખ્યા છે; જેમાં મનોહર જાપાની નિસર્ગ, નયનરમ્ય જાપાની મહિલાઓ (ઘરગથ્થુ ગેઇશા યુવતીઓ અને વેશ્યાઓ), ભૂતાવળ, સુમો…

વધુ વાંચો >

કુન્હીરામન્ કાનાઈ

કુન્હીરામન્, કાનાઈ (જ. 25 જુલાઈ 1937, કેરળ, ભારત-) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે. તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ…

વધુ વાંચો >

કુપેરિન ફ્રાંસ્વા

કુપેરિન, ફ્રાંસ્વા (Couperin Francois) (જ. 10 નવેમ્બર 1668, ફ્રાંસ; અ. 11 સપ્ટેમ્બર 1733, ફ્રાંસ) : ફ્રેંચ બરોક-સંગીતકાર. તરુણાવસ્થામાં જ એક ઉત્તમ ઑર્ગનવાદક તરીકે કારકિર્દી શરૂ કરી. ફ્રેંચ રાજા લુઈ ચૌદમાએ પોતાનાં બાળકોના સંગીત-શિક્ષણની જવાબદારી કુપેરિનને સોંપી. તેમણે ઑર્ગન માટે સંખ્યાબંધ કૃતિઓ લખી. તેઓ એક ઉત્તમ હાર્પિસ્કૉર્ડ વાદક પણ બન્યા. આ…

વધુ વાંચો >

કુપ્કા ફ્રૅન્ટિસૅક

કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે. પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ…

વધુ વાંચો >

કુરાત્સુકુરી તોરી

કુરાત્સુકુરી, તોરી (જીવનકાળ : સાતમી સદીનો પૂર્વાર્ધ, જાપાન) : જાપાની શિલ્પીઓની પરંપરામાં પ્રથમ અગ્રિમ શિલ્પી. કુરાત્સુકુરી ચુસ્ત બૌદ્ધ અનુયાયી હતો. ઘોડાની પલાણ પર જરીકામ કરવાની સાથે તે બુદ્ધની કાંસામાંથી પ્રતિમાઓ પણ બનાવતો. સામ્રાજ્ઞી સુઈકો અને પાટવીકુંવર શોટોકુએ તેની પાસે તત્કાલીન જાપાની રાજધાની નારા ખાતે કાંસામાંથી 4.87 મીટર (સોળ ફૂટ) ઊંચું…

વધુ વાંચો >

કુલકર્ણી કૃષ્ણ શ્યામરાવ

કુલકર્ણી, કૃષ્ણ શ્યામરાવ (જ. 7 એપ્રિલ, 1916 બેલગામ, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1994) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેઓ 1935માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1940માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1945માં તેમણે દિલ્હી ખાતેની દિલ્હી પૉલિટેકનિક કૉલેજમાં કલાના અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. એ જ…

વધુ વાંચો >

કુલકર્ણી દત્તાત્રેય ગુન્ડો

કુલકર્ણી, દત્તાત્રેય ગુન્ડો (જ. 28 ડિસેમ્બર 1921, શેદબાલ, જિ. બેલગામ, કર્ણાટક; અ. 16 નવેમ્બર 1992, મુંબઈ) : આધુનિક ભારતીય શિલ્પી, ચિત્રકાર અને કાર્ટૂનિસ્ટ. ‘ડિઝી’ તખલ્લુસથી તેઓ વિશેષ જાણીતા છે. કન્નડ બ્રાહ્મણ માતાપિતાના સંતાન ડિઝીને પાંચ બહેનો અને એક ભાઈ હતાં. ડિઝી સૌથી નાના. શાલેય અભ્યાસ પૂરો કરી 1939માં ડિઝી મુંબઈની…

વધુ વાંચો >

કુસુમી મોરિકાગે

કુસુમી, મોરિકાગે (જ. 1610 ?, એડો, જાપાન; અ. 1700, જાપાન) : ખેડૂતો અને આમજનતાનું નિરૂપણ કરવા માટે જાણીતો જાપાની ચિત્રકાર. કાનો ચિત્રશૈલીના ગુરુ તાન્યુ કાનો પાસે કુસુમીએ કલાની તાલીમ લીધી. ચીનના સુન્ગ રાજવંશ કાળની કલાશૈલીથી પ્રભાવિત કાનો શૈલીના ચુસ્ત નીતિનિયમો કુસુમીને પહેલેથી જ બંધિયાર અને ગૂંગળાવનારા લાગેલા; આથી તેમણે મુક્ત…

વધુ વાંચો >

કૂતુરે થૉમસ

કૂતુરે, થૉમસ (Couture, Thomas) (જ. 21 ડિસેમ્બર 1815, ફ્રાંસ; અ. 30 માર્ચ 1879 ફ્રાંસ) : વ્યક્તિચિત્રો તેમજ ઐતિહાસિક વિષયનાં ચિત્રો આલેખવા માટે જાણીતા ફ્રેંચ રંગદર્શી ચિત્રકાર. ફ્રેંચ ચિત્રકાર ગ્રૉસ હેઠળ કૂતુરે ચિત્રકલા શીખેલા. તેમના વ્યક્તિચિત્રોમાં નજરે પડતાં મૉડલની પ્રભાવક ઉપસ્થિતિ ખાસ ધ્યાન ખેંચે છે. તેમનાં ચિત્રોમાં તીવ્ર પ્રકાશ સાથે તીવ્ર પડછાયાની…

વધુ વાંચો >

કૂનિન્ગ વિલેમ

કૂનિન્ગ, વિલેમ (જ. 24 એપ્રિલ 1904, રોટર્ડૅમ, હોલૅન્ડ; અ. 19 માર્ચ 1997, ઇસ્ટ હેમ્પ્ટન, ન્યૂયોર્ક) : આધુનિક અમૂર્ત ચિત્રણાની ઍક્શન પેઇન્ટિંગ શાખામાં કામ કરનાર અમેરિકાના અગ્રણી ચિત્રકાર. 1926માં કૂનિન્ગ હોલૅન્ડથી ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા આવ્યા. 1940 સુધી તેમણે વાસ્તવવાદી ઢબે વ્યક્તિચિત્રો ચીતર્યાં. 1940માં તેઓ અમૂર્ત ચિત્રણામાં કામ કરનાર અમેરિકાના…

વધુ વાંચો >