અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે
કાણેકર, અનંત આત્મારામ
કાણેકર, અનંત આત્મારામ (જ. 2 ડિસેમ્બર 1905, મુંબઈ; અ. 4 મે 1980, મુંબઈ) : મરાઠીના કવિ, લઘુનિબંધકાર, નાટ્યકાર અને પત્રકાર. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1925માં બી.એ. થયા. 1930માં કાયદાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. તે પછી 3થી 4 વર્ષ સુધી મુંબઈની વડી અદાલતમાં વકીલાત કરી. 1941માં મુંબઈની ખાલસા કૉલેજમાં મરાઠીના પ્રાધ્યાપક તરીકે…
વધુ વાંચો >કાનેટકર, વસંત શંકર
કાનેટકર, વસંત શંકર (જ. 20 માર્ચ 1922, રહિમતપુર, જિ. સતારા; અ. 30 જાન્યુઆરી 2001, નાસિક) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા વાર્તા અને નવલકથાના લેખક. ‘રવિકિરણ મંડળ’ના ત્રણ પ્રમુખ કવિઓમાંના એક કવિ ગિરીશના પુત્ર. શિક્ષણ સાંગલી તથા પુણે ખાતે. અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી નાસિકની એચ.પી.ટી. કૉલેજમાં…
વધુ વાંચો >કામદાર-શિક્ષણ
કામદાર-શિક્ષણ : કાર્યક્ષેત્ર, જાગરુકતા તથા વ્યક્તિગત તેમજ કૌટુંબિક વિકાસમાં મદદરૂપ એવું કામદારોને અપાતું શિક્ષણ. આવા શિક્ષણ દ્વારા કામદારોનું કાર્યકૌશલ વધારવાનો, સંઘશક્તિ પ્રત્યે તેમને સભાન કરવાનો તથા તેમનામાં સારા નાગરિકોના ગુણ કેળવવાનો હેતુ હોય છે. કામદાર-શિક્ષણનું આયોજન કરતી વેળાએ કેટલીક અગત્યની બાબતોનો અગાઉથી વિચાર કરવામાં આવે છે, જે તેની સફળતા માટે…
વધુ વાંચો >કાર્લ રીટર
કાર્લ રીટર (જ. 7 ઑગસ્ટ 1779, ક્વેડિંગબર્ગ, જર્મની; અ. 28 સપ્ટેમ્બર 1859, બર્લિન, જર્મની) : વિખ્યાત જર્મન ભૂગોળવેત્તા તથા આધુનિક ભૂગોળવિજ્ઞાનના અગ્રેસર. શરૂઆતનું શિક્ષણ ગોથા પાસેના શુએફેન્થાલ ખાતે. ત્યાં તેમના પર જર્મન દાર્શનિક જોહાન ગૉટફ્રીડ વૉન હર્ડર, ફ્રેંચ દાર્શનિક રૂસો તથા સ્વિટ્ઝર્લૅન્ડના જાણીતા શિક્ષણવિદ્ જોહાન હેન્રિચ પેસ્ટાલોઝીની વિચારસરણીનો પ્રભાવ પડ્યો.…
વધુ વાંચો >કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર)
કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) સ્થાન અને સીમા : ‘પૃથ્વી ઉપરના સ્વર્ગ’ તરીકે ગણાતું આ રાજ્ય ભારતના ગણરાજ્યનું ઘટક છે. તે 32o 10’થી 37o 10′ ઉ. અ. અને 72o 30’થી 80o 30′ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,22,236 કિમી. છે તે પૈકી આશરે 78,114 કિમી. પાકિસ્તાન હસ્તક છે.…
વધુ વાંચો >કિર્લોસ્કર
કિર્લોસ્કર : મરાઠી ભાષામાં પ્રકાશિત થતું, પ્રગતિશીલ વિચારસરણી તથા લલિત સાહિત્યને વરેલું માસિક. સ્થાપના 1920. વીસમી સદીના ત્રીજા દાયકામાં મરાઠી સામયિકોમાં જુવાળ આવ્યો. તે અરસામાં પ્રગટ થયેલાં અનેક સામયિકોમાંથી ટકી રહેલાં અને સતત પ્રગતિપથ પર અગ્રેસર રહેલાં સામયિકોમાં ‘કિર્લોસ્કર’નું નામ મોખરે છે. એમાં ટૂંકી વાર્તાઓ પછી ધારાવાહી નવલકથા, નિબંધો, કવિતા,…
વધુ વાંચો >કિર્લોસ્કર બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ)
કિર્લોસ્કર, બળવંત પાંડુરંગ (અણ્ણાસાહેબ) (જ. 31 માર્ચ 1843, ગુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 2 નવેમ્બર 1885, ગુર્લહોસુર, જિ. ધારવાડ, કર્ણાટક) : મરાઠીના પ્રથમ શ્રેષ્ઠ સંગીત-નાટકકાર અને સંગીત-રંગભૂમિના શિલ્પી, ઉત્કૃષ્ટ રંગમંચઅભિનેતા, સંગીતજ્ઞ અને કવિ. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું કિર્લોસી ગામ. તેથી અટક કિર્લોસ્કર. બાર વર્ષ સુધી કાનડી અને મરાઠી બંને ભાષાનું…
વધુ વાંચો >કિલ્લેબંધી
કિલ્લેબંધી : યુદ્ધ દરમિયાન પોતાની સંરક્ષણ હરોળ મજબૂત અને અભેદ્ય કરવાના હેતુથી લેવાતાં લશ્કરી પગલાં. તેમાં સંરક્ષણ-થાણાં (works) ઊભાં કરવાં, કૃત્રિમ અવરોધો ઊભા કરવા અને શત્રુ પક્ષ આક્રમણનો લાગ ન લઈ શકે તે રીતે આસપાસના વિસ્તારોમાં પ્રાકૃતિક અવરોધોનો લાભ લેવો વગેરેનો સમાવેશ થાય છે. યુદ્ધક્ષેત્રમાં લાંબા અંતર સુધી તીક્ષ્ણ અને…
વધુ વાંચો >કુડુમ્બ વિળક્કુ
કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન…
વધુ વાંચો >કે.જી.બી.
કે.જી.બી. : ભૂતપૂર્વ સોવિયેટ સંઘની રાષ્ટ્રીય સુરક્ષાસમિતિ. રશિયન ભાષામાં તેનું પૂર્ણરૂપ ‘Komitet Gosudarstvennoy Bezopasnosti’ છે. અંગ્રેજી ભાષામાં તેનો અર્થ ‘કમિટી ઑવ્ સ્ટેટ સિક્યુરિટી’ થાય છે. સ્થાપના 1954. સોવિયેટ સંઘના NKVD તથા MGB જેવાં અન્ય પોલીસ-સંગઠનોની સરખામણીમાં તે વધુ લાંબા સમય સુધી ટકી શક્યું. સોવિયેટ સંઘના સત્તામાળખાના શ્રેણીબદ્ધ શાસનતંત્રમાં લશ્કર પછી…
વધુ વાંચો >