અનિલ રાવલ

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન : ભારતની સુરક્ષિત અને આધુનિક સગવડતા ધરાવતી ઝડપી ટ્રેન. ભારતના લોકો ઝડપી મુસાફરી કરી શકે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ સ્વપ્ન પ્રોજેક્ટ છે એટલે એમણે અત્યાર સુધી શરૂ થયેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું છે. 15 ફેબ્રુઆરી…

વધુ વાંચો >

શુક્લ વિનોદ કુમાર

શુક્લ વિનોદ કુમાર( જ. 1 જાન્યુઆરી 1937 રાજનાંદગાંવ, મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ) – ) : સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત પહેલા ભારતીય અને એશિયાઈ લેખક. જન્મ મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારમાં થયો હતો. એમની માતાનું નામ રુક્મિણી દેવી હતું. રુક્મિણી દેવીનું બાળપણ બાંગ્લાદેશના જમાલપુરમાં વીત્યું હતું.…

વધુ વાંચો >

સિંધિયા, જ્યોતિરાદિત્ય

સિંધિયા, જ્યોતિરાદિત્ય (જ. 1 જાન્યુઆરી 1971, મુંબઈ) : જાણીતા રાજકારણી. તેમનો જન્મ કુર્મી મરાઠા પરિવારમાં થયો હતો. પિતા માધવરાવ સિંધિયા અને માતા માધવી રાજે સિંધિયા. તેઓ સિંધિયા ગ્વાલિયર રજવાડાના છેલ્લા મહારાજા જીવાજીરાવ સિંધિયાના પૌત્ર છે. તેમના પિતા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધીની સરકારમાં મંત્રી હતા. 30 સપ્ટેમ્બર 2001ના રોજ, ઉત્તરપ્રદેશમાં એક…

વધુ વાંચો >

સિંહ, (ડૉ.) મનમોહન

સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં)) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન. પિતા ગુરમુખ સિંહ અને માતા અમૃત…

વધુ વાંચો >

સિંહ, રાજનાથ

સિંહ, રાજનાથ (જ. 10 જુલાઈ 1951, બાભોરા, ઉત્તર પ્રદેશ) : ભારતીય જનતા પાર્ટીના 8મા અધ્યક્ષ અને ભારતના 29મા સંરક્ષણ પ્રધાન. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવી. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની સ્થાનિક શાળામાંથી મેળવ્યું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ…

વધુ વાંચો >

સિંહ શિવાંગી

સિંહ શિવાંગી (જ. 15 માર્ચ 1995, ફતેહાબાદ, મુઝફ્ફરપુર, બિહાર) : રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ અને એકમાત્ર મહિલા પાઇલટ. પિતા હરિ ભૂષણ સિંહ અને માતા પ્રિયંકા સિંહ. તેણે ગંગટોકની સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટૅક્નૉલૉજીની પદવી મેળવી. તેણે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં વધુ અભ્યાસ…

વધુ વાંચો >

સોહોની, કમલા

સોહોની, કમલા (જ. 18 જૂન 1911, ઈન્દોર; અ. 28 જૂન 1998, નવી દિલ્હી) : ફિલ્ડ્સ બાયોકેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક, બ્રિટિશ યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા. કમલા સોહોનીના પિતા નારાયણરાવ ભાગવત તેમજ તેના કાકા માધવરાવ ભાગવત રસાયણશાસ્ત્રી હતા. કમલા 1933માં બોમ્બે યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર(મુખ્ય) અને ભૌતિકશાસ્ત્ર(ગૌણ) વિષય સાથે સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે…

વધુ વાંચો >

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્

સ્વામીનાથન,મોનકામ્બુ સામ્બશિવન્ (જ. 7 ઑગસ્ટ 1925, કુમ્બાકોનમ, તમિલનાડુ; અ. 28 સપ્ટેમ્બર 2023, ચેન્નઈ) : ભારતીય કૃષિવિજ્ઞાની, વનસ્પતિ આનુવંશિક અને હરિયાળી ક્રાંતિના વૈશ્વિક નેતા. પિતા એમ. કે. સાંબાસિવન અને માતા પાર્વતી થંગમ્મલ સાંબાસિવન. તેમના પિતા જનરલ સર્જન હતા. તેઓ કેરળના અલપ્પુઝા જિલ્લાના વતની હતા. સ્વામીનાથન જ્યારે 11 વર્ષના હતા ત્યારે તેમના…

વધુ વાંચો >

હેરિસ, કમલા (કમલા હેરિસ)

હેરિસ, કમલા (કમલા હેરિસ) ( જ. 20 ઑક્ટોબર, 1964, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના યુવા રાજકારણી અને વ્યવસાયે એટર્ની. હાલ અમેરિકાનાં 49મા ઉપરાષ્ટ્રપ્રમુખ. વળી અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ પદ ધરાવતાં મહિલા અધિકારી તેમજ પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ. ડેમૉક્રૅટિક પક્ષના સભ્ય હેરિસ વર્ષ 2011થી 2017 સુધી કૅલિફૉર્નિયાના…

વધુ વાંચો >

હોસબલે દત્તાત્રેય

હોસબલે દત્તાત્રેય (જ. 1 ડિસેમ્બર 1954, શિમોગા, સોરાબા, કર્ણાટક) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામંત્રી(સરકાર્યવાહ). તેઓ મૈસુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થયા છે. તેઓ 1968માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને ત્યારબાદ 1972માં તેની સંલગ્ન વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેઓ 1978માં પૂર્ણ-સમયના કાર્યકર્તા બન્યા હતા. 1978માં તેમને…

વધુ વાંચો >