અનિલા દલાલ

ગેઑર્ગ, શ્ટેફાન

ગેઑર્ગ, શ્ટેફાન [જ. 12 જુલાઈ 1868, બિન્ગેન (Bingen), જર્મની; અ. 4 ડિસેમ્બર 1933, લોકાર્નો, સ્વિટ્ઝર્લૅન્ડ] : ‘કલા ખાતર કલા’ના આંદોલનના પ્રવર્તક જર્મન પ્રતીકવાદી કવિ. હરાઇનને કિનારે આવેલા એક ગામમાં જન્મ. તેમણે પૅરિસ, મ્યૂનિક બર્લિનમાં અભ્યાસ કર્યો હતો; જોકે બર્લિન યુનિવર્સિટીમાં ત્રણ સેમેસ્ટરના અભ્યાસ પછી યુનિવર્સિટી શિક્ષણ છોડી દીધું હતું. તે…

વધુ વાંચો >

ગેટે, યોહાન વૉલ્ફગાન્ગ

ગેટે, યોહાન વૉલ્ફગાન્ગ (જ. 28 ઑગસ્ટ 1749, ફ્રેન્કફર્ટ-આમ-માઇન; અ. 22 માર્ચ 1832, વાઇમાર, જર્મની) : જર્મન ભાષાના બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રસિદ્ધ સાહિત્યકાર. કિશોરવયમાં જ ગેટે પર ફ્રેન્ચ કવિતાની અસર પડી. પછી ત્યાં રજૂ થતાં ફ્રેન્ચ નાટકો અને ઑપેરા જોઈ નાટકો પ્રત્યે રુચિ થઈ. 16 વર્ષની ઉંમરે તો તેમને ફ્રેન્ચ ઉપરાંત…

વધુ વાંચો >

ચરિત-પુથિ

ચરિત-પુથિ : અસમના વૈષ્ણવ સંત શંકરદેવ(1449–1569)ના ચરિતનું વિવિધ લેખકો દ્વારા વિવિધ તબક્કે રચાયેલું સાહિત્ય. વૈષ્ણવ આંદોલનના જુવાળની પ્રશાખા જેવો અને અસમની સત્રસંસ્થાઓના આશ્રયે આ ચરિત-પ્રકાર વિકસ્યો હતો. આ પરંપરા બીજા વૈષ્ણવ સંતોની જીવનકથાઓમાં પણ જળવાઈ રહી છે. જેમ કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુની. જીવનચરિત્રમાંથી પઠનની પ્રણાલીની શરૂઆત માધવદેવે (1492–1597) કરી હતી.…

વધુ વાંચો >

ચલમ

ચલમ (જ. 18 મે 1894, ચેન્નાઈ; અ. 4 મે 1979, અરુણાચલમ્) : સુપ્રસિદ્ધ તેલુગુ નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનું મૂળ નામ વેંકટચલમ્ ગુડિપતિ હતું. તેમનો જન્મ ચેન્નાઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કોમ્મુરી શંભાશિવ અને માતાનું નામ વેંકટ સુબ્બમ્મા હતું. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તેનાલી અને કાકિનાડામાં લીધા…

વધુ વાંચો >

ચલીહા, સૌરભકુમાર

ચલીહા, સૌરભકુમાર (જ. 16 જુલાઈ 1930, ગુવાહાટી; અ. 25 જૂન 2011, ગુવાહાટી) : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અસમિયા વાર્તાકાર. તેમનું મૂળ નામ સુરેન્દ્રનાથ મેધિ હતું. ‘ચલીહા સૌરભકુમાર’ તેમનું તખલ્લુસ છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી 1950માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ડિગ્રી ઑનર્સ સાથે અને ત્યારબાદ લંડન યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે…

વધુ વાંચો >

ચાંદ સોદાગર

ચાંદ સોદાગર : બંગાળી મંગલકાવ્યોમાં નિરૂપિત લોકકથાનું પાત્ર. લોકજીવન અને લોકધર્મ પર આધારિત અનેક દેવદેવીઓ વિશે બંગાળીમાં મંગલકાવ્યો રચાયાં છે. આ કાવ્યોમાં આવતી ચાંદ સોદાગર અને લખિન્દર-બેહુલાની કથા ત્યાંના જનજીવનમાં વણાઈ ગઈ છે. મનસાદેવી એ સર્પદેવતા છે. ‘મનસામંગલ’માં મનસાદેવીના માહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’,…

વધુ વાંચો >

ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ)

ચિકામાત્ઝુ, મોન્ઝાઅમન (સુગિમોરિ નોબુમોરિ) (જ. 1653 ક્યોટો, જાપાન; અ. 6 જાન્યુઆરી 1725, ઓસાકા, જાપાન) : જાપાનના ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાટકકાર. તેમની નાટકકાર તરીકેની કારકિર્દી લગભગ 1673ની આસપાસ શરૂ થઈ હતી. તેમણે 160 જેટલાં નાટકો બુનરાકુ (પપેટ થિયેટર) માટે લખ્યાં હોવાનું કહેવાય છે. તેમણે પૉપ્યુલર થિયેટર માટે ‘કાબુકી’ નાટકો…

વધુ વાંચો >

ચિવરકુ મિગિલેદિ (પુરુષાર્થને અંતે)

ચિવરકુ મિગિલેદિ (પુરુષાર્થને અંતે) : તેલુગુ નવલકથાકાર બુચ્છી બાબુની (જ. 1916, અ. 1967) સર્વોત્તમ કૃતિ. પાત્રના મનનાં ઊંડાણોનું આલેખન લેખકની વિશિષ્ટતા છે. આ નવલકથામાં નાયક દયાનિધિના આંતરિક સંઘર્ષો – તેનો સ્વભાવ અને આસપાસના પરિવેશ વચ્ચેના સંઘર્ષો પણ – વર્ણવવામાં આવ્યા છે. કથામાં મુખ્ય ઘટનાઓ નાયકના નારીપાત્રો સાથેના સંબંધો સાથે જોડાયેલી…

વધુ વાંચો >

ચિંતાવિષ્ટા યા સીતા (1919)

ચિંતાવિષ્ટા યા સીતા (1919) : મલયાલમમાં કુમારન્ અસને (જ. 1873; અ. 1924) રચેલું કાવ્ય; કેટલાકને મતે કવિની ઉત્તમ કૃતિ. કાવ્યમાં સીતાની પરિકલ્પના ‘સ્વ’ને અતિક્રમી જતા પ્રેમના પ્રતીક રૂપે કરવામાં આવી છે. સીતાની વેદનાના અને ચિંતનના આલેખન સાથે કાવ્યના કેન્દ્રમાં સીતાની શૂન્યમનસ્કતા છે. સીતાના અચેતન મનમાં રહેલા વિચારો અને લાગણીઓને કવિ…

વધુ વાંચો >

ચેટરટન ટૉમસ

ચેટરટન ટૉમસ (જ. 20 નવેમ્બર 1752, બ્રિસ્ટલ; અ. 24 ઑગસ્ટ 1770, બ્રૂક સ્ટ્રીટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ, પિતાના મૃત્યુ પછી જન્મ. માતાએ સેન્ટ મૅરી રેડક્લીફ ચર્ચના આશ્રયે પુત્રને ઉછેર્યો; નાનપણમાં કંઈક મંદ લાગતા ચેટરટનમાં 7 વર્ષની વયે વાચનનો ઊંડો શોખ જાગ્યો. શાળાના શિક્ષક ફિલિપ્સ ટૉમસની દેખરેખ હેઠળ કાવ્યો રચવા માંડ્યાં.…

વધુ વાંચો >