અંગ્રેજી સાહિત્ય

ઑસ્ટ્રેલિયન સાહિત્ય

ઑસ્ટ્રેલિયન સાહિત્ય : ઑસ્ટ્રેલિયા ખંડમાં વસતા અંગ્રેજી ભાષા બોલતા-લખતાં માણસોએ અંગ્રેજીમાં રચેલું સાહિત્ય. ઑસ્ટ્રેલિયન સાહિત્યને કેટલાંક આગવાં લક્ષણો છે. વિશાળ જમીન, અમાપ ખુલ્લો પ્રદેશ, તેમાં વસતાં જાતજાતનાં પશુપંખીઓ, કીટકો, સામાન્ય માણસો માટેનો આદર અને યુરોપની પરંપરાઓમાંથી છૂટા થઈને આગવાં જીવનમૂલ્યોની સ્વતંત્રતા ભોગવતાં મનુષ્યો વગેરે તેના સાહિત્યમાં છતાં થાય છે. જોકે…

વધુ વાંચો >

ઓ’ હેન્રી

ઓ’ હેન્રી (જ. 11 સપ્ટેમ્બર 1862, ગ્રીન્સબરો, નૉર્થ કૅરોલિના, યુ.એસ.; અ. 5 જૂન 1910, ન્યૂયૉર્ક) : વિખ્યાત અમેરિકન વાર્તાકાર. મૂળ નામ વિલિયમ સિડની પૉર્ટર. કાકીની શાળામાં શિક્ષણ લઈને નોકરીની શરૂઆત કાકાની દવાની દુકાનમાં કારકુનીથી કરી. 1882માં મિત્રો તેમને ટૅક્સાસ લઈ ગયા, ત્યાં ‘રેડ’ હૉલ નામના વિખ્યાત ક્ષેત્રપાલ(ranger captain)ના ચરિયાણમાં બુલંદ…

વધુ વાંચો >

કથાઘટક

કથાઘટક : સાહિત્ય કે કલાની કૃતિમાં વણાયેલો કેન્દ્રવર્તી વિચાર. દા. ત., ઈર્ષ્યાભાવ એ ‘ઑથેલો’નું કથાબીજ કે ઘટક છે. આને માટે ફ્રેન્ચ ભાષામાં motif અને અંગ્રેજીમાં motive શબ્દો છે. અલબત્ત કેટલાક આંગ્લ લેખકો અંગ્રેજીમાં પણ motif લખાય-વપરાય એવો આગ્રહ સેવે છે. કૃતિનો પ્રધાન વિચાર ક્યારેક પાત્ર નિમિત્તે વ્યક્ત થતો હોય છે.…

વધુ વાંચો >

કથાવસ્તુ

કથાવસ્તુ (plot) : મુખ્યત્વે કલ્પનાશ્રિત સાહિત્યપ્રકારોમાં પરસ્પર સંકળાયેલાં કાર્યો કે ઘટનાઓનો રચનાબંધ. અંગ્રેજીમાં ‘પ્લૉટ’ તરીકે ઓળખાતી આ પ્રયુક્તિ વડે રચનાકાર નાટક, કાવ્ય તથા નવલકથામાં ઘટનાઓની યોજના કે ગોઠવણી અથવા પાત્રો-પ્રસંગોની ગૂંથણી એ રીતે કરતો રહે છે કે વાચક કે પ્રેક્ષકના ચિત્તમાં જિજ્ઞાસા ઉત્તેજાઈને કુતૂહલભાવ સતત સંકોરાતો રહે. કથાવસ્તુમાં અભિપ્રેત સ્થળ-સમયના…

વધુ વાંચો >

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન : અધર્મમાંથી ધર્મના માર્ગે વળવાની મહાયાત્રાની અંગ્રેજીમાં લખાયેલી સંત ઑગસ્ટિનની આત્મકથા (397-401). ખ્રિસ્તી ધર્મમાં સેક્રામેન્ટ અંતર્ગત માફી બક્ષવાની ધર્મક્રિયાને કન્ફેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં પોતાનાં સ્ખલનોનો એકરાર ધર્મગુરુ સમક્ષ કરવાનો હોય છે અને ધર્મગુરુ ઈશ્વરને નામે તેને પાપમુક્ત કરે છે. થઈ ગયેલાં પાપો વિશેનો…

વધુ વાંચો >

કબ્રકાવ્ય

કબ્રકાવ્ય (epitaph) : અંગ્રેજી કાવ્યપ્રકાર. પશ્ચિમમાં મૃત્યુ પછી વ્યક્તિને કબરમાં દફનાવવાનો રિવાજ છે. ત્યાંથી પશ્ચિમના સંપર્ક પછી એટલે કે ઓગણીસમી સદી દરમિયાન આ કાવ્યપ્રકાર ભારતમાં આવ્યો છે. તે પૂર્વે સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યના અંશરૂપે ‘રતિવિલાપ’ અને ‘અજવિલાપ’ જેવી સર્ગ-રચનાઓ છે. પણ એ રચનાઓ કબ્રકાવ્ય બનતી નથી. ‘કબ્રકાવ્ય’ માટે પશ્ચિમના વિદ્વાનોએ મૃત્યુ…

વધુ વાંચો >

કમિંગ્ઝ – ઈ. (એડ્વર્ડ) ઈ. (એસ્ટલિન)

કમિંગ્ઝ, ઈ. (એડ્વર્ડ) ઈ. (એસ્ટલિન) (જ. 14 ઑક્ટોબર 1894, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ; અ. 3 સપ્ટેમ્બર 1962, નૉર્થ કૉર્નવે, ન્યૂ હૅમ્પશાયર) : અમેરિકન કવિ અને ચિત્રકાર. હાર્વર્ડમાંથી બી. એ. (1915) તથા એમ.એ.(1916)ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકી વૉલન્ટિયર તરીકે ઍમ્બુલન્સ ટુકડીમાં જોડાઈ ફ્રાન્સ ગયા. 1917માં રાજદ્રોહી પત્રવ્યવહારના ઉપજાવી કાઢેલા આરોપસર તેમને ફ્રાન્સની અટકાયતી…

વધુ વાંચો >

કરુણપ્રશસ્તિ

કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’…

વધુ વાંચો >

કલીમુદ્દીન અહમદ

કલીમુદ્દીન અહમદ (જ. 15 સપ્ટેમ્બર 1908, પટણા; અ. 22 ડિસેમ્બર 1983, પટણા) : ઉર્દૂના સુપ્રસિદ્ધ સમીક્ષક અને અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક તથા અનુસ્નાતકની પરીક્ષાઓમાં તે ઉત્તીર્ણ થયા હતા. 1928માં લંડન ગયા. અભ્યાસ પૂરો કરી, લંડનથી પાછા આવી તે પટણા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા, જ્યાંથી…

વધુ વાંચો >

કવિતા

કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…

વધુ વાંચો >