અંગ્રેજી સાહિત્ય
એળુતચન કે. એન.
એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી…
વધુ વાંચો >ઓડ
ઓડ : સુદીર્ઘ પ્રકારનું અંગ્રેજી ઊર્મિકાવ્ય. મૂળ ગ્રીક શબ્દ oideનો અર્થ થાય છે ગાવું. પ્રાચીન ગ્રીસની નાટ્યભજવણીમાં કોરસ દ્વારા ઓડ ગવાતાં અને ગાવાની સાથોસાથ કોરસ નર્તન પણ કરતું. અનુરૂપ ભાવછટા તથા લયનું નર્તનશૈલીમાંથી અનુસરણ થતું હોવાથી તેનાં છંદ તથા પંક્તિની રચના સંકુલ બન્યાં છે. નર્તનશૈલીના આધારે તેમાં ત્રણ ઘટક હતા…
વધુ વાંચો >ઑડિસી
ઑડિસી : ઓડિસિયસના સાગરપ્રવાસના અદભુત પ્રસંગોથી ભરેલી રોમાંચક જીવનગાથાનું ગ્રીક મહાકાવ્ય. મહાકવિ હોમરે (ઈ. પૂ. આઠમી સદી) પોતાના જીવનકાળ દરમિયાન બે આદિ મહાકાવ્યો (primitive epics) રચ્યાં, જે પરથી વર્જિલ-દાંતે આદિ સર્જકોએ રચેલાં સાહિત્યિક મહાકાવ્યોની (literary epics) વસ્તુગત તેમજ સ્વરૂપગત લાક્ષણિકતાએ સંપૂર્ણત: બંધાઈ. પ્રાચીન છંદ હેગ્ઝામીટરમાં લખાયેલું તેમજ 24 સર્ગો અને…
વધુ વાંચો >ઓડેન, ડબ્લ્યૂ. એચ.
ઓડેન, ડબ્લ્યૂ. એચ. (જ. 21 ફેબ્રુઆરી 1907, ઇંગ્લૅન્ડ; અ. 28 સપ્ટેમ્બર 1973, વિયેના) : વીસમી સદીના વિશ્વવિખ્યાત અમેરિકન કવિ. આખું નામ વ્હિસ્ટન હ્યુ ઓડેન. હોલ્ટમાં ગ્રેશામ્સ સ્કૂલમાં ભણી ઑક્સફર્ડની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ પામ્યા. યુવાન ડાબેરી-સમાજવાદી લેખકવર્તુળ(Pylon Poets)ના તે અગ્રગણ્ય સભ્ય હતા. આ વર્તુળમાં ટી. એસ. એલિયટ, જેમ્સ જૉઇસ, એઝરા…
વધુ વાંચો >ઑરવેલ, જ્યૉર્જ
ઑરવેલ, જ્યૉર્જ (જ. 25 જૂન 190૩, મોતીહારી, બંગાળ; અ. 21 જાન્યુઆરી 1950, લંડન) : અંગ્રેજી નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. મૂળ નામ એરિક આર્થર બ્લેર. ઈસ્ટ એંગ્લિયામાં આવેલી ઑરવેલ નામની સુંદર નદી પરથી આ તખલ્લુસ અપનાવ્યું. તેમના પિતા ઇન્ડિયન સિવિલ સર્વિસમાં અધિકારી હતા; ડોળદ્યાલુ વાતાવરણમાં તેમનો ઉછેર થયો. નાની વયે માતાપિતા…
વધુ વાંચો >‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ (1952)
‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ (1952) : અર્નેસ્ટ મિલર હેમિંગ્વેની વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી અમેરિકન ટૂંકી નવલકથા. આ નવલકથાનો નાયક સાન્તિઆગો ક્યૂબાનો વૃદ્ધ પણ ખડતલ અને ખુમારીવાળો માછીમાર છે. તેના સાથી તરીકે મેનોલિન નામનો એક ક્યૂબન છોકરો છે. આ નવલકથા સમુદ્ર અને માછલીઓ જેવાં પ્રાકૃતિક પરિબળો સામે માનવનો તુમુલ સંઘર્ષ અને…
વધુ વાંચો >ઓવિડ
ઓવિડ (જ. 20 માર્ચ ઈ. પૂ. 43, સલ્મો, ઇટાલી; ઈ. સ. 17, ટોમિસ મોશિયા) : સમર્થ રોમન કવિ. રોમન સંસ્કૃતિના ઉત્કર્ષકાળ સમા ઑગસ્ટસના શાસનકાળ દરમિયાન સાહિત્યની સમૃદ્ધ પરિપાટીનું નિર્માણ કરનાર વર્જિલ, હોરેસ અને ઓવિડ – એ ત્રણ મહાન પ્રશિષ્ટ કવિજનો – તેમાંના એક. આખું નામ પુબ્લિયસ ઓવિડિયસ નાસો. રોમના સમ્પન્ન…
વધુ વાંચો >ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર
ઓવેન, વિલ્ફ્રેડ એડ્વર્ડ સાલ્ટર (જ. 18 માર્ચ 1893, ઑસ્વેસ્ટ્રી, શ્રૉપશાયર; અ. 4 નવેમ્બર 1918, ફ્રાન્સની યુદ્ધભૂમિ પર) : ‘યુદ્ધકવિઓ’ તરીકે નામના પામેલા રુપર્ટ બ્રુક, આઇઝેક રૉઝેનબર્ગ, એડ્વર્ડ ટૉમસની હરોળના બ્રિટિશ કવિ. વિલ્ફ્રેડ ઓવેન લિવરપૂલના બર્કનહેડ ઇન્સ્ટિટ્યૂટ અને શુઝબેરી ટેકનિકલ કૉલેજમાં અભ્યાસ કરી 1910માં લંડન યુનિવર્સિટીમાં દાખલ થયેલા. કવિ કીટ્સની કવિતાથી…
વધુ વાંચો >ઓસિયાનિક પોએમ્સ
ઓસિયાનિક પોએમ્સ : સ્કૉટિશ કવિ-અનુવાદક જેમ્સ મૅકફરસન (1736-1796) દ્વારા અનુવાદિત થયેલાં શ્રેણીબદ્ધ લોકકાવ્યો. અંગ્રેજી કવિતામાં જ નહિ પણ યુરોપનાં મુખ્ય રાષ્ટ્રો – ફ્રાંસ, જર્મની, ઇટાલી આદિ તેમજ અમેરિકાની કવિતામાં પણ જબરું આકર્ષણ જમાવવામાં તેમજ નિર્ણાયક અસર ઊભી કરવામાં આ કાવ્યોને મોટી સિદ્ધિ મળી છે. યુદ્ધ અને શૌર્ય, પ્રેમ અને કુરબાનીના…
વધુ વાંચો >ઑસ્ટિન, જેન
ઑસ્ટિન, જેન (જ. 16 ડિસેમ્બર 1775, સ્ટિવેન્ટન હેમ્પશાયર; અ. 18 જુલાઈ 1817, વિન્ચેસ્ટર) : પ્રથમ પંક્તિનાં અંગ્રેજ મહિલા નવલકથાકાર. પિતા પાસેથી મળેલી તાલીમને કારણે તેમના લેખનકાર્યનો ઘણી નાની વયે પ્રારંભ થયો : 14 વર્ષની વયે ‘લવ ઍન્ડ ફ્રેન્ડશિપ’ની રચના થઈ. ‘એ હિસ્ટરી ઑવ્ ઇંગ્લૅન્ડ’ 15 વર્ષની વયે, ‘એ કલેક્શન ઑવ્…
વધુ વાંચો >