અંગ્રેજી સાહિત્ય
ઍગેમેમ્નૉન
ઍગેમેમ્નૉન (ઈ. પૂ. 458) : ગ્રીક નાટ્યત્રયી ‘ઓરેસ્તીઆ’નું પ્રથમ નાટક. અન્ય બે કૃતિઓ ‘કોએફરાઇ’ (શોકગ્રસ્ત) અને ‘યુમેનાઇડીઝ’ (કોપદેવીઓ). ગ્રીક નાટ્યકાર ઇસ્કિલસે (ઈ. પૂ. 525) મહાકવિ હોમરકૃત ‘ઇલિયડ’ના એક પ્રસંગ ઉપરથી ‘ઓરેસ્તીઆ’નું અત્યંત હૃદયદ્રાવક કથાનક ઘડ્યું છે. ગ્રીક ટ્રૅજેડીનાં સ્વરૂપગત લક્ષણો સૌપ્રથમ ઇસ્કિલસના સર્જનમાં સ્ફુટ થયાં છે. ‘ઍગેમેમ્નૉન’ તેમજ તેની અનુગામી…
વધુ વાંચો >એગ્નૉન, શ્મુઅલ યોસેફ
એગ્નૉન, શ્મુઅલ યોસેફ (જ. 17 જુલાઈ 1888, બુક્ઝૅક્સ, પૂર્વ ગેલેશિયા, પોલૅન્ડ નજીક; અ. 17 ફેબ્રુઆરી 1970, જેરૂસલેમ) : યહૂદી નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. મૂળ નામ શ્મુઅલ યોસેફ. જર્મન કવયિત્રી નેલી ઝાખ્સ સાથે સમાન ભાગે 1966ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પોલિશ-યહૂદી માતાપિતાના પુત્ર. પિતા વેપારી અને વિદ્વાન. નવ વર્ષની…
વધુ વાંચો >એચેબૅ, ચિનુઆ
એચેબૅ, ચિનુઆ (જ. 16 નવેમ્બર 1930, ઑગિડી, નાઇજિરિયા; અ. 21 માર્ચ 2013, બૉસ્ટન, માસાચુસેટસ, યુ. એસ.) : નામાંકિત નવલકથાકાર. તેમણે ઇબાદન યુનિવર્સિટી કૉલેજમાંથી 1953માં અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવી. 1954માં તેમણે પ્રસારણ-સેવાની કારકિર્દી અપનાવી, અને વિદેશ પ્રસારણ વિભાગના નિયામક બન્યા. 1967-70ના નાઇજિરિયાના આંતરવિગ્રહ દરમિયાન તેઓ બિયૅફ્રાની સરકારની નોકરીમાં હતા. ત્યારબાદ…
વધુ વાંચો >ઍઝ યુ લાઇક ઇટ
ઍઝ યુ લાઇક ઇટ : શેક્સપિયરની કૉમેડી પ્રકારની મશહૂર નાટ્ય- કૃતિ. 1599માં સરકારી દફતરે નોંધાયેલી, પરંતુ તે પહેલાં વર્ષો અગાઉ તેની રચના થયેલી જણાય છે. જોકે 1623ના પ્રથમ ફોલિયોમાં તે નાટક સૌપહેલાં છપાયું. વિલ્ટન મુકામે જેમ્સ પહેલાની સમક્ષ તે ભજવાયું હોય તે બાબતનો કોઈ સચોટ પુરાવો અત્રે પ્રાપ્ત થતો નથી.…
વધુ વાંચો >એડા
એડા : પ્રાચીન આઇસલૅન્ડના પુરાકથાસાહિત્યનો સમુચ્ચય. આ પ્રકારની પુરાકથા વિશેની અધિકૃત જાણકારી આપનારી વધુમાં વધુ પરિપૂર્ણ અને વિગતસભર આધારસામગ્રી બે ગ્રંથોરૂપે સચવાયેલી છે. એક ગ્રંથ તે ‘પ્રોઝ ઑર યન્ગર એડા’ એટલે કે ગદ્ય અથવા લઘુ એડા અને બીજો ગ્રંથ તે ‘પોએટિક ઑર એલ્ડર એડા’ અથવા પદ્ય અથવા બૃહદ્ એડા. ગદ્ય…
વધુ વાંચો >ઍડિસન, જોસેફ
ઍડિસન, જોસેફ (જ. 1 મે 1672, મિલ્સ્ટન, વિલ્ટશાયર; અ. 17 જૂન 1719, લંડન) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નાટ્યકાર અને ગ્રીક તથા લૅટિન સાહિત્યના મર્મજ્ઞ રાજનીતિજ્ઞ. ‘ટૅટલર’ અને ‘સ્પેક્ટૅટર’ સામયિકોના માર્ગદર્શક અને સહાયક-લેખક. અનૌપચારિક નિબંધ- (familiar essay)ના પ્રવર્તકોમાંના એક. પિતા રેવરંડ લૅન્સલૉટ એડિસન, આર્ચડેકન ઑવ્ કૉવેન્ટ્રી અને લિચફીલ્ડના ડીન. શિક્ષણ ઍમેસબરી,…
વધુ વાંચો >એડી ઍન્દ્રે
એડી ઍન્દ્રે (જ. 22 નવેમ્બર 1877, બુડાપેસ્ટ, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1919, બુડાપેસ્ટ) : હંગેરીનો વીસમી સદીનો મહાન ઊર્મિકવિ. ગરીબ પણ ખાનદાન કુટુંબમાં જન્મ. શાળાનું શિક્ષણ પૂરું થયા પછી કાયદાનો અભ્યાસ કર્યો. 1900થી અવસાન પર્યંત પત્રકાર તરીકે કામ કર્યું. 1899માં પ્રગટ કરેલો પ્રથમ કાવ્યસંગ્રહ બહુ નોંધપાત્ર ન નીવડ્યો પણ 1903માં…
વધુ વાંચો >એડૉનેઇસ (1821)
એડૉનેઇસ (1821) : કવિ જૉન કીટ્સના અકાળ મૃત્યુ નિમિત્તે અંગ્રેજ કવિ શેલીએ રચેલી સુદીર્ઘ કરુણપ્રશસ્તિ (elegy). તેની રચના ‘સ્પેન્સેરિયન સ્ટાન્ઝા છંદ’માં, 55 કડીઓની 495 પંક્તિઓમાં પ્રસરે છે. ઇટાલીના પીઝા નગરમાં કીટ્સનો દેહવિલય 26 વર્ષની યુવાન વયે થતાં આ કાવ્ય રચાયેલું. આ કાવ્ય પર ગ્રીક કવિઓ બિયૉન અને મોશ્ચસની અસર છે.…
વધુ વાંચો >ઍદમૉવ, આર્થર
ઍદમૉવ, આર્થર (જ. 23 ઑગસ્ટ 1908, કિસ્લૉવૉસ્ક, રશિયા; અ. 16 માર્ચ 1970, પૅરિસ) : ઍબ્સર્ડ નાટ્યના પ્રણેતા અને તે શૈલીના મહત્વના અને અગ્રેસર લેખક. 1912માં તેમનો ધનાઢ્ય અમેરિકન પરિવાર રશિયા છોડી જર્મનીમાં સ્થાયી થયો. તેમણે જિનીવા, કૉન્ઝ અને પૅરિસમાં શિક્ષણ લીધું. ફ્રેન્ચ ભાષામાં પ્રભુત્વ મેળવી 1924માં તેમણે પૅરિસમાં કાયમી વસવાટ…
વધુ વાંચો >