હેમન્તકુમાર શાહ
આઇસલૅન્ડ
આઇસલૅન્ડ : સ્કૉટલૅન્ડથી વાયવ્યમાં 800 કિમી. દૂર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલો દેશ. વિસ્તાર : 1,03,000 ચોકિમી. ત્યાં ધરતીકંપો વારંવાર થાય છે, પરંતુ તે ગંભીર સ્વરૂપના હોતા નથી. કુલ 200માંથી 30 જેટલા જ્વાળામુખી સક્રિય છે. અહીં નવા નવા બર્ફાચ્છાદિત જ્વાળામુખી શોધાતા રહે છે જે સક્રિય જ્વાળામુખી છે. મિશિગન સરોવરના કિનારે `બીઝારે’ બર્ફાચ્છાદિત…
વધુ વાંચો >આગાખાન
આગાખાન : ઇસ્લામના બે કરોડથી વધુ સંખ્યા ધરાવતા શિયા સંપ્રદાયના નિઝારી ઇસ્માઇલી પંથના (ખોજા કોમના) ઇમામ. આગાખાન પહેલા અને ઈરાનના રાજા ફતેહઅલીશાહ મનીરના જમાઈ હસનઅલીશાહનો ખિતાબ અકાખાન (જેનો ઉચ્ચાર આગાખાન પણ થાય છે.) હતો. ઈ. સ. 1838માં ઈરાનના કિરમાન પ્રાંતમાં નિષ્ફળ વિદ્રોહ કરવાના ફળસ્વરૂપ હસનઅલીશાહ ઈરાનથી સિંધ આવ્યા, જ્યાં તે…
વધુ વાંચો >આગાના
આગાના : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ગુઆમ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 144° 45´ પૂ. રે. આ ટાપુ યુ. એસ.ના વર્ચસ હેઠળ છે. તે ગુઆમ ટાપુના પશ્ચિમ કિનારા પર મધ્યમાં આવેલું છે. 194૦માં 1૦,૦૦૦ની વસ્તી ધરાવતું આગાના બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુદ્ધ બાદ…
વધુ વાંચો >આગ્રા
આગ્રા : ભારતના ઉત્તર પ્રદેશનો જિલ્લો, તેનું વડું મથક અને ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 270 18’ ઉ. અ. અને 780 ૦1’ પૂ. રે. પર સ્થિત છે. વસ્તી (જિલ્લો) 43,80,793 (2011)છે. જિલ્લાનો વિસ્તાર 4027 ચોકિમી. આગ્રા જિલ્લો યમુના અને ચંબલ નદીના ફળદ્રુપ મેદાનોનો બનેલો છે.જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે.…
વધુ વાંચો >આઝમગઢ
આઝમગઢ : ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન 260 04´ ઉ. અ. અને 830 11´ પૂ. રે. વિસ્તાર : 4,214 ચોકિમી. વસ્તી : જિલ્લાની 31,48,830; શહેરની 66,523 (1991). આઝમગઢ જિલ્લો ઉત્તર પ્રદેશના 57 જિલ્લાઓમાં વસ્તીની દૃષ્ટિએ પાંચમા ક્રમે આવે છે. શહેર ઘાઘરા નદીની ઉપનદી…
વધુ વાંચો >આઝરબૈજાન
આઝરબૈજાન : રશિયામાંથી છૂટાં પડેલાં રાજ્યોમાંથી બનેલો દેશ. જે પ્રજાસત્તાક આઝરબૈજાન તરીકે ઓળખાય છે. ભૌ.સ્થાન 38° ઉ.અ. થી 42 ઉ.અ. અને 44° પૂ.રે. થી 51° પૂ.રે.ની વચ્ચે આવેલો છે. પશ્ચિમ એશિયા અને પૂર્વ યુરોપની વચ્ચે આવેલો છે. આ દેશની લંબાઈ ભૂમિ સીમાની લંબાઈ 2,648 કિમી. છે. પશ્ચિમે આર્મેનિયા (1,007 કિમી.),…
વધુ વાંચો >આતંકવાદ
આતંકવાદ : મુખ્યત્વે રાજકીય અથવા ધાર્મિક હેતુ સિદ્ધ કરવા વ્યક્તિઓ, સમગ્ર પ્રજા અને સરકારો સામે અકલ્પ્ય હિંસાની જિકર. તેનો ઉપયોગ ડાબેરી કે જમણેરી બંને વિચારસરણીવાળાં રાજકીય સંગઠનો, રાષ્ટ્રવાદી અને વંશગત જૂથો, ક્રાંતિકારીઓ, લશ્કર અને સરકારની ખાનગી પોલીસ દ્વારા પણ થતો રહ્યો છે. આતંક વ્યક્તિઓ કે તેમનાં જૂથમાં ભય કે ચિંતાની…
વધુ વાંચો >આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા
આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા (જ. 1881, સાલોનિકા – ગ્રીસ; અ. 10 નવેમ્બર 1938, ઇસ્તંબુલ) : આધુનિક તુર્કી પ્રજાસત્તાકના સ્થાપક, સમાજ સુધારક અને પ્રજાસત્તાક પ્રમુખ (1923-1938). 1923ના ઑક્ટોબરમાં તેમણે તુર્કીના પ્રજાસત્તાકની સ્થાપના કરી અને લોકમત દ્વારા પ્રથમ રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયા. તેમણે ક્રાંતિકારી પગલાં લઈને તુર્કીના નવનિર્માણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ખલીફનો મજહબી…
વધુ વાંચો >આદમ્સ બ્રિજ
આદમ્સ બ્રિજ : ભારતના પૂર્વ કિનારે આવેલા રામેશ્વર ટાપુ અને મન્નારના અખાતની વચ્ચે લગભગ 21 કિમી. જેટલી લંબાઈની રેતીની એક પટ્ટી. પ્રચલિત માન્યતા મુજબ રામચંદ્ર ભગવાને શ્રીલંકામાં રાવણ ઉપર ચડાઈ કરવા જતી વખતે આ સેતુ રચેલ – કારણ, અહીં સમુદ્રનું પાણી તદ્દન છીછરું છે. આ પટ્ટીનો થોડો ભાગ ખોદીને સ્ટીમરો…
વધુ વાંચો >