હેમન્તકુમાર શાહ

અલવર

અલવર : રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. જિલ્લાનો વિસ્તાર 8,383 ચોકિમી. વસ્તી : શહેર 3,41,422; જિલ્લો 36,74,179 (2011). રાજપૂતો દ્વારા 1771માં અલવરમાં દેશી રજવાડું સ્થાપવામાં આવ્યું હતું. 1803ની સંધિ દ્વારા તે બ્રિટિશ સાર્વભૌમત્વ હેઠળ આવ્યું. 1949માં તે રાજસ્થાનમાં જોડાયું. જિલ્લાનો પૂર્વ વિસ્તાર સપાટ છે જ્યારે પશ્ચિમ વિસ્તાર અરવલ્લી પર્વતમાળાની…

વધુ વાંચો >

અલાન્દ ટાપુઓ

અલાન્દ ટાપુઓ : અલાન્દ સમુદ્રમાં બોથ્નિયાના અખાતના પ્રવેશદ્વારે ફિનલૅન્ડની નૈર્ઋત્યે આવેલ ટાપુઓનો સમૂહ. તે સ્વિડનના દરિયાકિનારેથી 40 કિમી. દૂર આવેલા ફિનલૅન્ડનો ભાગ ગણાતા આશરે 6,100 ટાપુઓથી બનેલો. વિસ્તાર : 1527 ચોકિમી. વસ્તી : 29,789 (2019). પાટનગર : મેરીહાન. કાંસ્યયુગ અને લોહયુગમાં આ ટાપુઓ પર માનવ-વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. અલાન્દ…

વધુ વાંચો >

અલાસ્કા

અલાસ્કા : અમેરિકાના સંયુક્ત રાજ્યો(U.S.A.)માંનું ઉત્તરમાં વાયવ્યે આવેલું રાજ્ય. વિસ્તાર(15,30,700 ચોકિમી.)ની દૃષ્ટિએ તે અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે; જોકે વસ્તી 7,40,339 (2023) અત્યંત છૂટીછવાયી છે. તેની પશ્ચિમે બેરિંગ સમુદ્ર અને સામુદ્રધુની, ઉત્તર અને વાયવ્યે આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે પ્રશાંત મહાસાગર અને અલાસ્કાનો અખાત અને પૂર્વે કૅનેડાનો યુકોન પ્રદેશ તથા બ્રિટિશ કોલંબિયા…

વધુ વાંચો >

અલીગઢ

અલીગઢ : સ્થાન, સીમા, વિસ્તાર : ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. આ જિલ્લો 27.88° ઉ.અ. અને 88° – 08 મિનિટ પૂર્વ રેખાંશની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 3,650 ચોકિમી. છે. આ જિલ્લાની ઉત્તરે ગૌતમ બુદ્ધ નગર જિલ્લો, બુલંદશહેર જિલ્લો, ઈશાને બદાયું જિલ્લો, પૂર્વે કાસગંજ જિલ્લો, દક્ષિણે અને અગ્નિએ હાથરસ,…

વધુ વાંચો >

અલીઘની પર્વતમાળા

અલીઘની પર્વતમાળા : ઉત્તર અમેરિકાનાં પેન્સિલ્વેનિયા અને વર્જિનિયા રાજ્યોમાં આવેલી પર્વતમાળા. તેની પૂર્વે ઍપેલેશિયન પર્વતનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ઉત્તરે પેન્સિલ્વેનિયાની મધ્યમાંથી તે શરૂ થાય છે અને દક્ષિણ વર્જિનિયામાં પૂરી થાય છે. પેન્સિલ્વેનિયામાં આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ડેવિસ 980 મીટરની ઊંચાઈએ છે : જ્યારે વર્જિનિયામાં તેનું સર્વોચ્ચ શિખર…

વધુ વાંચો >

અલીબાગ

અલીબાગ : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું, મુંબઈથી દક્ષિણે 31 કિમી. દૂર, અરબી સમુદ્રકાંઠે વસેલું શહેર. સત્તરમી સદીમાં ‘અલી’ નામના એક મુસ્લિમ શ્રીમંતે આ સ્થળે આંબાનાં અને સોપારીનાં વૃક્ષોનો બગીચો બનાવેલો. તે પરથી આ શહેરનું નામ અલીબાગ પડેલું. અગાઉ આ શહેર મરાઠાઓના કબજામાં હતું. એમની પાસેથી મુસ્લિમોએ જીતી લઈ આ શહેરનું નવું…

વધુ વાંચો >

અલ્જિયર્સ

અલ્જિયર્સ : આફ્રિકાના અલ્જિરિયાનું પાટનગર અને મુખ્ય બંદર. સાહેલ ટેકરીઓ પર વસેલા અલ્જિયર્સ શહેરની વસ્તી 39,15,811 (2011) છે. ફિનિશિયા(આધુનિક લેબનન અને આસપાસના વિસ્તારનો પ્રાચીન પ્રદેશ)ની પ્રજાએ ઉત્તર આફ્રિકામાંનાં તેનાં અનેક સંસ્થાનોની સ્થાપના વખતે અરબોએ 935માં આ શહેરની સ્થાપના કરી હતી. અનેક આક્રમણોમાં નાશ પામેલા અલ્જિયર્સની પુન: સ્થાપના બર્બર વંશે દસમી…

વધુ વાંચો >

અલ્જિરિયા

અલ્જિરિયા ઉત્તર આફ્રિકાનો ભૂમધ્યસમુદ્રને કિનારે મઘ્રેબ (વાયવ્ય આફ્રિકા)માં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ 9° ઉ.અ.થી 37° ઉ.અ. અને 9° પૂ.રે.થી 12° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેનો વિસ્તાર 23,84,741 ચોકિમી છે. તે વિસ્તારની દૃષ્ટિએ દુનિયામાં દસમા ક્રમે અને આફ્રિકાનો સૌથી મોટો દેશ છે. તેની  ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને ટ્યુનિસિયા…

વધુ વાંચો >

અલ્તાઈ પર્વતમાળા

અલ્તાઈ પર્વતમાળા : મધ્ય એશિયામાં રશિયા, મોંગોલિયા અને ચીનમાં પથરાયેલી લગભગ 1,600 કિમી. લાંબી પર્વતમાળા. પશ્ચિમ સાઇબીરિયાના ગોબી રણથી તે શરૂ થાય છે. તુર્ક-મોંગોલિયન ભાષાના ‘અલ્તાન’ (સોનેરી) શબ્દ પરથી આ પર્વતમાળાનું નામ પડ્યું છે. રશિયાના મધ્ય અને પૂર્વ ભાગમાં અલ્તાઈ પર્વતમાળા સૌથી ઊંચી છે. ત્યાં સૌથી ઊંચું શિખર બેલુખા (4496…

વધુ વાંચો >

અલ્મા-આતા

અલ્મા-આતા : રશિયામાં અગ્નિ કઝાખમાં આવેલો પ્રદેશ અને તેનું પાટનગર. વસ્તી : પ્રદેશ  18,66,000 (1980); શહેર  11,47,000 (1990). વિસ્તાર 1,04,700 ચોકિમી. ઉત્તરમાં બાલ્ખાશ સરોવરથી શરૂ કરી ઇલી નદીના બંને કાંઠે, અગ્નિએ ચીનની સરહદ સુધી આ પ્રદેશ વિસ્તરેલો છે. કૃષિ અને પશુપાલન આ પ્રદેશના મુખ્ય વ્યવસાયો છે. ઉદ્યોગો અલ્મા-આતા શહેરમાં કેન્દ્રિત…

વધુ વાંચો >