હેમંત વાળા
દ્રોમોસ
દ્રોમોસ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ભૂગર્ભમાં આવેલ થોલોઝ કે મકબરામાં જવાનો પ્રવેશમાર્ગ. આવા પ્રવેશમાર્ગની લંબાઈ ઘણી વાર 50 મીટરથી વધુ તથા પહોળાઈ 6 મીટર જેટલી રહેતી. ઉપરથી ખુલ્લા તથા બંને તરફ સુર્દઢ દીવાલોવાળા આ દ્રોમોસના છેડે મકબરાનું પ્રવેશદ્વાર રહેતું. આવું ઉલ્લેખનીય દ્રોમોસ માઇસેનીના ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસમાં છે. હેમંત વાળા
વધુ વાંચો >દ્વારરક્ષક
દ્વારરક્ષક : મંદિર તથા ચૈત્યની બહાર મુખ્ય પ્રવેશની બંને તરફ હાથમાં દંડ સાથેનાં પુરુષોનાં પૂતળાં. તે દ્વારપાળ પણ કહેવાય છે. ઈ. સ. 180માં કાન્હેરીના હીનયાન સંપ્રદાયના ચૈત્યની બહાર છે તે દ્વારરક્ષકના સૌથી પ્રાચીન નમૂના ગણાય છે. રામેશ્વર ગુફા (ઇલોરા)ની બહારના દ્વારરક્ષક વધુ મોટા પ્રમાણમાપવાળા છે જ્યારે હોયશાળા સ્થાપત્યમાં દ્વારરક્ષક વધુ…
વધુ વાંચો >ધામેક સ્તૂપ, સારનાથ
ધામેક સ્તૂપ, સારનાથ : સારનાથના સંકુલમાં અગ્નિખૂણે આવેલો ખંડિત છતાં જાજરમાન સ્તૂપ. 12.7 મી.ના આ દ્વિસ્તરીય સુર્દઢ સ્તૂપની બનાવટમાં નીચેના સ્તરમાં પથ્થરનાં ચોસલાંનો તથા તેનાથી ઉપરના નાના વ્યાસવાળા સ્તરમાં પથ્થરનાં ચોસલાં સાથે ઈંટોનો ઉપયોગ થયો છે. આ નળાકાર સ્તૂપના નીચેના સ્તરમાં થોડી બહાર નીકળતી આઠ સપાટીઓ છે. તે પ્રત્યેકમાં ગોખ…
વધુ વાંચો >ધ્વજ-સ્તંભ
ધ્વજ-સ્તંભ : સામાન્ય રીતે શિવ-મંદિરમાં ધજા માટે બનાવાતો અલાયદો સ્તંભ. દક્ષિણ ભારતના સ્થાપત્યમાં આ સ્તંભનું આગવું મહત્વ છે. શરૂઆતના તબક્કામાં લાકડામાંથી જ બનાવાતા આ સ્તંભને કાયમી બનાવવા પાછળથી પથ્થર જેવી વધુ આવરદાવાળી બાંધકામની સામગ્રીમાંથી બનાવાતો. જેમ મદુરાના રચનામૂલક મંદિરમાં ધ્વજ-સ્તંભનું સ્થાન તથા તેની રચના નોંધપાત્ર છે તેમ ઇલોરાના ગુફા-સ્થાપત્યના ઉત્કૃષ્ટ…
વધુ વાંચો >નગર
નગર : નગર એ સામાજિક સંગઠનની વિશિષ્ટ અભિવ્યક્તિ છે. નગર એ નાગરિકતાનું પ્રતિબિંબ છે. નગરનો વિકાસ નાગરિકો પર અવલંબે છે. જેવા નાગરિક હોય તેવો નગરનો વિકાસ થાય છે. નાગરિકોની રહેણીકરણીની નગર ઉપર અસર પડે છે. પ્રાચીન ભારતનાં અનેક નગરોની બાબતમાં આવું બન્યું છે. ભારતમાં નગર-આયોજન અને નગરનિર્માણની પરંપરા હડપ્પીય સભ્યતા…
વધુ વાંચો >નંદીમંડપ
નંદીમંડપ : શિવમંદિરમાં નંદીના શિલ્પ માટે બનાવાતો મંડપ. સામાન્ય રીતે તે પ્રવેશમંડપ અને ગર્ભગૃહ કે મુખ્ય પ્રાસાદની ધરી પર બંનેની વચમાં હોય; પરંતુ દક્ષિણ ભારતનાં અને ખાસ કરીને હોયસળ શૈલીનાં મંદિરોમાં આવી ધરીની દક્ષિણ તરફ સભામંડપની ડાબી બાજુ પણ તે બનાવાયા છે. આ મંડપમાં નંદીની વિશાળ પ્રતિમા મુકાતી અને તે…
વધુ વાંચો >નાગરશૈલી
નાગરશૈલી : ભારતના ઉત્તર ભાગમાં પ્રચલિત રચનામૂલક મંદિર-સ્થાપત્યની શૈલી. પશ્ચિમમાં તે ગુજરાતથી પૂર્વમાં ઓરિસા સુધી તથા ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કર્ણાટક સુધી પ્રસરી હતી. નાગરશૈલીમાં વિકસેલી પ્રાંતીય શૈલીઓમાં થોડું વૈવિધ્ય હોવા છતાં નાગરશૈલીનાં મુખ્ય અંગો દરેક પ્રાંતમાં સમાન રહ્યાં છે. આ શૈલીની વિશેષતાઓમાં લગભગ અર્ધગોળાકાર જેવું મંડપોનું તથા લગભગ શંકુ આકારનું…
વધુ વાંચો >નાર્થેક્સ
નાર્થેક્સ : ચર્ચની આગળની લાંબી સાંકડી પરસાળ. તેની રચના સ્તંભો વડે કરાતી. તેનો ઉપયોગ પ્રવેશમંડપ તરીકે પણ થતો. પહેલાંના સમયમાં શિક્ષાર્થી તથા પ્રાયશ્ચિત્ત કરવા આવનારને ત્યાં સુધી જ પ્રવેશ અપાતો. ચર્ચની અંદર જવાની તેમને મનાઈ હતી. ઘણી વાર નાર્થેક્સની સાથે એક અલિંદ પણ બનાવાતો. તેવા સંજોગોમાં નાર્થેક્સ, એક્સો-નાર્થેક્સ તરીકે ઓળખાતી.…
વધુ વાંચો >નાલંદા
નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…
વધુ વાંચો >નિમિયેર, ઑસ્કર
નિમિયેર, ઑસ્કર (જ. 15 ડિસેમ્બર 1907, રીયો–ડી–જાનેરો, બ્રાઝિલ, અ. 5 ડિસેમ્બર 2012, રિયો–ડી–જાનેરો, બ્રાઝિલ) : બ્રાઝિલના સ્થપતિ. તેમણે બ્રાઝિલના અર્વાચીન સ્થાપત્યના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો. પ્રારંભિક અભ્યાસ રિયો-ડી-જાનેરોમાં કરી 1934માં સ્થપતિની ઉપાધિ મેળવી. 1936માં તેમને લ કાર્બુઝયે સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. તેમણે…
વધુ વાંચો >