હરસુખ થાનકી

શાહની, કુમાર

શાહની, કુમાર (જ. 7 ડિસેમ્બર 1940, લરકાના, હાલ પાકિસ્તાનમાં) : ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક, લેખક. અર્થપૂર્ણ ચિત્રો બનાવવા માટે જાણીતા કુમાર શાહની તેમના પરિવાર સાથે દેશના ભાગલા બાદ ભારતમાં આવીને સ્થાયી થયા હતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમણે પુણે ખાતેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયામાં દિગ્દર્શનનો અભ્યાસ કર્યો હતો. ત્યાં…

વધુ વાંચો >

શિગુલા, હાન્ના

શિગુલા, હાન્ના [જ. 25 ડિસેમ્બર 1943, કેટોવાઇસ, પોલૅન્ડ (તત્કાલીન જર્મન કબજા હેઠળનું કેટોવિત્ઝ)] : જર્મન રંગભૂમિ અને ચલચિત્રોમાં વિવિધ પાત્રોની આક્રમક રજૂઆત કરવા માટે ખ્યાતનામ અભિનેત્રી. હાન્ના શિગુલા સમય જતાં જર્મન ચિત્રસર્જક બાઇન્ડરનાં ચિત્રોનું અવિભાજ્ય અંગ બની ગયાં હતાં. તેમનો ઉછેર જર્મનીમાં થયો હતો. ત્યાં જ મ્યૂનિક યુનિવર્સિટીમાં તેમણે ભાષા…

વધુ વાંચો >

શિન્ડલર્સ લિસ્ટ (ચલચિત્ર)

શિન્ડલર્સ લિસ્ટ (ચલચિત્ર) : ભાષા : અંગ્રેજી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1993. નિર્માતા : ઇર્વિંગ ગ્લોવિન, કેથલીન કૅનેડી, બ્રાન્કો લસ્ટિગ, ગેરાલ્ડ આર. મોલેન, સ્ટિવન સ્પિલબર્ગ. દિગ્દર્શક : સ્ટિવન સ્પિલબર્ગ. પટકથા : સ્ટિવન ઝેઇલિયન. કથા : ટૉમસ કેનિયેલીની નવલકથા ‘શિન્ડલર્સ પાર્ક’ પર આધારિત. સંપાદક : માઇકલ કાહ્ન. છબિકલા : જાનુઝ…

વધુ વાંચો >

શૈલેન્દ્ર

શૈલેન્દ્ર (જ. 30 ઑગસ્ટ 1923, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 14 ડિસેમ્બર 1966, મુંબઈ) : ગીતકાર તથા ચલચિત્રનિર્માતા. મૂળ નામ શંકરસિંહ. પિતા કેશરીલાલ સિંહ બ્રિટિશ સેનામાં કૅન્ટીન-મૅનેજર હતા. તેઓ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના વતની હતા. દલિત હોવાને કારણે સ્થાનિક જમીનદારોના ત્રાસથી વાજ આવીને કેશરીસિંહે રાવલપિંડીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને…

વધુ વાંચો >

શોલે

શોલે : ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1975. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : સિપ્પી ફિલ્મ્સ. નિર્માતા : જી. પી. સિપ્પી. દિગ્દર્શક : રમેશ સિપ્પી. કથા-પટકથા : સલીમ જાવેદ. ગીતકાર : આનંદ બક્ષી. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : આર. ડી. બર્મન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, હેમા માલિની,…

વધુ વાંચો >

શ્રી 420

શ્રી 420 : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1955. ભાષા : હિંદી. શ્વેત અને શ્યામ. નિર્માણસંસ્થા : આર. કે. ફિલ્મ્સ. દિગ્દર્શન : રાજકપૂર. કથા : કે. એ. અબ્બાસ. પટકથા : કે. એ. અબ્બાસ, વી. પી. સાઠે. ગીતકાર : શૈલેન્દ્ર, હસરત જયપુરી. છબિકલા : રાધુ કરમાકર. સંગીત : શંકર-જયકિશન. મુખ્ય કલાકારો : રાજકપૂર,…

વધુ વાંચો >

શ્રીદેવી

શ્રીદેવી (જ. 13 ઑગસ્ટ 1963, શિવાકાશી, તામિલનાડુ) : અભિનેત્રી. તમિળ, તેલુગુ અને હિંદીભાષી ચિત્રોમાં ભારે વ્યાવસાયિક સફળતા મેળવનાર અભિનેત્રી. તેમનું મૂળ નામ શ્રીઅમ્મા યંગર હતું. હિંદી ચિત્રોમાં તેમણે મોડો પ્રવેશ કર્યો હતો, પણ કિશોરવયમાં તેમનું પ્રથમ હિંદી ચિત્ર ‘જુલી’ હતું. માત્ર ચાર જ વર્ષની ઉંમરે શિવાજી ગણેશનના તમિળ ચિત્ર ‘કંદન…

વધુ વાંચો >

શ્રી સાઉન્ડ સ્ટુડિયો

શ્રી સાઉન્ડ સ્ટુડિયો : મુંબઈના દાદર રેલવે-સ્ટેશન પાસે આવેલા એક તબેલાની જગ્યા પર ઊભો થયેલો ચલચિત્રનિર્માણ એકમ. તેના માલિક હતા શેઠ ગોકુલદાસ પાસ્તા. એક વાર એ સમયના પ્રતિષ્ઠિત નિર્માતા સરદાર ચંદુલાલ શાહે આ જગ્યા પર તેમના એક ચિત્રનું શૂટિંગ કરવા દેવાની રજા માંગી હતી. તે પછી આ જગ્યાએ નિયમિતપણે ફિલ્મોનાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સથ્યુ, એમ. એસ.

સથ્યુ, એમ. એસ. (જ. 6 જુલાઈ 1930, મૈસૂર, કર્ણાટક) : નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક, રંગમંચના સેટ-ડિઝાઇનર. ડાબેરી વિચારસરણી ધરાવતા એમ. એસ. સથ્યુએ દેશના ભાગલા વખતે પાકિસ્તાન જતા રહેવા ઇચ્છતા એક મુસ્લિમ પરિવારના વડાની મન:સ્થિતિ આલેખતું ચિત્ર ‘ગરમ હવા’ (1974) બનાવ્યું હતું, જે આ પ્રકારના વિષય પર બનેલાં ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની…

વધુ વાંચો >