હરસુખ થાનકી

બેર્ડે, લક્ષ્મીકાન્ત

બેર્ડે, લક્ષ્મીકાન્ત (જ. 19 ઑક્ટોબર 1951) : હિંદી અને મરાઠી ચલચિત્રો તથા મરાઠી રંગભૂમિના હાસ્યકલાકાર. ચલચિત્રોમાં હાસ્યકલાકારોની ભૂમિકાઓ નગણ્ય થવા માંડી હતી એવા સમયે પણ હાસ્યકલાકાર બનવાનું જ સપનું સેવનાર લક્ષ્મીકાન્ત બેર્ડેએ લાંબો સમય સંઘર્ષ કર્યો. એક એક ટંક જમવાના સાંસા હોય એવા પરિવારમાં સતત અભાવો વચ્ચે ઊછરેલા લક્ષ્મીકાન્તે સાત-આઠ…

વધુ વાંચો >

બ્રાન્ડો, માર્લોન

બ્રાન્ડો, માર્લોન (જ. 3 એપ્રિલ 1924, ઓહાયા) : અમેરિકી ચલચિત્રોના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા. અપરાધ-ચિત્રોમાં સીમાચિહ્નરૂપ બની ગયેલા ‘ધ ગૉડફાધર’માં માફિયા ડૉનની ભૂમિકા ભજવીને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મેળવનાર માર્લોન બ્રાન્ડો તેમની સહજ અભિનયશૈલીને કારણે પંકાયેલા છે. અભિનયકારકિર્દીનો પ્રારંભ તેમણે બ્રૉડવેનાં નાટકોથી કર્યો. 1947માં ટેનેસી વિલિયમ્સની નવલકથા પર આધારિત નાટક…

વધુ વાંચો >

બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ

બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ, ધ (ચલચિત્ર, 1957) : માનવીય પાસાંઓને ઉજાગર કરતું અને યુદ્ધની નિરર્થકતા નિરૂપતું યશસ્વી બ્રિટિશ ચલચિત્ર. રંગીન. ભાષા : અંગ્રેજી. નિર્માતા : સેમ્સ સ્પાઇગલ. દિગ્દર્શક : ડેવિડ લીન. કથા : પિયરી બોઉલની નવલકથા પર આધારિત. પટકથા : કાર્લ ફૉરમૅન અને માઇકલ વિલ્સન. છબિકલા : જૅક હિલયાર્ડ.…

વધુ વાંચો >

મજુમદાર, નગેન્દ્ર

મજુમદાર, નગેન્દ્ર (જ. 1894, વડોદરા; અ. –) : ગુજરાતી, હિંદી અને મરાઠી ચલચિત્રોના અભિનેતા, દિગ્દર્શક. વડોદરામાં જ શિક્ષણ મેળવ્યા બાદ પોલીસખાતામાં જોડાયા. 1923થી ’25ના ગાળામાં અવેતન રંગભૂમિ સાથે જોડાયેલા રહી કેટલાંક નાટકોનું દિગ્દર્શન કર્યા બાદ રૉયલ આર્ટ સ્ટુડિયોમાં જોડાયા. દરમિયાનમાં લક્ષ્મી ફિલ્મ્સ કંપનીમાં દિગ્દર્શક મણિલાલ જોષીનું અવસાન થતાં તેમનું અધૂરું…

વધુ વાંચો >

મજુમદાર, નીનુ

મજુમદાર, નીનુ (જ. 9 નવેમ્બર 1915, વડોદરા; અ. 3 માર્ચ 2000, મુંબઈ) : ગુજરાતી સુગમ સંગીતના મોભી. નીનુ મજુમદાર સંગીતકાર હોવા ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક અને સુગમ સંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની…

વધુ વાંચો >

મદનમોહન

મદનમોહન (જ. 1924, બગદાદ; અ. 14 જુલાઈ 1975) : સંગીત-નિર્દેશક. પૂરું નામ મદનમોહન કોહલી. પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકિઝમાં પ્રોડક્શન કંટ્રોલર હતા અને ફિલ્મિસ્તાન સ્ટુડિયોના સ્થાપક હતા. મદનમોહનનું ભણતર અંગ્રેજીમાં થયું હતું અને ભારતીય સંગીતની તેમણે કોઈ પદ્ધતિસરની તાલીમ લીધી નહોતી; તેમ છતાં અનેક ગીતોમાં તેમણે શાસ્ત્રીય રાગોનો જે રીતે…

વધુ વાંચો >

મધર ઇન્ડિયા

મધર ઇન્ડિયા (1957) : ભારતીય નારીની સહનશીલતા, કુટુંબવત્સલતા, ગમે તેવી મુસીબતોમાં અડગ ઊભાં રહેવાનું તેનું સામર્થ્ય અને ગામ તથા સમાજ પ્રત્યેની તેની ફરજ-અદાયગીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતું સીમાચિહ્નરૂપ ચલચિત્ર. રંગીન. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મેહબૂબ પ્રોડક્શન્સ. નિર્માણ-દિગ્દર્શન-પટકથા : મેહબૂબખાન. સંવાદ : વજાહત મિરઝા, એસ. અલી રઝા. છબિકલા…

વધુ વાંચો >

મધુબાલા

મધુબાલા (જ. 14 ફેબ્રુઆરી 1933, દિલ્હી; અ. 23 ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ભારતીય સિનેજગતનાં ખ્યાતનામ અભિનેત્રી. ભારતીય રજતપટનાં વિનસ ગણાતાં આ અભિનેત્રીના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી એવું મનાય છે. મૂળ નામ : મુમતાઝજહાંબેગમ દેહલવી. પિતા : અતાઉલ્લાખાન. અત્યંત ગરીબ પઠાણ પરિવારમાં જન્મ. 11 ભાઈ-બહેનોમાં તેમનું…

વધુ વાંચો >

મધુમતી

મધુમતી (1958) : પરભવનાં પ્રેમીઓની પ્રણયકથા નિરૂપતું ગીતસંગીતથી ભરપૂર સફળ ચલચિત્ર. ‘દો બિઘા જમીન’ અને ‘દેવદાસ’ જેવાં ગંભીર ચિત્રોનું દિગ્દર્શન કરનાર બિમલ રૉયે પુનર્જન્મને કેન્દ્રમાં રાખીને બનાવેલા આ ચિત્રને કારણે ટીકાનો ભોગ બનવું પડ્યું. પણ આ પ્રકારના કથાવસ્તુવાળાં ચિત્રોમાં શિરમોર ગણાતું ‘મધુમતી’ તેનાં કર્ણપ્રિય ગીતો, મુખ્ય કલાકારોના પ્રભાવી અભિનય તથા…

વધુ વાંચો >

મરચન્ટ, ઇસ્માઇલ

મરચન્ટ, ઇસ્માઇલ (જ. 25 ડિસેમ્બર 1936, મુંબઈ) : સાહિત્યિક કૃતિઓ પર આધારિત બૌદ્ધિક અને વિચારોત્તેજક અંગ્રેજી ચિત્રોના ભારતીય નિર્માતા અને દિગ્દર્શક. દિગ્દર્શક જેમ્સ આઇવરી અને પટકથા-લેખિકા રૂથ પ્રવર જાબવાલા સાથે મળીને મરચન્ટે બનાવેલાં  કેટલાંક ચિત્રો ઑસ્કાર ઍૅવૉર્ડ પણ મેળવી ચૂક્યાં છે. નિર્માતા-દિગ્દર્શક તરીકે મરચન્ટ અને આઇવરીની જોડી સૌથી વધુ ટકાઉ…

વધુ વાંચો >