સ્થાપત્યકલા

બારાદરી

બારાદરી : મુસાફરો માટે રહેણાક અંગે બાંધવામાં આવતી ઇમારત. ખાસ કરીને શહેરો-નગરોની બહાર, આવતા-જતા કે પસાર થતા મુસાફરો માટે રહેવાની–રાતવાસો કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવતી. બારાદરીની ઇમારતો ખાસ કરીને વિશાળ પ્રાંગણની આસપાસ હારબંધ ઓરડા તથા ઓસરીની રચના કરીને બાંધવામાં આવતી; જેથી સંખ્યાબંધ મુસાફરો તેમના કાફલા સાથે વાસ કરી શકે. આવી…

વધુ વાંચો >

બારાન્દી 

બારાન્દી  : જુઓ બાડા

વધુ વાંચો >

બાર્બિકન

બાર્બિકન : કિલ્લાઓના દરવાજાને આવરી લઈને કરાતી વિશિષ્ટ ઇમારતી રચના. તેના દ્વારા કિલ્લાઓના પ્રવેશ આંટીઘૂંટીવાળા બની જતા. તેથી આગંતુક જૂથ સહેલાઈથી કિલ્લાની અંદર પ્રવેશી ન શકે. આ જાતની રચના ખાસ કરીને સલામતીની ર્દષ્ટિએ કિલ્લાઓમાંના પ્રવેશને સામાન્ય ન બનાવવા માટે કરાતી. આવી રચનાને horn work પણ કહેવામાં આવે છે. આ જાતની…

વધુ વાંચો >

બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન

બાર્સિલોના પેવિલિયન – બાર્સિલોના – સ્પેન  : 20મી સદીના આધુનિક સ્થાપત્યની એક ઉલ્લેખનીય રચના. સ્પેનના બાર્સિલોનામાં આવેલું ‘બાર્સિલોના પેવિલિયન’. જે ન્યૂનતમવાદ, ઇજનેરી સૌંદર્ય, ભાવનાત્મક અનુભૂતિ અને સ્થાનની પ્રવાહીતતાની વાત સચોટતાથી વ્યક્ત કરે છે. સ્થાપત્યમાં ‘લેસ ઇઝ મોર’ના સિદ્ધાંતની અહીં સ્પષ્ટ અભિવ્યક્તિ છે. આધુનિક સ્થાપત્યના ઇતિહાસના સીમાચિહ્ન સમાન આ પેવિલિયન સ્થાપત્ય ઉપરાંત…

વધુ વાંચો >

બાલુસ્ટર

બાલુસ્ટર : વેદિકા-સ્તંભ અથવા કઠેડાની થાંભલીઓ. આમાં સરખા માપની થાંભલીઓની હરોળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે તેનાથી કઠેડા કે શીર્ષિકા(coping)ને આધાર મળી રહે છે. સીડીનાં પગથિયાંના એક કે બે છેડે, મોટી બારીઓમાં, અગાશી કે ઝરૂખાના અગ્રભાગમાં કરવામાં આવતા કઠેડાઓમાં બાલુસ્ટરનો પ્રયોગ થતો જોવામાં આવે છે. પિત્તળ કે લોખંડ જેવી…

વધુ વાંચો >

બાવકાનું મંદિર

બાવકાનું મંદિર : દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામમાં આવેલું બારમી સદીનું સોલંકીકાલીન પ્રાચીન શિવમંદિર. આ મંદિર નાગરશૈલીનું છે. તે ગર્ભગૃહ અને સભામંડપ ધરાવતું મૂળ લંબચોરસ આકારનું મંદિર હતું. તેમાં 0.61 મીટર વ્યાસનું લિંગ છે, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. આ મંદિરનું ગર્ભગૃહ અને શિખર તથા સભામંડપની પશ્ચિમ તરફની દીવાલ…

વધુ વાંચો >

બાંધણ

બાંધણ : દીવાલની રચનામાં પાટલીની જેમ ગોઠવાયેલ પથ્થરોનો થર. આ થર દીવાલોની રચનામાં અમુક ઊંચાઈએ નિયમિતપણે કરવામાં આવે છે, જેથી દીવાલની તાકાત જળવાઈ રહે. આ બાંધણને કંડારીને કલાત્મક રીતે કોતરવામાં આવે છે. જુદી જુદી ભાતની કોતરણી કરી તેની રચનાથી દીવાલની સુંદરતામાં વધારો કરવાના હેતુથી ઓરિસાનાં મંદિરોમાં આ જાતની શૈલી ઘણી…

વધુ વાંચો >

બિદર

બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…

વધુ વાંચો >

બીબીજી કી મસ્જિદ

બીબીજી કી મસ્જિદ : અમદાવાદમાં રાજપુર-ગોમતીપુરના વિસ્તારમાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને (1451–1459) સૈયદ ખુદમીરની માતા બીબીજી માટે 1454માં બંધાવી હતી. લેખમાં મસ્જિદને જુમા મસ્જિદ તરીકે ઓળખાવી છે. તેનો નિર્માણકાલ ઈ. સ. 1454 છે. હાલ આ મસ્જિદ ગોમતીપુરની મિનારાવાળી મસ્જિદ તરીકે ઓળખાય છે. મસ્જિદના મકસૂરા(મુખભાગ)માં મુખ્ય કમાનની બંને…

વધુ વાંચો >

બીલેશ્વરનું મંદિર

બીલેશ્વરનું મંદિર : ગુજરાત રાજ્યમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બિલ્વગંગા નદીકિનારે બીલેશ્વર ગામમાં આવેલું મહાદેવનું મંદિર. તેનો સમય સાતમી સદીના પ્રારંભનો હોવાનું જણાય છે. તલમાનના તેના ભાગોમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં મોટા કદના શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પાછળના સમયની છે. ગૂઢમંડપ લંબચોરસ આકારનો છે.…

વધુ વાંચો >