સ્થાપત્યકલા
જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી)
જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી) : આગ્રાથી 41 કિમી.ના અંતરે આવેલી વિશિષ્ટ ઇમારત. ફતેહપુર સિક્રીની અન્ય ઇમારતો સાથે ભળી જવા છતાં આગવી ભાત પાડે છે. ખાસ તો સ્તંભો અને મોતીના નકશીકામ પર પશ્ચિમ ભારતના મંદિરસ્થાપત્યની અસર જોવા મળે છે. બાદશાહ અકબરે સિક્રીના ઝડપી બાંધકામ માટે ગુજરાતથી પણ કારીગરો બોલાવ્યા હતા. આ…
વધુ વાંચો >જૉન્સ, ઇનિગો
જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા.…
વધુ વાંચો >જોર બંગલા (વિષ્ણુપુર)
જોર બંગલા (વિષ્ણુપુર) : બંગાળમાં બાંકુરા જિલ્લામાં, વિષ્ણુપુર માટીકામથી બાંધેલાં (terralota) મંદિરોનાં સ્થાપત્ય માટે વિખ્યાત છે. બંગાળનાં ગામડાંનાં ઘરોમાં વપરાતા લાકડાના આધારવાળાં, ઘાસની સાદડીઓથી ઢંકાયેલાં છાપરાં ત્યાંની બાંધકામની પ્રણાલીની વિશેષતા છે. આ આકારને તેટલી જ કુશળતાથી માટીની ઈંટો દ્વારા બંધાયેલાં વિષ્ણુપુરનાં મંદિરોમાં પણ આગવી શૈલી પ્રાપ્ત થયેલી છે. જોર બંગલા…
વધુ વાંચો >જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી ઉત્તરાર્ધ)
જ્યૉર્જિયન સ્થાપત્ય (અઢારમી સદી ઉત્તરાર્ધ) : ઇનિગો જૉન્સની હયાતીનાં લગભગ 100 વર્ષ પછી તેમની શૈલી દ્વારા પ્રચલિત પલ્લાડિયોની નવપ્રશિષ્ટતાના ફરીથી ઉદભવેલ સ્વરૂપે જ્યૉર્જિયન સ્થાપત્યશૈલીની શરૂઆત થઈ ગણાય છે. રાજા જ્યૉર્જ 1, 2 અને 3ના સમય(1714–1820)માં પ્રચલિત થવાથી તે જ્યૉર્જિયન શૈલી કહેવાઈ. અંગ્રેજી સ્થાપત્યમાં બારોક શૈલીનો અસ્વીકાર થયો. જ્યૉર્જિયન સ્થાપત્ય વિશાળ…
વધુ વાંચો >ઝિગુરાત
ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…
વધુ વાંચો >ઝૂલતા મિનારા, અમદાવાદ
ઝૂલતા મિનારા, અમદાવાદ : એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી…
વધુ વાંચો >ટાન્ગે, કેન્ઝો
ટાન્ગે, કેન્ઝો (જ. 1913) : જાપાનના પ્રતિભાશાળી સ્થપતિ. જાપાન તેમજ વિશ્વના આધુનિક સ્થાપત્યના તે પ્રણેતા ગણાય છે. શિક્ષણ 1935થી 1938 ટોકિયો યુનિવર્સિટીમાં. તે વખતના વિખ્યાત માએકાવા નામના સ્થપતિ સાથે તેમણે કામ કર્યું. કેન્ઝો ટાન્ગેની શૈલી પણ આથી કાક્રીટ સ્થાપત્યની અસર નીચે ઉદભવેલ. તેમની રચનાઓમાં હિરોશીમાનું સ્મૃતિભવન (1950), ટોકિયો સિટી હૉલ…
વધુ વાંચો >ટિમ્પનમ
ટિમ્પનમ : પશ્ચિમી સ્થાપત્ય અનુસાર પ્રવેશમંડપનાં નીચાં ઢળતાં છાપરાં કે કમાન પરની ત્રિકોણાકાર કે વૃત્તખંડીય બાંધણી. યુરોપમાં અગિયારમી તથા બારમી સદીમાં ચર્ચની રચનામાં તેનો ઉપયોગ થતો. તેમાં વચમાં મોટી ઈસુની મૂર્તિવાળું લાસ્ટ જજમેન્ટનું શિલ્પ કંડારાતું. મોઝેના સંત પિયેરના તથા ઑટમના સંત લઝારના ચર્ચના ટિમ્પનમ ઉલ્લેખનીય છે. હેમંત વાળા
વધુ વાંચો >ટિંગ લિંગ
ટિંગ લિંગ : ચીનના રાજવી વાન લીની 1584માં બંધાયેલી સમાધિ. ચીનના સ્થાપત્યના ઇતિહાસના સોળમી સદીના તબક્કામાં લોકોપયોગી ઇમારતોનું બાંધકામ મહદંશે કાષ્ઠપ્રણાલીને આધારે થતું. મિંગ વંશના રાજવીઓનો સમાધિસમૂહ બેજિંગની વાયવ્યમાં આવેલ છે, તેમાંની રાજા વાન લીની સમાધિ ઉલ્લેખનીય છે. આ સમાધિનું ઉત્ખનન 1956–58 દરમિયાન કરવામાં આવેલ. ભૂગર્ભમાં રચાયેલી આ સમાધિ બેજિંગની…
વધુ વાંચો >ટૅબર્નેકલ
ટૅબર્નેકલ : પશ્ચિમી સ્થાપત્યમાં જોવા મળતો ચર્ચની મધ્યમાં આવેલ સુશોભિત ખાંચો, જેના પર વિતાન હોય. આ ખાંચામાં મૂર્તિ રખાય છે. પ્રૉટેસ્ટન્ટ પંથના ચર્ચના સભાખંડને માટે પણ આ શબ્દ વપરાય છે. વળી ઈ. સ. પૂ. 1490ના સમયગાળામાં ઇઝરાયલી પ્રજા દ્વારા બનાવાતા વિશાળ તંબૂને ટૅબર્નેકલ કહ્યો છે. આવો એક તંબૂ 48 મી.…
વધુ વાંચો >