સ્થાપત્યકલા
ચૌલ્ટ્રી
ચૌલ્ટ્રી : દક્ષિણનાં મંદિરોના સ્થાપત્યમાં મંદિરોના સંકુલમાં રચવામાં આવતો વિશાળ મંડપ. આવા મંડપોની રચના એક અથવા વધારે દાનવીરોની યાદમાં કરવામાં આવતી અને તેમાં વપરાયેલા સ્તંભો સાથે ઘણી વખત દાનવીરોની પ્રતિમાઓ જોડવામાં આવતી. આવા મંડપોમાં ધાર્મિક વિધિઓ માટે સમૂહોમાં લોકો એકઠા થતા. ખાસ કરીને મદુરા અને તાંજોરનાં મંદિરો સાથે બંધાયેલી આવી…
વધુ વાંચો >છત્રી
છત્રી : છત્રી અથવા છત્રાકારનો મંડપ. તે સ્તંભો વડે બાંધવામાં આવે છે. તે ઘેરાવામાં અષ્ટકોણાકાર અથવા ગોળ અથવા ચતુષ્કોણ હોય છે અને સ્તંભો દ્વારા આવરાયેલ ઘુમ્મટ વડે ઢંકાયેલ હોય છે. છત્રીઓ યાદગીરી માટે ઊભી કરાયેલ ઇમારત રૂપે રહેતી. આવા સ્થાપત્યની પરંપરા ખાસ કરીને રાજપૂત શૈલીના સ્થાપત્યમાં ખૂબ જ અગત્ય ધરાવે…
વધુ વાંચો >જકનાચાર્ય
જકનાચાર્ય : અલૌકિક સ્થપતિ. એક બ્રાહ્મણની હત્યાની સજા રૂપે તેમણે 20 વર્ષ સુધી સ્થાપત્યક્ષેત્રમાં મંદિરોનાં બાંધકામ માટે કામ કર્યું. એક રાજકુંવર હોવા છતાં પણ આ રીતે ગુના માટેની સજા ભોગવી અદ્વિતીય મંદિરોનાં નિર્માણ માટે કારણભૂત બન્યા. આદિકાળમાં અપ્રતિમ રચનાઓના પ્રણેતા તરીકે આવાં પાત્રો નિમિત્ત બનાવાયેલાં છે. જેમ કે ઘણી જગ્યાએ…
વધુ વાંચો >જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ)
જયસ્તંભ (ચિતોડનો જયસ્તંભ કે વિજયસ્તંભ) : ખાસ કરીને પ્રતિષ્ઠિત રાજાઓ દ્વારા વિજયની યાદમાં બંધાવવામાં આવતો ઊંચો મિનારો. 1450માં બંધાયેલ ચિતોડનો વિજયસ્તંભ આનો ઘણો જ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ જ કિલ્લામાં આશરે 1100માં કીર્તિસ્તંભ પણ બંધાયેલો છે. આ સ્તંભો ખાસ કરીને મંદિરો જોડે સંકળાયેલા રહેતા. ચિતોડમાં આ બંને સ્તંભો પાસેનાં મંદિરોના…
વધુ વાંચો >જયાદિત્યનું મંદિર
જયાદિત્યનું મંદિર : નગરા(તા. ખંભાત)માં આવેલું મંદિર. હાલમાં આ એક નાના ખંડ સ્વરૂપનું મંદિર જોવામાં આવે છે. તેમાં સૂર્યની તેમજ સૂર્યાણીની 1.83 મી. ઊંચી મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર સં. 1292 (ઈ. 1236)નો લેખ કોતરેલો છે. તેમાં જણાવ્યા અનુસાર જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિને લઈને પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે એ…
વધુ વાંચો >જહાંગીરની કબર
જહાંગીરની કબર : મુઘલકાલીનનું એક ભવ્ય સ્થાપત્ય. જહાંગીરના શાસન(1605થી 1627)ના સમયના સ્થાપત્યનો અગત્યનો ભાગ અકબરની સિકંદરા ખાતેની કબરના બાંધકામ પછીનો ગણી શકાય. જહાંગીરની પોતાની કબરનો મોટો ભાગ તેના અવસાન પછી તેની બેગમ નૂરજહાંની દેખરેખ નીચે બંધાયેલ. મુઘલ શહેનશાહોની પ્રણાલી મુજબ આ કબર પણ એક ભવ્ય બાગની મધ્યમાં ચાર બાગના સિદ્ધાંત…
વધુ વાંચો >જહાંગીરી મસ્જિદ, જૌનપુર
જહાંગીરી મસ્જિદ, જૌનપુર : જૌનપુરી કે શર્કી સ્થાપત્યશૈલીનો નમૂનો. જૌનપુર (1360થી 1480) તે વખતમાં દિલ્હીનું એક અગત્યનું તાબેદાર રાજ્ય હતું અને ત્યાંનો રાજ્યપાલ પૂર્વના રાજા તરીકે ઓળખાતો જે ખિતાબ દિલ્હીના તુઘલક રાજવીઓએ તેને આપેલ – મલ્લિકુરા-શર્ક (પૂર્વનો રાજા), જેના ઉપરથી આ સમય દરમિયાનના જૌનપુરની રાજાશાહી શર્કી તરીકે ઓળખાયેલ. આ સમય…
વધુ વાંચો >જહાંગીરી મહલ (આગ્રા)
જહાંગીરી મહલ (આગ્રા) (આશરે ઈ. સ. 1566) : મુઘલકાલનું સ્થાપત્ય. અકબરે બંધાવેલા પ્રથમ રાજમહેલોમાંનો એક. મુઘલ શાસનકાળ દરમિયાનનાં સ્થાપત્ય-પ્રણાલીઓનાં વિવિધ પાસાંમાં વચગાળાની શૈલી તરીકે હિંદુ રાજમહેલોનાં સ્થાપત્ય અને મુસ્લિમ સ્થાપત્ય વચ્ચેની ગણાતી શૈલી જેમાં દિશાનો અભાવ રહેતો તેના ઉદાહરણરૂપ આ ઇમારત ગણી શકાય. સમગ્ર ઇમારતનું બાંધકામ પથ્થરમાં થયેલ હોવા છતાં…
વધુ વાંચો >જંઘા
જંઘા : મંદિરોની દીવાલમાંનો એક થર. તે મૂર્તિકલાથી સુશોભિત કરાયેલ હોય છે. મંડોવરના ભાગરૂપ અને છજાની નીચેનો થર જાંઘા તરીકે ઓળખાય છે. સામાન્ય મંદિરોમાં એક જ જંઘા હોય છે પણ મોટાં મંદિરોમાં ત્રણ જંઘા પણ હોય છે. જેમ કે ખજૂરાહોના કંદારિયા મહાદેવના મંદિરમાં ત્રણ જંઘા આવેલી છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >જાળી
જાળી : પથ્થરને કોતરીને જુદી જુદી ભાતથી જાળીઓની રચના કરવામાં આવે છે. આવી જ રચના લાકડામાંથી પણ કરાય છે. જાળીઓનો મુખ્ય ઉપયોગ બારીઓ તથા અલગ અલગ જાતના ગાળાઓમાં પ્રકાશ તથા હવાની આવજાની અનુકૂળ માત્રા નિર્ધારિત કરવામાં રહેલો છે જેની કલાત્મકતાથી બહારના દેખાવમાં તથા અંદરના પ્રકાશની વહેંચણીમાં અનોખું કૌશલ જોઈ શકાય…
વધુ વાંચો >