સ્થાપત્યકલા

કેંચી

કેંચી (truss) : બાંધકામમાં આધાર માટે મુકાતું ચોકઠું. ઇમારતો, પુલો, રેલવે પ્લૅટફૉર્મ, ઔદ્યોગિક એકમોના વર્કશૉપ, સાઇકલ, બસ તથા મોટરોનાં સ્ટૅન્ડ વગેરે અનેક સ્થળોએ કેંચીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. છાપરું તથા અન્ય ભારને સહીસલામત રીતે ટેકવી રાખવાનું કામ તે કરે છે. કેંચીનો ઉપયોગ ભાર વહન કરવાનો છે. લાકડાં, કૉંક્રીટ કે…

વધુ વાંચો >

કૈલાસનાથ મંદિર – કાંચી

કૈલાસનાથ મંદિર, કાંચી : પલ્લવશૈલીનું જાણીતું મંદિર. આ મંદિરનું અન્ય નામ ‘રાજસિંહેશ્ર્વગૃહમ્’ છે. પલ્લવ રાજા રાજસિંહે 700માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને તેના પુત્ર મહેન્દ્રવર્મા ત્રીજાએ પૂરું કરાવ્યું હતું. મુખ્ય મંદિર અને પ્રાકાર (કોટ) રાજસિંહે બંધાવેલાં; બાકીનો ભાગ તથા પ્રાંગણની આગળ આવેલું ગજપૃષ્ઠમંદિર મહેન્દ્રવર્માએ બંધાવેલાં. પલ્લવ શૈલીનાં સર્વ લક્ષણો…

વધુ વાંચો >

કૈલાસમંદિર

કૈલાસમંદિર : ઇલોરાની ગુફા નં. 16માં આવેલું મંદિર. ખડકમાંથી કોરેલા સ્થાપત્યમાં જગતભરમાં કૈલાસગુફા અગ્રસ્થાને છે. તેની રચના મંદિરના ગોપુરમ્ જેવી છે. મંદિરની સમગ્ર શિલ્પસમૃદ્ધિ એક જ ખડકમાંથી કંડારેલી છે. આ ગુફામાં પ્રવેશતાં જ સામે પાષાણનો પડદો છે, જેના ઉપર શિવ અને વિષ્ણુની પ્રચંડ મૂર્તિઓ કોરેલી છે; 82.8 મીટર લાંબો અને…

વધુ વાંચો >

કોટાય

કોટાય : કચ્છનું સોલંકી યુગનું શિવમંદિર. કચ્છ જિલ્લાના મુખ્ય નગર ભૂજથી ઈશાન ખૂણે થોડા કિમી. ઉપર આવેલી પહાડીના ઉત્તર ભાગે ઢોળાવ ઉપર આવેલા કોટાય ગામની નજીકની ટેકરી ઉપર એક ભગ્નાવશિષ્ટ શિવમંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે. ભૂજથી લખપતના રાજ્ય ધોરી માર્ગ ઉપર થોડા અંતરે ડાબે હાથે આવેલા પુંઅરાના શિવમંદિરનું અને આ શિવમંદિરનું…

વધુ વાંચો >

કોટેશ્વર (કચ્છ)

કોટેશ્વર (કચ્છ) : કચ્છમાં કોરી ખાડી ઉપર આવેલું બંદર અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન. 23o 41′ ઉ.અ. અને 68o 31′ પૂ.રે. : લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિમી. અને ભૂજથી 165 કિમી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત…

વધુ વાંચો >

કોટેશ્વર (બનાસકાંઠા)

કોટેશ્વર (બનાસકાંઠા) : દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું તીર્થસ્થાન. અંબાજીથી 6 કિમી. દૂર કોટેશ્વર 24o 21′ ઉ. અ. અને 72o 54′ પૂ. રે. ઉપર આવ્યું છે. પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે.…

વધુ વાંચો >

કોટ્યર્ક

કોટ્યર્ક : મહેસાણા જિલ્લાના પિલવાઈ રોડ સ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર સાબરમતીના કાંઠે, કોતરની ટોચ ઉપર આવેલું ગુજરાતનું પ્રાચીન વૈષ્ણવ મંદિર. ભૌગોલિક સ્થાન : 23o 30′ ઉ. અ. અને 72o 45′ પૂ. રે.. ‘કોટિ અર્ક’નો અર્થ કરોડ સૂર્ય થાય છે. તે મૂળ સૂર્યમંદિર હશે. હાલ તે વૈષ્ણવ મંદિર છે અને વિષ્ણુની…

વધુ વાંચો >

કોઠાર

કોઠાર : (સં. कोष्ठागार). આવાસ કે કિલ્લામાં જીવનોપયોગી સાધનસામગ્રી, ખાસ કરીને ખોરાક માટેની સામગ્રીના સંગ્રહ માટેનો ઓરડો. રાજધાનીથી માંડીને ઘરની અંદર આવેલ અનાજ ભરવાના કોઠા સુધી દરેક કોઠારના આયોજન પ્રત્યે સમાન સભાનતા અને ઉદ્દેશ જોવા મળે છે. કોઠારનો પ્રકાર અને તેનું આયોજન કૌટુંબિક સમૃદ્ધિ, રહેણીકરણી તથા કુટુંબના વિસ્તાર પર આધાર…

વધુ વાંચો >

કોનારકનું મંદિર

કોનારકનું મંદિર : ઇજિપ્તનું પ્રાચીન સમયનું મંદિર. સ્થાપત્યની આ ભવ્ય ઇમારત ઇજિપ્તની સંસ્કૃતિના સામ્રાજ્ય યુગ(ઈ. પૂર્વે 1580થી 1150)નાં મહાન સમ્રાજ્ઞી હેટશેપસુટ(ઈ. પૂર્વે 1500થી 1479)ના સમય દરમિયાન થીબ્ઝ નગર પાસે બંધાઈ હતી. આ મંદિર બાંધતાં ઘણાં વર્ષો લાગ્યાં હતાં. છતાં મુખ્ય બાંધકામ રાણી હેટશેપસુટ અને થુતમોસ ત્રીજાના શાસન દરમિયાન થયું હતું.…

વધુ વાંચો >

કોન્યાનું ઘર

કોન્યાનું ઘર : ઘરબાંધણીની એક શૈલી. તે તુર્કસ્તાનના પ્રદેશમાં તાપમાનમાં ઓચિંતા થતા તીવ્ર ફેરફાર સામે ટકી રહેવાની પ્રયુક્તિ સૂચવે છે. ઈંટોથી બનેલા એક માળના મકાનના છાપરા પર માટીનો જાડો થર પાથરવામાં આવતો, પરિણામે બાહ્ય ગરમી અને ઠંડી સામે રક્ષણ મળતું. એના ખંડોના મધ્યમાં બગીચો રાખવામાં આવતો. મન્વિતા બારાડી

વધુ વાંચો >