સૂર્યકાન્ત શાહ
શૅરમૂડી (પરિમાણાત્મક)
શૅરમૂડી (પરિમાણાત્મક) : લિમિટેડ કંપનીની શૅરમૂડી તેના ધંધા માટે ઇચ્છનીય મૂડી કરતાં વધારે, પર્યાપ્ત (sufficient) અથવા ઓછી છે કે કેમ તે પ્રકારનું વિશ્લેષણ કરીને કંપનીની શૅરમૂડીનું કરવામાં આવતું મૂલ્યાંકન. પ્રત્યેક કંપનીની શૅરમૂડીની જરૂરિયાત (ક) તેના કર્મચારીઓની કાર્યકુશળતા, (ખ) માલનું ઉત્પાદન કરવામાં લાગતો સમય અને (ગ) વેચેલા માલનાં નાણાં મેળવવામાં લાગતો…
વધુ વાંચો >શ્રમજીવી સંઘ
શ્રમજીવી સંઘ : શ્રમના બદલામાં વેતન મેળવી તેના પર જીવનારાઓનું સંગઠન. શ્રમ મુખ્યત્વે બે પ્રકારના હોય છે : શારીરિક અને માનસિક. શારીરિક શ્રમજીવીઓનાં સંગઠન મહદ્અંશે મજૂર સંઘ તરીકે અને માનસિક શ્રમજીવીઓનાં સંગઠન કર્મચારીમંડળ તરીકે ઓળખાય છે. કાર્યસ્થળે બનાવવામાં આવતાં પાયાનાં સંગઠનો એકત્રિત થઈને અમુક વિસ્તાર, રાજ્ય, દેશ અને દુનિયાનાં મહામંડળો…
વધુ વાંચો >સમર્થક તારણ (બૅન્કિંગ)
સમર્થક તારણ (બૅન્કિંગ) : ધીરેલાં નાણાંની સલામતી માટે જામીનગીરી તરીકે લખાવી લીધેલી અને ધિરાણની રકમ કરતાં વધારે બજાર-કિંમતવાળી માલમિલકત. બૅન્કો શૂન્યાવકાશમાંથી નાણું પેદા કરતી નથી. થાપણદારો તરફથી જે નાણાં મળે છે તેનું બૅન્કો ધિરાણ કરે છે. નાણાકીય સંચાલનની કાર્યદક્ષતાનો ઉપયોગ કરીને તે મળેલ નાણાં કરતાં વધારે રકમનું ધિરાણ કરી શકે…
વધુ વાંચો >સરકારી સિક્યુરિટીઓ
સરકારી સિક્યુરિટીઓ : ઉછીનાં લીધેલાં નાણાંની સ્વીકૃતિનું સરકારે રોકાણકારને આપેલું પ્રમાણપત્ર. અનેક કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકારો દેવું કરે છે. અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી સરકાર જાહેર ઉછીનાં નાણાં લે છે. પોસ્ટ ઑફિસ મારફતે રૂ. 100નું રાષ્ટ્રીય બચતપત્ર આપીને સરકાર નાના રોકાણકારની પણ દેવાદાર બને છે. સરકારનાં દેવાંને જાહેર દેવાં…
વધુ વાંચો >સહકારી સંસ્થાઓ (સહકારી મંડળીઓનું સંગઠન)
સહકારી સંસ્થાઓ (સહકારી મંડળીઓનું સંગઠન) : મૂડીવાદી સ્વરૂપના સંગઠનના વિકલ્પ તરીકે તેની જોડાજોડ સમાજવાદી સ્વરૂપના સંગઠન તરીકે સફળતાપૂર્વક વિકસેલું અને ટકી રહેલું વ્યવસ્થાતંત્ર. ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1844માં ટોડલેન ગ્રાહક સહકારી ભંડારથી સહકારી મંડળીઓની શરૂઆત થઈ. ત્યારબાદ તેનો ફેલાવો ફ્રાન્સ, યુ. એસ. (અમેરિકા) તથા ક્રમશ: જુદા જુદા દેશો એમ સમગ્ર વિશ્વમાં…
વધુ વાંચો >સંકલિત હિસાબી પ્રથા (integrated accounting system)
સંકલિત હિસાબી પ્રથા (integrated accounting system) : ઉત્પાદનના પ્રત્યેક નાણાકીય ખર્ચનું ઉત્પાદનની પડતરકિંમત સુસંગત રીતે નક્કી કરવા માટે વર્ગીકરણ કરી શકાય તે પ્રકારે નાણાકીય હિસાબી અને પડતર હિસાબી પ્રથાઓનું અંતર્ગ્રથન (interlocking). નાણાકીય હિસાબી ચોપડા અને પડતરકિંમતના હિસાબી ચોપડા જુદા જુદા સેટમાં રાખવાને બદલે નાણાકીય ખર્ચ અને પડતરકિંમતને એક સેટમાં જ…
વધુ વાંચો >સંચાલકીય સંચારવ્યવસ્થા (management coummuni-cation)
સંચાલકીય સંચારવ્યવસ્થા (management coummuni-cation) : પેઢી અથવા જૂથે પોતાના અંદરોઅંદરના સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે વિકસાવેલી તંત્રરચના. પ્રત્યેક પેઢી તેના જુદા જુદા એકમો વચ્ચે માહિતીના સુગ્રથિત સંચાર માટે એવી વ્યવસ્થા (system) વિકસાવે છે કે જેથી સંચાલકોને નિર્ણયો લેવા, અમલ કરવા અને અંકુશ મૂકવામાં જરૂરી સહાય મળે. આ પ્રકારની સંચાલકીય સંચારવ્યવસ્થા હેઠળ વિવિધ…
વધુ વાંચો >સંચાલન (management)
સંચાલન (management) : પેઢી અથવા સંસ્થાના અધિકારી દ્વારા નિયુક્ત કાર્ય જાતે કરવાને બદલે પોતાના હાથ નીચેની વ્યક્તિઓ પાસે કરાવીને પેઢીનું અથવા સંસ્થાનું પૂર્વનિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવાની કુશળતા. વિશાળ કદની પેઢી અથવા સંસ્થામાં અનેક કર્મચારીઓ અને શ્રમજીવીઓ કામ કરતા હોય છે. તેમની પાસે વ્યવસ્થિત અને અસરકારક રીતે કામ કરાવીને સંચાલક ઉત્પાદનનાં…
વધુ વાંચો >સામગ્રી-વ્યવસ્થાપન (materials management)
સામગ્રી-વ્યવસ્થાપન (materials management) : ઉત્પાદન માટે ખરીદેલા માલસામાન/સામગ્રીનું પાકો માલ તૈયાર થાય ત્યાં સુધી કરવામાં આવતું વ્યવસ્થાપન. સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની જંગમ ચીજોનું વ્યવસ્થાપન થાય છે. ‘નિર્ણયો લેવા અને તેનો અમલ કરવો’ તે વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર છે તેથી સામગ્રી-વ્યવસ્થાપન હેઠળ પાકા માલ સિવાયની બધી જંગમ ચીજો અંગે નિર્ણયો લેવા અને…
વધુ વાંચો >