સૂક્ષ્મજીવશાસ્ત્ર
ઍક્ટિનોમાયકોસિસ
ઍક્ટિનોમાયકોસિસ : Actinomycosis israelli અને A. bovis નામના જીવાણુઓથી મનુષ્ય તથા અન્ય પ્રાણીઓને થતા રોગો. આ જીવાણુઓના ગ્રામ ધન, દંડાણુ અથવા શાખાયુક્ત ઉચ્ચ જીવાણુઓ એમ પ્રકારો છે. તે મનુષ્યો તથા અન્ય પુખ્ત પ્રાણીઓના શરીરમાં પરોપજીવી તરીકે રહે છે અને પેશીજળમાં સલ્ફરયુક્ત કણોનું ઉત્પાદન કરે છે. 50 % દરદીઓમાં તેનો ચેપ…
વધુ વાંચો >ઍક્ટિનોમાયસીટ
ઍક્ટિનોમાયસીટ : લાંબા તંતુમય કોષો અથવા કવકતંતુવાળા (hyphae), સ્કિઝોમાયસીટ વર્ગના બૅક્ટેરિયા. ફૂગના જેવા દેખાતા આ બૅક્ટેરિયા સામાન્યપણે શાખાપ્રબંધિત હોય છે. કુદરતમાં તે સારી રીતે પ્રસરેલા હોય છે. મુખ્યત્વે તે વાયુજીવી (aerobic) હોય છે. જોકે કેટલાક અવાયુજીવી પણ છે. કવકતંતુઓ 1.5 m કદ કરતાં વધારે લાંબા હોતા નથી. તે કૉનિડિયા કે…
વધુ વાંચો >ઍગેરિકેલ્સ
ઍગેરિકેલ્સ : બેસિડિયોમાયસિટ્સ ગદા ફૂગ (club fungus) વર્ગની અને સામાન્ય રીતે ઝાલર ફૂગ (gill-fungus) નામથી ઓળખાતી ફૂગનું એક ગોત્ર. આ ગોત્ર 16 કુળમાં અને 4,000 જાતિમાં વહેંચાયેલું છે. Agaricaceae સૌથી જાણીતું કુળ છે. આ કુળના બીજાણુ(spores)ધારી કોષો (બેસિડિયા), ઝાલર નામથી ઓળખાતા પાતળા પટ (sheet) પર છવાયેલા હોય છે. આર્થિક ધોરણે…
વધુ વાંચો >એડેનોવિષાણુ
એડેનોવિષાણુ (adenovirus) : તાવ સાથેની શરદી, તેમજ અન્ય શ્વસનતંત્રીય રોગો માટે જવાબદાર વિષાણુઓનો એક સમૂહ. તે મુખ્યત્વે કાકડા અને એડેનાઇડ ગ્રંથિઓ સાથે સંકળાયેલા જોવા મળે છે. કેટલાક માનવીય એડેનોવિષાણુઓનું પ્રતિક્ષેપન (injection) હૅમ્સ્ટર પ્રકારના નવજાત ઉંદરોમાં કરવામાં આવતાં શરીરમાં દુર્દમ્ય અર્બુદ (malignant tumour) ઉત્પન્ન કરે છે. તેના પ્રભાવક (infective) કણો 70…
વધુ વાંચો >એન્ટૅમીબા
એન્ટૅમીબા (Entamoeba) : સાર્કોડિના (sarcodina) વર્ગનો અમીબા જેવો, અનિશ્ચિત આકારનો પ્રજીવ. તે પ્રચલન તેમજ ખોરાક ગ્રહણ કરવા ખોટા પગોનો ઉપયોગ કરે છે. પાચન કોષાંતરીય પ્રકારનું. પ્રજનન બે રીતે : (1) અલિંગી દ્વિભાજન અને કોષ્ઠનિર્માણથી અને (2) લિંગી-સંયુગ્મનથી. જીવનચક્ર દરમિયાન બે અવસ્થાઓ : (1) સક્રિય ટ્રૉપોઝૉઇટ (Tropozoite) અવસ્થા (આ અવસ્થામાં તે…
વધુ વાંચો >એન્ટેરો વિષાણુ
એન્ટેરો વિષાણુ (Entero-virus) : પિકાર્ના કુળના વિષાણુઓની એક પ્રજાતિ. આ વિષાણુઓ મનુષ્યના પાચનતંત્ર અને અન્ય ભાગને ચેપ લગાડે છે. આ વિષાણુઓનો વ્યાસ 20થી 30 ને.મી. જેટલો હોય છે. તેના પ્રભાવક (infective) કૅપ્સિડની રચના વીસ ફલકીય (icosahedral) હોય છે; જ્યારે તેના એકમો તરીકે આવેલા કૅપ્સોમિયરની સંખ્યા 32 જેટલી હોય છે. તેનો…
વધુ વાંચો >એપિસોમ
એપિસોમ : બૅક્ટેરિયામાં આવેલું બહિરંગસૂત્રીય જનીનિક તત્વયુક્ત દેહકણ (plasmid). સૌપ્રથમ જૅકૉબ અને વૉલમેને (1958) Escherichia coli નામના બૅક્ટેરિયમમાં તેનું સંશોધન કર્યું. E. coliમાં આવેલ F-કારક અને ફેઝ l જેવી DNA ધરાવતા કણો માટે તેમણે ‘એપિસોમ’ નામ આપ્યું. બૅક્ટેરિયાના સામાન્ય રંગસૂત્ર ઉપરાંતનું તે વધારાનું જનીનદ્રવ્ય છે. તે બૅક્ટેરિયલ વિકૃતિ દ્વારા ઉત્પન્ન…
વધુ વાંચો >ઍમિનોઍસિડ (સૂક્ષ્મજીવશાસ્ત્ર)
ઍમિનોઍસિડ (સૂક્ષ્મજીવશાસ્ત્ર) : સજીવોના જીવરસ-(protoplasm)ના બંધારણના અગત્યના ભાગરૂપ એવા પ્રોટીન જેવા જૈવ-અણુઓ(biomolecules)ના નાઇટ્રોજનયુક્ત એકમો (units). ઍમિનોઍસિડના અણુમાં આમ્લિક (acidic) અને બેઝિક (basic) બન્ને પ્રકારના મૂલકો આવેલા છે. આથી આ ઍસિડ ઉભયધર્મી (amphoteric) છે અને દ્વિઆયન (zwitterion) તરીકે જાણીતા છે. ઍમિનોઍસિડની સંરચના : સજીવ ગમે તે (દા.ત., અમીબા કે વડનું વૃક્ષ)…
વધુ વાંચો >એમોનિયાકરણ (ammoniation)
એમોનિયાકરણ (ammoniation) : પ્રાણીઓનાં યુરિયા તથા યુરિક ઍસિડ જેવાં ઉત્સર્ગદ્રવ્યોના નાઇટ્રોજનયુક્ત ભાગને અલગ કરીને તેને એમોનિયામાં ફેરવવાની પ્રક્રિયા. ચોક્કસ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ યુરિયા અને યુરિક ઍસિડનું વિઘટન કરી તેને કાર્બન ડાયૉક્સાઇડ અને એમોનિયામાં ફેરવે છે. મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષો પર પણ તુરત જ સૂક્ષ્મ જીવાણુઓ વિઘટનની પ્રક્રિયા શરૂ…
વધુ વાંચો >એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ
એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ (જ. 19 એપ્રિલ 1795, ડેલિસ્કસેક્સ; અ. 27 જૂન 1876, બર્લિન) : સુપ્રસિદ્ધ જર્મન જીવવિજ્ઞાની. તેમણે સૂક્ષ્મજીવો અને અન્ય અશ્મીભૂતોના અવશેષોની જાણકારી મેળવી હતી. રાતા સમુદ્રનો પ્રવાસ કરી તેમણે 34,000 પ્રાણીઓના અને 46,000 વનસ્પતિઓના અવશેષોનો સંગ્રહ કર્યો હતો. ઍલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટ નામના વિજ્ઞાની સાથે તેમણે મધ્ય એશિયાથી સાઇબીરિયા…
વધુ વાંચો >