સિવિલ ઇજનેરી
ભાખરા-નાંગલ પ્રકલ્પ
ભાખરા-નાંગલ પ્રકલ્પ : હિમાચલ પ્રદેશની શિવાલક ટેકરીઓના પ્રદેશમાં સતલજ નદી પર બિલાસપુર જિલ્લાના ભાખરા મુકામે આવેલો ભાખરા બંધ તેમજ ત્યાંથી સતલજના હેઠવાસમાં નૈર્ઋત્ય તરફ 13 કિમી.ને અંતરે નાંગલ ખાતે આવેલો નાંગલ બંધ. નાંગલ બંધ પંજાબ રાજ્યના રૂપનગર જિલ્લામાં આવેલો છે. ભાખરા-નાંગલ બંધ ભારતની સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે. દુનિયાના…
વધુ વાંચો >ભૂકંપ-રક્ષિત બાંધકામ
ભૂકંપ-રક્ષિત બાંધકામ : ભૂકંપની વિનાશક અસર સામે સક્ષમ રક્ષણ મળે તેવું અણનમ બાંધકામ. ભૂકંપથી જમીન કંપન અનુભવે છે અને મકાન, મહાલયો તેમજ અન્ય બાંધકામ ઉપર ઝાટકાઓ લાગે છે. નબળાં બાંધકામ જમીનદોસ્ત થાય છે અને જાનમાલને હાનિ પહોંચે છે. ભૂકંપની હાનિકારક અસરનો સામનો કરવા ભૂકંપ-રક્ષિત બાંધકામ જરૂરી બને છે. આ પ્રકારનું…
વધુ વાંચો >મકૅડમ, જૉન લુડન
મકૅડમ, જૉન લુડન (જ. 1756, દક્ષિણ આયર્શાયર, સાઉથવેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 1836) : મરડિયા નાખેલા, સુયોજિત સપાટીવાળા માર્ગોના શોધક. 1770માં તેઓ ન્યૂયૉર્ક સિટીમાં ગયા. ત્યાં તેમના કાકાની પેઢીમાં તેઓ ખૂબ કમાયા; 1783માં તેઓ દેશ પાછા ફર્યા અને મોટી જાગીર ખરીદી. ત્યાં બાંધકામની નવતર પદ્ધતિઓ વિશે પ્રયોગો આદર્યા. 1816માં તેઓ ‘બ્રિસ્ટલ ટર્નપાઇક…
વધુ વાંચો >મહેતા, રમેશ સુમંત
મહેતા, રમેશ સુમંત (જ. 1906, અમદાવાદ; અ. 1998) : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પર્યાવરણવિદ્. ગુજરાતના જાણીતા સમાજસુધારક, દેશસેવક તથા શિક્ષણકાર. ડૉ. સુમંત મહેતા તથા શારદાબહેનના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો અભ્યાસ અમદાવાદ, વડોદરા અને કરાંચીમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગની ઉપાધિ 1931માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી અને માસ્ટર્સ ડિગ્રી…
વધુ વાંચો >માટીકામ
માટીકામ : માટીનું ખોદાણ કે માટીનું પુરાણ. કોઈ પણ સિવિલ ઇજનેરી રચના માટે કરવામાં આવતું પાયાનું ખોદકામ એ માટીકામનો એક પ્રકાર છે. કોઈ પણ સિવિલ ઇજનેરી રચનાના બાંધકામની શરૂઆત કરવા માટે નિયત લેવલ ધરાવતી સપાટી(formation level)ની આવશ્યકતા રહેલી છે. આ નિયત લેવલનું મૂલ્ય રચના કરનાર ઇજનેર નક્કી કરે છે. રચનાના…
વધુ વાંચો >મૂલ્ય-નિર્ધારણ
મૂલ્ય-નિર્ધારણ (Valuation) : મકાન કે અન્ય બાંધકામની યોગ્ય કિંમત નક્કી કરવાના અભિગમો. કિંમત-મૂલ્ય મિલકતના વેચાણભાવ, તેનાથી થતી આવક વગેરે બાબતો ધ્યાનમાં લઈને નિર્ધારિત કરવામાં આવે છે. મકાન અથવા મિલકતના બાંધકામમાં થયેલા ખર્ચને પડતર કિંમત (cost) કહેવામાં આવે છે; પણ આવી પડતર કિંમત અને તેમાં રોકાયેલી મૂડી પરનું વ્યાજ તથા મિલકતમાંથી…
વધુ વાંચો >રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો
રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો રાષ્ટ્રવ્યાપી વ્યવહાર માટે યાતાયાતના માધ્યમરૂપ મોટા રસ્તાઓ. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાજકીય સ્થિરતા માટે યોગ્ય યાતાયાત-વ્યવસ્થા હોવી જરૂરી છે. યોગ્ય યાતાયાત-વ્યવસ્થાના માધ્યમથી દેશના તથા દુનિયાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઔદ્યોગિક કાચો માલ તથા ઉત્પાદન, જીવનજરૂરિયાતની ચીજો તથા લોકોની…
વધુ વાંચો >રોબ્લિંગ, જૉન ઑગસ્ટસ
રોબ્લિંગ, જૉન ઑગસ્ટસ (જ. 12 ઑગસ્ટ 1806, જર્મની; અ. 1869) : ઝૂલતા પુલની બાંધકામ-કલાનો વિશ્વવિખ્યાત ઇજનેર. તેણે બર્લિનની રૉયલ પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી, આગળના સ્નાતક-કક્ષાના અભ્યાસમાં 1826માં બેમ્બર્ગ, બેવેરિયામાં પરીક્ષાના ભાગરૂપે ‘સાંકળના ઝૂલતા પુલ’ (chain suspension bridge) વિષય પર મહાનિબંધ લખ્યો, ત્યારથી જ તેને આ વિષયમાં રસ જાગ્રત થયો…
વધુ વાંચો >વક્ર ન્યાસ (curve setting)
વક્ર ન્યાસ (curve setting) : રસ્તાના વક્રો(વળાંકો)ની ગોઠવણી. રસ્તા, રેલવે, કેનાલ વગેરે હંમેશાં સીધી દિશામાં જતાં બનાવી શકાતાં નથી. રસ્તામાં આવતા અવરોધો, જમીનની સ્થળાકૃતિને કારણે તેમની દિશા બદલવી પડે છે. આ દિશા બદલ સમક્ષિતિજ કે અક્ષીય હોઈ શકે. આ દિશા બદલ સરળ રીતે શક્ય બને તે માટે વક્રોની રચના કરવામાં…
વધુ વાંચો >વિધ્વંસ-ઇમારતોનો
વિધ્વંસ-ઇમારતોનો (demolition of structures) : જર્જરિત, બિનઉપયોગી કે બિનસલામત ઇમારતોનો ઇરાદાપૂર્વક નાશ-ધ્વંસ કરવો તે. કુદરતી ક્રમમાં સર્જન, સંવર્ધન અને વિનાશ કે વિધ્વંસ(વિસર્જન)ની ક્રિયાઓ બને જ છે. હિન્દુ પુરાણોમાં ત્રિ-મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ – એ આ ત્રણ પ્રક્રિયાઓના નિયામક મનાયા છે. બધી સજીવ અને નિર્જીવ વસ્તુઓમાં ત્રણેય ક્રિયાઓ કાળક્રમે બને છે.…
વધુ વાંચો >