સમાજશાસ્ત્ર
યુનિસેફ (UNICEF)
યુનિસેફ (UNICEF) : રાષ્ટ્ર સંઘની અનૌપચારિક સંસ્થા, જે વિશ્વભરનાં પીડિત બાળકોની સહાય માટે કાર્યરત છે. બીજા વિશ્વયુદ્ધ- (1939–1945)ને અંતે યુદ્ધનો ભોગ બનેલાં, ઘવાયેલાં અને નિ:સહાય બાળકોની સમસ્યા રાષ્ટ્ર સંઘ સમક્ષ હતી. આથી આવાં બાળકોની મદદ માટે ડિસેમ્બર 1946માં સામાન્ય સભા દ્વારા યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનૅશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ(UNICEF)ની સ્થાપના કરવામાં આવી.…
વધુ વાંચો >યુનેસ્કો (UNESCO)
યુનેસ્કો (UNESCO) : રાષ્ટ્રસંઘની અનૌપચારિક સંસ્થા, જે વિશ્વના તમામ દેશોમાં કેળવણી, વિજ્ઞાન, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પાયાનાં મૂલ્યો સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. વિશ્વના દેશો વચ્ચે બૌદ્ધિક સહકારમાં વધારો કરવાનો ઉદ્દેશ પહેલા વિશ્વયુદ્ધ(1914–1918)ને અંતે લીગ ઑવ્ નેશન્સે સ્વીકાર્યો હતો. આ માટે ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટલેક્ચ્યુઅલ કો-ઑપરેશન (International Institute of Intellectual Co-operation)…
વધુ વાંચો >યોદ્ધા, ચારુમતી
યોદ્ધા, ચારુમતી (જ. 25 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 1981, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતમાં મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની લડત અને પ્રવૃત્તિઓનાં અગ્રણી મહિલા કાર્યકર. મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી અમદાવાદમાં 1934માં સ્થપાયેલી મહિલાસંસ્થા ‘જ્યોતિસંઘ’ની સ્થાપનાથી શરૂ કરી આજીવન ચારુમતીબહેને સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન કર્યું. જ્યોતિસંઘના રાહતવિભાગ દ્વારા કૌટુંબિક પ્રશ્નોથી…
વધુ વાંચો >રણછોડલાલ છોટાલાલ
રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર. ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં…
વધુ વાંચો >રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’)
રમાબાઈ (‘પંડિતા’, ‘સરસ્વતી’) (જ. 23 એપ્રિલ 1858, ગંગામૂળ, આંધ્રપ્રદેશ; અ. 5 એપ્રિલ 1922) : પ્રખર સમાજસુધારક અને મહિલા-ઉત્કર્ષનાં પુરસ્કર્તા. પિતા અનંતશાસ્ત્રી ડોંગરે. માતા લક્ષ્મીબાઈ ડોંગરે. તેમના પિતા વેદાંતના વિદ્વાન હતા. તેમણે તે જમાનામાં રમાબાઈનાં માતાને શિક્ષણ આપ્યું હતું અને તે કારણસર જ્ઞાતિએ તેમની વિરુદ્ધ કામ ચલાવી તેમને તરછોડ્યા હતા. આથી…
વધુ વાંચો >રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ (જ. 25 ફેબ્રુઆરી 1884, રઢુ, તા. માતર, જિ. ખેડા; અ. 1 જુલાઈ 1984, વલ્લભ વિદ્યાલય, બોચાસણ) : ગુજરાતના ગાંધીવાદી મૂકસેવક. આખું નામ રવિશંકર શિવરામ વ્યાસ. તેમનો જન્મ તેમના મોસાળમાં મહાશિવરાત્રીના પર્વે થયો હતો. મહેમદાવાદ તાલુકાનું સરસવણી ગામ એમનું વતન. પિતા શિવરામ, માતા નાથીબા. પિતા વિદ્યાર્થી-વત્સલ શિક્ષક હતા. પિતા…
વધુ વાંચો >રંગભેદ
રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો.…
વધુ વાંચો >રાજકીય આધુનિકીકરણ
રાજકીય આધુનિકીકરણ : જુઓ આધુનિકીકરણ
વધુ વાંચો >રાજકીય સમાજશાસ્ત્ર
રાજકીય સમાજશાસ્ત્ર : સમાજના રાજકીય પાસા અને રાજકારણનાં સામાજિક પાસાંઓનો અભ્યાસ જેમાં કેન્દ્રસ્થાને છે તે. રાજકીય સમાજશાસ્ત્ર એ મહદ્અંશે નવો વિષય છે. આ વિષયના આવિર્ભાવ પૂર્વે એને લગતા વિચારો અને સમસ્યાઓનો અભ્યાસ જુદા જુદા વિષયોના નેજા હેઠળ થતો હતો. ‘રાજકીય સમાજશાસ્ત્ર’ વિષયનો સ્વાયત્ત જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો ગણી…
વધુ વાંચો >