સમાજશાસ્ત્ર

મીડ, માર્ગારેટ

મીડ, માર્ગારેટ (જ. 16 ડિસેમ્બર 1901, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા; અ. 15 નવેમ્બર 1978, ન્યૂયૉર્ક સિટી) : વિશ્વવિખ્યાત અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી. માનવશાસ્ત્રના ક્ષેત્રે તેમનું પ્રદાન ધ્યાનાકર્ષક અને ચર્ચાસ્પદ રહ્યું છે. તેઓ વર્ષો સુધી અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટ્રીમાં એથ્નૉલૉજીના ઍસોસિયેટ ક્યુરેટર અને કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનાં અધ્યાપક રહ્યાં હતાં. તેમણે 1929માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી…

વધુ વાંચો >

મુખરજી, રામકૃષ્ણ

મુખરજી, રામકૃષ્ણ (જ. 1919) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ભારતીય સમાજશાસ્ત્રી. વર્તમાન સમાજશાસ્ત્રના વિકાસમાં તેમનું અનેકવિધ પ્રદાન છે. કૉલકાતા યુનિવર્સિટીમાંથી 1941માં એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરવા ગયા અને ત્યાં 1948માં પીએચ.ડીની પદવી મેળવી. કૉલકાતાની ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં સમાજવૈજ્ઞાનિક રીતે વર્ષો સુધી સંશોધન અને લેખન કર્યું. માત્ર…

વધુ વાંચો >

મુનિશ્રી સંતબાલજી

મુનિશ્રી સંતબાલજી (જ. 26 ઑગસ્ટ 1904, ટોળ, ટંકારા, તા. મોરબી; અ. 26 માર્ચ 1982) : હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ…

વધુ વાંચો >

મુલાકાત

મુલાકાત : સામાજિક વિજ્ઞાનોના સંશોધન દરમિયાન માહિતી એકત્ર કરવાની એક પ્રયુક્તિ અથવા સાધન. દેશવ્યાપી સંશોધન કરવાનું હોય કે અંતરિયાળ પ્રદેશોમાં જઈને માહિતી મેળવવાની હોય, મુલાકાત સમષ્ટિ સર્વેક્ષણ (census survey) અને નિદર્શ સર્વેક્ષણ (sample survey) માટે અત્યંત ઉપયોગી છે. મુલાકાત અનુસૂચિ અને મુલાકાત માર્ગદર્શિકા એવા પ્રકારો ધરાવતી આ પ્રક્રિયા ઔપચારિક કે…

વધુ વાંચો >

મૃદુલા સારાભાઈ

મૃદુલા સારાભાઈ (જ. 6 મે 1911, અમદાવાદ; અ. 27 ઑક્ટોબર 1974, દિલ્હી) : સ્વાતંત્ર્ય-સેનાની, સામાજિક કાર્યકર અને તેજસ્વી મહિલા કાર્યકર. પિતા અંબાલાલ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. જેઓ ગાંધીવિચારસરણીથી રંગાયેલાં અને મજૂર મહાજનનાં અગ્રણી કાર્યકર હતાં. અંબાલાલ સારાભાઈ મુક્ત તથા પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી મૃદુલાના ઉછેર પર તેની સીધી…

વધુ વાંચો >

મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન

મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન (જ. 17 એપ્રિલ 1882, સ્ટૉર્નોવે, સ્કૉટલૅન્ડ; અ. 15 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : ખ્યાતનામ રાજ્યશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડૉક્ટરેટની પદવી હાંસલ કરી અને એબર્ડિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. 1915માં તેઓ કૅનેડાના ટોરાન્ટો નગર ગયા અને ત્યાં પણ અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું. 1927થી કોલંબિયા…

વધુ વાંચો >

મે દિન

મે દિન : આંતરરાષ્ટ્રીય મજૂર દિન. પહેલી મેના દિવસને ‘મે ડે’ (મે દિન) તરીકે ઊજવવાની પ્રથાનું પગેરું ફળદ્રૂપતા અને ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રાચીન વસંતોત્સવમાં જડી રહે છે. તેનું સ્થાન ઈસ્ટરની ઉજવણીએ લીધું છે. આ તહેવાર જુદી જુદી રીતે જળવાઈ રહ્યો છે. પંદરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં મે દિનનો ઉત્સવ મે-પોલ તરીકે વચ્ચે…

વધુ વાંચો >

મેન્કેન, એચ. એલ.

મેન્કેન, એચ. એલ. (જ. 12 સપ્ટેમ્બર 1880, બાલ્ટિમૉર અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1956) : પ્રભાવક અમેરિકન તંત્રી, નિબંધકાર અને સમાજવિવેચક. તીવ્ર તથા તેજીલા કટાક્ષકાર તેમજ સમર્થ ગદ્યકાર તરીકે તેઓ 1920ના દાયકામાં સવિશેષ ખ્યાતિ પામ્યા. 1924થી ’33 દરમિયાન ‘મર્ક્યુરી’ના તંત્રી તરીકે અને એ અગાઉ 1914થી ’23 દરમિયાન ‘ધ સ્માર્ટ સેટ’ના તંત્રી…

વધુ વાંચો >

યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન

યંગ મેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : સામાજિક, શૈક્ષણિક, શારીરિક વગેરે પ્રવૃત્તિઓ દ્વારા ખ્રિસ્તીઓના વિકાસાર્થે સ્થપાયેલી બિનરાજકીય સંસ્થા. લંડનમાં જૂન 1844માં જ્યૉર્જ વિલિયમ્સની આગેવાની હેઠળ 12 યુવકોએ તેની સ્થાપના કરી હતી. ત્યારબાદ એવી સંસ્થાઓ યુનાઇટેડ કિંગ્ડમમાં સ્થપાવા લાગી. ઑસ્ટ્રેલિયામાં 1850માં અને ઉત્તર અમેરિકામાં 1851માં આવી સંસ્થાઓ સ્થાપવામાં આવી. ઉત્તર અમેરિકામાં પ્રથમ મૉન્ટ્રિયલ(કૅનેડા)માં…

વધુ વાંચો >

યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન

યંગ વિમેન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન : યુવતીઓના શારીરિક, સામાજિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસનો હેતુ ધરાવતી વિશ્વની સૌથી જૂની સંસ્થા. 1855માં લંડનમાં યુવતીઓના એક જૂથે પ્રેયર યુનિયનની સ્થાપના કરી હતી. એ સમય દરમિયાન એમા રૉબર્ટ્સની આગેવાની હેઠળ કેટલીક સ્ત્રીઓએ ક્રિમિયાના યુદ્ધ(1853–56)માંથી પાછી આવેલી નર્સો માટે રહેઠાણની વ્યવસ્થા કરવા એક મંડળ સ્થાપ્યું. આ…

વધુ વાંચો >