સમાજશાસ્ત્ર

બ્રહ્મચર્યાશ્રમ

બ્રહ્મચર્યાશ્રમ : વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું કેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેનાં અવતરણો ઉપયોગી થશે. : ‘બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ,…

વધુ વાંચો >

બ્રહ્મોસમાજ

બ્રહ્મોસમાજ : ઓગણીસમી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના ભાગ રૂપે સ્થપાયેલી સંસ્થા. તેની સ્થાપના ઓગણીસમી સદીમાં સમાજસુધારા આંદોલનના પિતા ગણાતા રાજા રામમોહનરાયે કરી હતી. તે સમયના ભારતનું ધાર્મિક અને સામાજિક જીવન અનેક કુરિવાજોથી ગ્રસ્ત હતું. ધર્મના ક્ષેત્રે વેદો અને ઉપનિષદોના કાળની ચિંતનની પરંપરાઓ ભુલાઈ ગઈ હતી. કુરિવાજો અને કર્મકાંડો સામાન્ય…

વધુ વાંચો >

બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન

બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન : ભારતીયોનાં હિતોનું રક્ષણ કરવા અને બ્રિટિશ પાર્લમેન્ટ સમક્ષ ભારતીયોની માગણીઓ રજૂ કરવા સ્થપાયેલી સંસ્થા. કલકત્તામાં બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના જમીનદાર સંઘ (1837) અને બંગાળ–બ્રિટિશ ઇન્ડિયા ઍસોસિયેશન (1843) – એ બંને સંગઠનોએ ભેગાં મળી 1851માં કરી. તેના સ્થાપકો પ્રસન્નકુમાર ઠાકુર, ડૉ. રાજેન્દ્રલાલ મિત્ર, હરિશ્ચન્દ્ર મુકરજી, દેવેન્દ્રનાથ ટાગોર…

વધુ વાંચો >

બ્લાંક, લૂઈ

બ્લાંક, લૂઈ (જ. 29 ઑક્ટોબર 1811, માડ્રિડ; અ. 6 ડિસેમ્બર 1882, કેન્સ) : ફ્રેંચ સમાજવાદી, રાજનીતિજ્ઞ અને ઇતિહાસકાર. તેમનું પૂરું નામ બ્લાંક ઝ્યાં જૉસેફ લૂઇ હતું. તેમણે રોડેઝ અને ફ્રાંસ ખાતે શાલેય અભ્યાસ કર્યો. ત્યારબાદ બે વર્ષ ખાનગી શિક્ષક તરીકે કામ કર્યું. તેઓ 1839માં ‘રેવ્યુ દ પ્રૉગ્રેસ’ નામક ફ્રેંચ વર્તમાનપત્ર…

વધુ વાંચો >

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ

બ્લૂમર, ઍમેલિયા ઉર્ફે જૅન્કસ (જ. 1818, હૉમર, ન્યૂયૉર્ક; અ. 1894) : મહિલા-અધિકાર અને મહિલા-પોશાક-વિષયક સુધારાના અગ્રણી પુરસ્કર્તા. મહિલાઓ માટે સમાન હકની માગણીને વાચા આપવા તથા તે બાબતે જાગૃતિ લાવવા અને લોકમત કેળવવાના ઉદ્દેશથી તેમણે ‘ધ લિલી’ નામના અખબારની સ્થાપના કરી; 1849થી 1855 દરમિયાન તેમણે તેનું તંત્રીપદ સંભાળ્યું. પોશાક-વિષયક સમાનતાના આગ્રહને…

વધુ વાંચો >

બ્લૂર, એલા ઉર્ફે રિવી

બ્લૂર, એલા ઉર્ફે રિવી (જ. 1862, સ્ટેટન આઇલૅન્ડ, ન્યૂયૉર્ક; અ. 1952) : જાણીતા ઉદ્દામવાદી અને મહિલાઓ માટેના હક માટેનાં આંદોલનકાર. તેઓ ‘મધર બ્લૂર’ તરીકે બહુ જાણીતાં હતાં. ઓગણીસમા વર્ષે જ તેમનાં લગ્ન થયાં હતાં; એથી જ કદાચ તેઓ સ્ત્રીઓ માટેના અધિકાર માટે જાગ્રત અને સક્રિય બન્યાં. તેમની રાજકીય સક્રિયતાના કારણે…

વધુ વાંચો >

બ્લૅચ, હૅરિયેટ

બ્લૅચ, હૅરિયેટ (જ. 1856, સેનેકા ફૉલ્સ; ન્યૂયૉર્ક; અ. 1940) : સ્ત્રીઓ માટેના અધિકાર અંગેના આંદોલનનાં આગેવાન. તેમણે વૅસર કૉલેજ ખાતે ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1907માં તેમણે ‘ઇક્વૉલિટી લીગ ઑવ્ સેલ્ફ-સપૉર્ટિંગ વિમેન’ નામની સંસ્થા સ્થાપી. એ રીતે તેઓ સ્ત્રીઓના અધિકાર માટે ખૂબ સક્રિય આંદોલનકાર બની રહ્યાં. 1908માં તેમણે વિમેન્સ પોલિટિકલ યુનિયનની સ્થાપના…

વધુ વાંચો >

ભક્તિબા

ભક્તિબા (જ. 16 ઑગસ્ટ, 1899 લીંબડી; અ. 14 માર્ચ 1994, વસો) : આઝાદીના આંદોલનમાં તેમજ સામાજિક અન્યાય અને ગરીબી દૂર કરવાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કાર્ય કરનાર અગ્રણી રાષ્ટ્રસેવિકા. લીંબડીના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનનાં પુત્રી હોવા છતાં સાદાઈ અને સ્વાવલંબી જીવન વિતાવ્યું. એમનાં માતા શ્રી દિવાળીબા પાસેથી એમને સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારો સાંપડ્યા…

વધુ વાંચો >

ભગવતી, હીરાલાલ

ભગવતી, હીરાલાલ (જ. 14 મે 1910, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 4 માર્ચ 2004, અમદાવાદ) : અગ્રણી સામાજિક કાર્યકર અને વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના પીઢ આગેવાન. પિતાનું નામ હરિલાલ અને માતાનું નામ સંતોકબા. પિતા શિક્ષક હતા. પ્રાથમિક શિક્ષણ મહેસાણા ખાતે તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી તથા ટ્યૂટૉરિયલ હાઇસ્કૂલમાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી…

વધુ વાંચો >

ભગિની નિવેદિતા

ભગિની નિવેદિતા : જુઓ નિવેદિતા, ભગિની

વધુ વાંચો >